ગુજરાત

gujarat

Corona Booster Dose Appointment : સરળતાથી મળશે ત્રીજી કોરોના રસી, નોંધણી જરૂરી નથી

By

Published : Jan 9, 2022, 2:37 PM IST

કોરોના સંક્રમણને રોકવા માટે રસીકરણ (Covid vaccination) ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. ટીનેજર્સને પણ કોરોનાની રસી આપવામાં આવી રહી છે. કોરોના રસીના બૂસ્ટર ડોઝનો (corona vaccine booster dose) લેવાની સુવિધા માટે કો-વિન પોર્ટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Corona Booster Dose Appointment : સરળતાથી મળશે ત્રીજી કોરોના રસી, નોંધણી જરૂરી નથી
Corona Booster Dose Appointment : સરળતાથી મળશે ત્રીજી કોરોના રસી, નોંધણી જરૂરી નથી

નવી દિલ્હી:ત્રીજી કોરોના રસી બૂસ્ટર ડોઝ (corona vaccine booster dose) મેળવવા માટે કો-વિન પોર્ટલ પર ઓનલાઈન નોંધણી (Cowin online appointment) કરી શકાય છે. ભારતમાં કોવિડ-19 સંક્રમિત ઝડપથી થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ઝડપી અને સરળ કોરોના રસીકરણના હેતુથી સાવચેતીના ડોઝ માટે ઓનલાઈન બૂસ્ટર ડોઝ કો-વિન ની (booster dose Cowin appointment) સુવિધા શરૂ કરવામાં આવી છે.

સંક્રમણને રોકવા માટે ત્રીજી કોરોના રસી

સંક્રમણને રોકવા માટે ત્રીજી કોરોના રસી મેળવવા માટે શનિવારે મોડી રાત્રે કો-વિન પોર્ટલ પર ઓનલાઈન એપોઈન્ટમેન્ટ (Cowin Online appointment covid third dose) સેવા શરૂ કરવામાં આવી હતી. જેઓ કોવિડ રસીઓનો સાવચેતીભર્યો ડોઝ મેળવવા માટે પાત્ર છે તેઓ ઓનલાઈન નોંધણી કરી શકે છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, આવા લાભાર્થીઓની નવી નોંધણીની જરૂર રહેશે નહીં.

ત્રીજા ડોઝની ઓનલાઈન નોંધણીની સુવિધા કો-વિન પર લાઈવ

નેશનલ હેલ્થ મિશનના એડિશનલ સેક્રેટરી અને મિશન ડિરેક્ટર વિકાસ શીલે શનિવારે મોડી રાત્રે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, 'હેલ્થકેર, ફ્રન્ટલાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકો માટે ડોઝની ઓનલાઈન નોંધણીની સુવિધા હવે કો-વિન પર લાઈવ છે.'

સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું

સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, જેમને કોવિડ-19 રસીના 2 ડોઝ મળ્યા છે તેઓ સીધા જ કોઈપણ રસીકરણ કેન્દ્રમાં મુલાકાત લઈ શકે છે અથવા વોક-ઈન કરી શકે છે.

કોવિન પોર્ટલ પર કોરોના રસીના ત્રીજા ડોઝ માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ

ત્રીજા ડોઝની રસીકરણ પ્રક્રિયા 10 જાન્યુઆરીથી શરૂ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે, આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને સંવેદનશીલ વરિષ્ઠ નાગરિકો માટે ત્રીજા ડોઝની રસીકરણ પ્રક્રિયા 10 જાન્યુઆરીથી શરૂ થશે. મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, સાવચેતીભરી કોવિડ રસીનો ડોઝ એ જ રસી હશે જે અગાઉ લાભાર્થીઓને પ્રાથમિક ડોઝ તરીકે આપવામાં આવી હતી.

નીતિ આયોગના સભ્ય-આરોગ્ય ડૉ. વી.કે. પૉલે જણાવ્યું

નીતિ આયોગના સભ્ય-આરોગ્ય ડૉ. વી.કે. પૉલે બુધવારે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, જેમણે પ્રાથમિક રૂપે કોવેક્સિન લીધી છે તેઓને ડોઝ તરીકે કોવેક્સિન આપવામાં આવશે અને જેમણે કોવિશિલ્ડ લીધી છે, તેને માત્ર કોવિશિલ્ડ આપવામાં આવશે.

આ પણ વાંચો:

ગુજરાત રાજ્ય 100 ટકા કોરોના વેક્સિનેશન માટે માત્ર એક વેંત દૂર, બૂસ્ટર ડોઝ માટે સરકાર સંપૂર્ણ તૈયારઃ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ

કોરોના સામે મહત્તમ સુરક્ષા મેળવવા કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ જરૂરી, અમેરિકન ડોક્ટરનો દાવો

ABOUT THE AUTHOR

...view details