ગુજરાત

gujarat

Disha Vakani Return to Tarak Mehta Show: દિશા વાકાણીએ દયાના પાત્ર વિશે લીધો નિર્ણય

By

Published : Jan 29, 2022, 12:18 PM IST

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા 13 વર્ષથી નાના પડદાના દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. જેમાં દયાએ દર્શકોના દિલ અને દિમાગ પર એક વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે, પરંતુ તે કેટલાક સમયથી શોમાંથી ગાયબ છે, ત્યારે દિશા વાકાણીએ (Disha Vakani Return to Tarak Mehta Show) દયાના પાત્ર વિશે એક નિર્ણય લીધો છે. જાણો શું છે તેનો નિર્ણય?

Disha Vakani Return to Tarak Mehta Show: દિશા વાકાણીએ દયાના પાત્ર વિશે લીધો નિર્ણય
Disha Vakani Return to Tarak Mehta Show: દિશા વાકાણીએ દયાના પાત્ર વિશે લીધો નિર્ણય

મુંબઇ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા 13 વર્ષથી નાના પડદાના દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો 2008માં શરૂ થયો હતો, જ્યારે શોના તમામ પાત્રોને લોકોએ ખૂબ પસંદ કર્યાં છે, ત્યારે જેઠાલાલ અને દયાએ દર્શકોના દિલ અને દિમાગ પર એક વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે. દિશા વાકાણી (Disha Vakani Return to Tarak Mehta Show) લાંબા સમયથી શોમાંથી ગાયબ છે. આ સ્થિતિમાં દર્શકો તેના વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દિશા વાકાણીએ (Disha Vakani Return to Tarak Mehta Show) દયાના પાત્ર વિશે એક નિર્ણય લીધો છે.

Disha Vakani Return to Tarak Mehta Show: દિશા વાકાણીએ દયાના પાત્ર વિશે લીધો નિર્ણય

આ પણ વાંચો:પંજાબની કૈટરીના કૈફે કરાવ્યું ફોટોશૂટ, સોશિયલ મીડિયા ફેન્સએ કહ્યું... "બૉમ્બ ફોડ્યો સનાએ"

દયાબેને નિર્માતાઓ પાસે રાખી શરત

તાજેતરના અહેવાલો પ્રમાણે, દિશા વાકાણી, જે દયાબેનનું પાત્ર ભજવે છે, તે થોડા મહિનાના વિરામ પછી શોમાં પરત ફરવા માટે તૈયાર છે. આ અહેવાલોએ ફરી એકવાર ચાહકોને શો પ્રત્યે ઉત્સાહિત કર્યા છે. સૂત્રોનો દાવો છે કે, દયાબેને નિર્માતાઓ પાસેથી દરેક એપિસોડ માટે તગડી ફીની માંગણી કરી છે.

આ પણ વાંચો:Shweta Tiwari Controversial Statement:શ્વેતા તિવારીએ 'ભગવાન મારી બ્રાની સાઈઝ લઈ રહ્યા છે'ના નિવેદન માટે માંગી માફી, જાણો શું કહ્યું

જાણો દિશાએ શું શરત રાખી

રિપોર્ટ્સ અનુસાર, દિશાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયાની માંગણી કરી છે. આ સિવાય તેની એક શરત એ પણ છે કે, તે દિવસમાં માત્ર 3 કલાક જ શૂટિંગ કરશે. કારણ કે, તે પોતાના પરિવારને પણ સમય આપવા માંગે છે. જો કે, હજુ સુધી દિશા વાકાણી કે મેકર્સે આ રિપોર્ટ્સ પર પોતાની પ્રતિક્રિયા આપી નથી.

દિશા વાકાણીએ 2004થી એક્ટીંગ શરૂ કરી

જણાવીએ કે, દિશા વાકાણીએ 2004માં પ્રખ્યાત ટીવી શો ખીચડીથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ઘણા ગુજરાતી શોમાં જોવા મળી હતી, પરંતુ તેણીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનના પાત્ર દ્વારા દેશભરમાં ઓળખવામાં આવી હતી. આ પાત્રએ તેને લોકપ્રિયતાના શિખરો પર લઈ ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details