ગુજરાત

gujarat

Viએ તોડ્યા તમામ રેકોર્ડ્સ, Jio-Airtelની સરખામણીએ મેળવી 10 ઘણી ફાસ્ટ 5G સ્પીડ

By

Published : Nov 3, 2021, 4:30 PM IST

Vi (Vodafone Idea)એ 5G ટ્રાયલ દરમિયાન અત્યાર સુધીની સૌથી ફાસ્ટ 9.85 Gbpsની સ્પીડ મેળવી છે.5Gની આ સ્પીડ ટ્રાયલ ગાંધીનગર (Gandhinagar)માં થઇ હતી. અગાઉ સપ્ટેમ્બરમાં, Vodafone Ideaએ પુણેમાં 5G ટ્રાયલ દરમિયાન 3.7 Gbpsની ટોચની સ્પીડ મેળવ્યાનો દાવો કર્યો હતો.

Viએ તોડ્યા તમામ રેકોર્ડ્સ, Jio-Airtelની સરખામણીએ મેળવી 10 ઘણી ફાસ્ટ 5G સ્પીડ
Viએ તોડ્યા તમામ રેકોર્ડ્સ, Jio-Airtelની સરખામણીએ મેળવી 10 ઘણી ફાસ્ટ 5G સ્પીડ

  • Viએ 5G ટ્રાયલ દરમિયાન 9.85 Gbpsની સ્પીડ મેળવી
  • સ્પીડ બેક એન્ડ ડેટા ટ્રાન્સમિશન પર મેળવી સ્પીડ
  • પુણેમાં 5G ટ્રાયલ દરમિયાન 3.7 Gbpsની ટોચની સ્પીડ મેળવી હતી

નવી દિલ્હી: ટેલીકોમ કંપની વોડાફોન-આઇડિયા (Vi)એ નોકિયાની સાથે મળીને 5G ટ્રાયલ દરમિયાન ઇતિહાસ રચ્યો છે. Viએ 5G ટ્રાયલ (5G Trial) દરમિયાન અત્યાર સુધીની સૌથી ફાસ્ટ 9.85 Gbpsની સ્પીડ મેળવી છે, જ્યારે Jio અને Airtelએ 5G ટ્રાયલ દરમિયાન 1gbpsની ટૉપ સ્પીડ મેળવી છે. Viએ આ સ્પીડ બેક એન્ડ ડેટા ટ્રાન્સમિશન પર મેળવી છે, જેનો અર્થ કનેક્ટિંગ મોબાઇલ બેઝ સ્ટેશન નેટવર્ક છે. આ 5G ટ્રાયલ ગુજરાતના ગાંધીનગરમાં થયો. જો કે જ્યાં Vi અને Airtel 5G ટ્રાયલ માટે અન્ય ટેલીકોમ પાર્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ જેવી કે Ericsson, Nokia અને Samsung પર નિર્ભર છે. તો રિલાયન્સ Jio તરફથી 5G ટ્રાયલ માટે ખુદની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પુણેમાં 5G ટ્રાયલ દરમિયાન 3.7 Gbpsની સ્પીડ મેળવી હતી

નોકિયા અનુસાર, કંપનીએ Viની સાથે મળીને E-band માઇક્રોવેવ 80 GHz સ્પેક્ટ્રમ પર 9.85 Gbps સ્પીડ મેળવી છે. અગાઉ સપ્ટેમ્બરમાં, Vodafone Ideaએ પુણેમાં 5G ટ્રાયલ દરમિયાન 3.7 Gbpsની ટોચની સ્પીડ મેળવ્યાનો દાવો કર્યો હતો. સાથે જ કંપની તરફથી મિડ-બેન્ડ સ્પેક્ટ્રમ પર 1.5 Gbps ડાઉનલોડનો દાવો કરવામાં આવ્યો છે. આ સ્પીડ VI ગાંધીનગર અને પુણેમાં 5G ટ્રાયલ દરમિયાન જોવા મળી હતી.

Viને હાઈ-ફ્રિક્વેંસી બેન્ડની સાથે 26GHz બેન્ડની ફાળવણી

Vi (Vodafone-Idea)ને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન્સ (DoT) દ્વારા હાઈ-ફ્રિક્વેંસી બેન્ડની સાથે 26GHz બેન્ડની ફાળવણી કરવામાં આવી હતી. તેમજ કંપનીને 3.5 ગીગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ બેન્ડ ફાળવવામાં આવ્યું છે. મે મહિનામાં ટેલીકોમ્યુનિકેશન વિભાગે રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયાની 5G ટ્રાયલ એપ્લિકેશનને મંજૂરી આપી હતી. જ્યારે MTNLને પાછળથી મંજૂરી મળી છે. ટેલીકોમ વિભાગે 6 મહિના માટે 5G ટ્રાયલની મંજૂરી આપી છે. આમાં ટેલીકોમ ગિયર નિર્માતા કંપની એરિક્સન, નોકિયા, સેમસંગ અને સી-ડોટની મદદ લઈ શકાશે.

આ પણ વાંચો:રામનગરી અયોધ્યામાં બનશે વર્લ્ડ રેકોર્ડ: લાખોની સંખ્યામાં દીવા પ્રગટાવી યોગી આદિત્યનાથ ઉજવશે દિવાળી

આ પણ વાંચો: રાજ્યમાં ઇન્ટરસિટી ફ્લાઇટ સર્વિસ થશે શરૂ, જાણો ક્યા શહેરો જોડાશે ફ્લાઈટ કનેક્ટિવિટીથી...

ABOUT THE AUTHOR

...view details