ગુજરાત

gujarat

રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ 2020: રોહિત શર્મા, રાની રામપાલ અને ત્રણ અન્ય એથલીટની પસંદગી

By

Published : Aug 21, 2020, 11:00 PM IST

ભારતીય ક્રિકેટર રોહિત શર્મા, ભારતીય મહિલા હોકી ટીમ કેપ્ટન રાની રામપાલ, પહેલવાન વિનેશ ફોગાટ, ટેબલ ટેનિસ ચેમ્પિયન મનિકા બત્રા અને પેરા એથલીટ મનીયપપ્પને હાલના વર્ષે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવશે. શુક્રવારના રોજ ખેલ મંત્રાલયએ પસંદગી પેનલની અરજી પર મોહર લગાવી છે.

રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ 2020: રોહિત શર્મા રાની રામપાલ અને ત્રણ અન્ય એથલીટની પસંદગી
રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ 2020: રોહિત શર્મા રાની રામપાલ અને ત્રણ અન્ય એથલીટની પસંદગી

હૈદરાબાદ: ભારતીય ક્રિકેટર રોહિત શર્મા, ભારતીય મહિલા હોકી ટીમ કેપ્ટન રાની રામપાલ, પહેલવાન વિનેશ ફોગાટ, ટેબલ ટેનિસ ચેમ્પિયન મનિકા બત્રા અને પેરા એથલીટ મનીયપપ્પને હાલના વર્ષે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવશે. શુક્રવારના રોજ ખેલ મંત્રાલયએ પસંદગી પેનલની અરજી પર મોહર લગાવી છે.

નેશનલ એવોર્ડની પસંદગી સમિતિએ ભારતીય ક્રિકેટર રોહિત શર્મા, ભારતીય મહિલા હોકી ટીમ કેપ્ટન રાની રામપાલ, પહેલવાન વિનેશ ફોગાટ, ટેબલ ટેનિસ ચેમ્પિયન મનિકા બત્રા અને પેરા એથલીટ મનીયપપ્પને હાલના વર્ષે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર માટે પસંદ કરવમાં આવ્યા છે. દેશના સૌથી મોટા ખેલરત્ન એવોર્ડના ઇતિહાસમાં આ પહેલો મોકો છે, જ્યારે એકસાથે ચાર ખેલાડીઓને સંયુક્ત રીતે ખેલ રત્ન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે.

ક્રિકેટર ઇશાંત શર્મા અને દીપ્તિ શર્મા, એથલીટ દુતી ચંદ, શૂટર મનુભા ભાકર સહિત 27 ખેલાડીઓને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ પુરસ્કારના ઇતિહાસમાં ખેલ રત્ન એવોર્ડ મેળવનાર રોહિત શર્મા ચોથો ભારતીય ક્રિકેટર હશે. આ પહેલા સચિન સચિન તેંડુલકર (1997-98), મહેન્દ્રસિંહ ધોની (2007) અને વિરાટ કોહલી (2018)ને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

આ એવોર્ડ આંતરરાષ્ટ્રીય સ્તર પર ખેલાડીઓએ છેલ્લા 4 વર્ષમાં કરેલા પ્રદર્શનના આધારે આપવામાં આવે છે. જેમાં પ્રમાણપત્ર, શાલ અને 7.50 લાખ રૂપિયા રોકડા આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details