ગુજરાત

gujarat

બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન

By

Published : Sep 8, 2021, 10:33 AM IST

Updated : Sep 8, 2021, 11:57 AM IST

જાણીતા ફિલ્મ અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન થયું છે. તે છેલ્લા દિવસોથી બીમાર હતા અને થોડા દિવસ પહેલા તેને મુંબઈની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન
અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન

  • બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન
  • અક્ષય કુમારે ટ્વીટ કરીને આ દુ:ખદ સમાચાર વિશે જણાવ્યું
  • અક્ષય કુમાર માતાની કથળતી તબિયતને કારણે બ્રિટનથી તાત્કાલિક પરત ફર્યા

ન્યૂઝ ડેસ્ક: બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું બુધવારે સવારે નિધન થયું છે. અક્ષય કુમારે ટ્વીટ કરીને આ દુ:ખદ સમાચાર વિશે માહિતી આપી છે. તેમણે તેની માતાના મૃત્યુ પર ટ્વિટ કર્યું અને લખ્યું, 'તે મારા માટે મહત્વનો ભાગ હતો. આજે હું અસહ્ય પીડા અનુભવું છું. મારી માતા શ્રીમતી અરુણા ભાટિયાએ આજે ​​સવારે આ દુનિયાને અલવિદા કહી છે. તે મારા પિતા સાથે બીજી દુનિયામાં ફરી મળ્યા છે. હું તમારી પ્રાર્થનાનો આદર કરું છું, કારણ કે મારા પરિવાર અને હું આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. ઓમ શાંતિ.

અરુણા ભાટિયાનું ICU માં સારવાર દરમિયાન નિધન

અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું ICU માં સારવાર દરમિયાન નિધન થયું. નોંધનીય છે કે અક્ષય કુમાર સોમવારે તેની માતાની કથળતી તબિયતને કારણે બ્રિટનથી તાત્કાલિક પરત ફર્યા છે.

આ પણ વાંચો:અભિનેતા મુરલી શર્માની માતાનું લાંબી બીમારી બાદ નિધન

આ પહેલા મંગળવારે પણ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી

અભિનેતાની માતા છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. આ પહેલા મંગળવારેના રોજ સુપરસ્ટાર અભિનેતા અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર દરેકને તેની માતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા વિનંતી કરી હતી. તેણે લખ્યું કે, મારી માતાની તંદુરસ્તી માટે તમારી ચિંતા શબ્દોની બહાર છે. મારા અને મારા પરિવાર માટે આ ઘણો મુશ્કેલ સમય છે. તમારી દરેક પ્રાર્થના ઘણી મદદ કરશે.

ઘણા ચાહકો અને ભારતીય ફિલ્મ જગતના સભ્યોએ કરી હતી પ્રાથના

ઘણા ચાહકો અને ભારતીય ફિલ્મ જગતના સભ્યોએ અક્ષયની માતાની જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. અભિનેતા નુસરત ભરૂચાએ ટિપ્પણી કરી હતી કે પ્રાર્થના સાહેબ, તમારી માતા માટે પ્રાર્થના બધું ઠીક થઈ જશે.

આ પણ વાંચો:બોલીવુડ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાની માતા બેટીનું નિધન

એક નેટિજને લખ્યું...

એક નેટિજને લખ્યું છે કે, ખરેખર સમજી લો કે તમે અત્યારે ક્યાં છો અક્ષયકુમાર કારણ કે, મારી માતા પણ મહિનાઓ પહેલા ખરેખર બીમાર હતી. સદ્ભાગ્યે તેની તબિયતમાં સુધારો થયો હતો. ઘરમાં તમારી માતા માટે વિશેષ પૂજા કરીશું.

અક્ષય કુમારનો 9 સપ્ટેમ્બરે 54 મો જન્મદિવસ છે

અક્ષય એક દિવસ પહેલા યુકેથી ભારત પરત ફર્યો હતા. જ્યારે તેમણે જાણ થઇ કે, તેની માતા મુંબઈની હિરાનંદાની હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ છે. અક્ષય કુમારનો 9 સપ્ટેમ્બરે 54 મો જન્મદિવસ છે. તેમના જન્મદિવસના એક દિવસ પહેલાજ તેમની માતાનું નિધાન થયુ છે આ સ્થિતિમાં અભિનેતા માટે મોટી ખોટ છે.

Last Updated : Sep 8, 2021, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details