ગુજરાત

gujarat

નવો હેડફોન Momentum 4 Wireless લોન્ચ, જાણો એની વિશેષતા

By

Published : Sep 16, 2022, 10:10 AM IST

જર્મન ઓડિયો બ્રાન્ડ સેનહાઈજરેએ દાવો કર્યો છે કે, મોમેન્ટમ 4 વાયરલેસ ક્લેરિટી આપે છે. યુઝર્સ ઘોંઘાટીયા વાતાવરણમાં પણ દરેક વિગતો સ્પષ્ટ સાંભળવાનો આનંદ માળી શકે છે. Sennheiser Momentum 4 Wireless 60 કલાક સુધીની બેટરી જીવન તેમજ ફાસ્ટ ચાર્જિંગ ક્ષમતા ધરાવે છે. sennheiser momentum 4 wireless launch, advanced adaptive noise cancellation.

Etv Bharatનવો હેડફોન Momentum 4 Wireless લોન્ચ, જાણો એની વિશેષતા
Etv Bharatનવો હેડફોન Momentum 4 Wireless લોન્ચ, જાણો એની વિશેષતા

નવી દિલ્હી : તેના મોમેન્ટમ શ્રેણીના હેડસેટ્સનું વિસ્તરણ કરીને, જર્મન ઓડિયો બ્રાન્ડ Sennheiserએ ગુરુવારે ભારતીય ગ્રાહકો માટે નવો હેડફોન Momentum 4 Wireless લોન્ચ (sennheiser momentum 4 wireless launch) કર્યો છે. નવો લોન્ચ થયેલો હેડફોન સ્માર્ટ, જે સાહજિક સુવિધાઓ સાથે રૂપિયા 34,990 ની કિંમતમાં મળશે અને પસંદગીની ઓનલાઈન ચેનલો પર ઉપલબ્ધ છે. કપિલ ગુલાટી, ડાયરેક્ટર, કન્ઝ્યુમર ડિવિઝન, Sennheiser ના કમ્ઝ્યુમર ડીવિઝન ડાયરેક્ટર કપિલ ગુલાટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, Sennheiser Momentum 4 Wireless ફરી એકવાર એડવાન્સ એડપ્ટિવ નોઈઝ કેન્સલેશન (advanced adaptive noise cancellation) અને સાથે શ્રેષ્ઠ ઇન ક્લાસ સાઉન્ડ ગુણવત્તા પ્રદાન કરે છે.

મોમેંટમ 4 વાયરલેસ હેડસેટ :જર્મન ઓડિયો બ્રાન્ડ Sennheiser એ દાવો કર્યો છે કે, મોમેન્ટમ 4 વાયરલેસ ક્લેરિટી આપે છે. યુઝર્સ ઘોંઘાટીયા વાતાવરણમાં પણ દરેક રોમાંચક અને આકર્ષક વિગત સાંભળવાનો આનંદ માળી શકશે. Sennheiser Momentum 4 Wireless 60 કલાક સુધીની બેટરી જીવન તેમજ ફાસ્ટ ચાર્જિંગ ક્ષમતા ધરાવે છે.

મોમેંટમ સીરીજ હેડસેટ : કપિલ ગુલાટીએ જણાવ્યું હતું કે, પારદર્શિતા મોડ, બિલ્ટ ઇન EQ અને નવી સાઉન્ડ પર્સનલાઇઝેશન ફીચર સહિતની ઘણી સુવિધાઓ યુઝર્સને તેમની પોતાની કસ્ટમાઇઝ્ડ રીતે સાંભળવા દે છે. કંપનીએ જણાવ્યું હતું કે, મોમેન્ટમ 4 વાયરલેસ હેડફોન્સ સેન્હાઇસરનો સિગ્નેચર સાઉન્ડ આપે છે.

ABOUT THE AUTHOR

...view details