ETV Bharat / sitara

બોલીવુડ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાની માતા બેટીનું નિધન

author img

By

Published : Dec 1, 2019, 7:12 PM IST

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાની માતા બેટીનું નિધન થયું હતું. શનિવારની રાતે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

ડિમ્પલ કાપડિયાની માતાનું નિધન
ડિમ્પલ કાપડિયાની માતાનું નિધન

અભિનેત્રી ડિમ્પલ કાપડિયાની માતા બેટી કાપડિયાની મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં 80 વર્ષની ઉમરે નિધન થયું હતું. અભિનેત્રીની માતા હાલમાં જ 80 વર્ષના થયા હતા. તેમણે તેમનો જન્મદિવસ પરિવાર અને મિત્રો સાથે ઉજવ્યો હતો. તેમના જન્મદિવસના સેલીબ્રેશનમાં તેમની પૌત્રી ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમાર પણ જોવા મળ્યા હતા.

ટ્વિંકલ ખન્નાએ તેના દાદીના જન્મદિવસની ઉજવણીની એક ક્યૂટ ફોટો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી અને લખ્યું હતું કે, 'નાનીનો 80 મો જન્મદિવસ, પરિવાર, મિત્રો અને હસીના ધમાકોની સાથે # સિલિમડેરીઝ.

શેર કરેલી એક ફોટોમાં બેટી વ્હીલચેર પર બેઠી છે અને તેની પૌત્રીનો પતિ સુપરસ્ટાર અક્ષય કુમાર એક મોટી સ્માઈસ સાથે કેમેરાની સીામે પોઝ આપી રહ્યા છે.

ડિમ્પલની માતાએ ગુજરાતી ઉદ્યોગપતિ ચુનીભાઇ કાપડિયા સાથે લગ્ન કર્યા હતા અને તેમને 62 વર્ષીય અભિનેત્રી ટ્વિંકલ, તેમની સ્વ. બહેન સિમ્પલ કાપડિયા જે પણ અભિનેત્રી હતી. બીજી બહેન રીમ અને એક ભાઈ, મુન્ના આમ તેમના 4 બાળકો છે.

છેલ્લા કેટલાક મહિનાઓ બોલીવુડ માટે ખૂબ જ દુઃખદ રહ્યા છે, ઘણા સેલીબ્રીટીના સંબંધીઓએ આ દુનિયા છોડી દીધી છે. તાજેતરમાં, અભિનેત્રી શબાના આઝમીની માતા શૌકત આઝમીએ પણ આપણા બધાને અલવિદા આપી હતી.

શબાના આઝમીની માતા શૌકત કૈફી આઝમી, થિયેટર સહિત ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મ 'સલામ બોમ્બે!' જેવી ફિલ્મમાં કામ કર્યું છે. આ સિવાય નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ 'ગર્મ હવા', મુઝફ્ફર અલીની રેખા અભિનીત ફિલ્મ 'ઉમરાવ જાન' આ ફિલ્મમાં તેની ભૂમિકા માટે સૌથી પ્રખ્યાત છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/dimple-kapadia-mother-passes-away/na20191201085713341



डिंपल कपाड़िया की माताजी का हुआ निधन


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.