ગુજરાત

gujarat

કંગના રનૌત મુંબઈ જવા માટે રવાના, કોરોના રિપોર્ટ નેગેટિવ

By

Published : Sep 9, 2020, 7:12 AM IST

Updated : Sep 9, 2020, 7:22 AM IST

ચિંતાભર્યા માહોલ વચ્ચે કંગના મનાલી સ્થિત પોતાના ઘરેથી મુંબઈ જવા રવાના થઈ છે. ગાઈડલાઈન પ્રમાણે કંગનાએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જે નેગેટિવ આવ્યો છે.

kangna ranaut
kangna ranaut

મનાલીઃ અભિનેત્રી કંગના રનૌત મનાલી સ્થિત પોતાના ઘરેથી મુંબઈ જવા માટે રવાના થઈ ગઈ છે. આ દરમિયાન પત્રકારોના સવાલ પર કંગનાએ શિવસેના નેતા સંજય રાઉત અંગે કંઈ પણ બોલવાનું કંગનાએ ટાળ્યું હતું.

કંગના રનૌત મુંબઈ જવા માટે રવાના

કંગનાએ પત્રકારોને કહ્યું કે અત્યારે મારે કંઈ બોલવું નથી, હાલ હું મુંબઈ જઈ રહી છું. કંગનાએ પોતાનો કોરોના ટેસ્ટ પણ કારવ્યો છે, જે નેગેટિવ આવ્યો છે. ત્યાર બાદ કંગનાએ બીજીવાર પણ કોરોના ટેસ્ટ કરાવ્યો છે, જે રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. કંગનાની સુરક્ષા માટે તેની સાથે જવાનો સ્થિત છે.

આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ કંગના ખુબ ચર્ચામાં છે. અભિનેતાના મોત બાદ ક્વિન એ બૉલિવૂડમાં થતાં નેપોટિઝમનો મુદ્દો ઉઠાવ્યો છે. આ સાથે જ કંગનાએ બૉલિવૂડના અનેક સ્ટાર પર નિશાન સાધ્યુ હતું. તાજેતરમાં કંગના અને શિવસેના નેતા સંજય રાઉત વચ્ચે પણ શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.

જોકે કોરોના લોકડાઉનને કારણે કંગના અત્યાર સુધી મનાલી હતી. પંરતુ આજે તે મુંબઈ પોતાના ઘરે પરત ફરી રહી છે. કંગનાએ આપેલા નિવેદનોને કારણે તેના જીવ પર જોખમ હોવાથી કંગનાને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.

Last Updated : Sep 9, 2020, 7:22 AM IST

ABOUT THE AUTHOR

...view details