ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને અભિનેત્રી પત્નિ સાગરિકા ઘાટગે સાથે દિવાળીની ઉજવણી કરી હતી. જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પરંતુ આ તસવીર શેર કર્યા બાદ તેને ટીકાભરી કમેન્ટ્સનો સામનો કરવો પડ્યો હતો. આ વાત એમના કેટલાક ચાહકોને પસંદ ન આવી કે, તે હિંદૂ નથી છતા દિવાળીની ઉજવણી કરી.
ક્રિકેટર ઝહીર ખાનને પત્નિ સાથેનો દિવાળીનો ફોટો શેર કરવો પડ્યો ભારે
મુંબઈ: ઝહીર ખાને તેની પત્નિ સાથે દિવાળીની પૂજા કરતા હોય તેવી તસવીર શેર કરી. જેને લઇને સોશિયલ મીડિયા યૂઝર્સે કમેન્ટ કરવાનું શરુ કરી દીધું હતું.
![ક્રિકેટર ઝહીર ખાનને પત્નિ સાથેનો દિવાળીનો ફોટો શેર કરવો પડ્યો ભારે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4896146-thumbnail-3x2-jahir.jpg)
ક્રિકેટર જહીર ખાનને તેની પત્નિ સાથે દિવાળીનો ફોટો શેર કરવો પડ્યો ભારે
સાગરિકા સાથે શેર કરેલી તસવીર વધારે ઝડપથી વાઈરલ થઈ હતી. સોશિયલ મીડિયાના યુઝર્સે આ ફોટો પર ઝહીરને અલ્લાહથી ડરવાનું કહ્યુ અને ધમકી પણ આપી હતી. એટલું જ નહિ કેટલાક ચાહકોએ એમ પણ કહ્યુ કે, ક્રિકેટરના નામ પર ફતવો જાહેર કરવો જોઈએ.