ગુજરાત

gujarat

Air Strikes: ઈઝરાયેલે લટાકિયા બંદર પર મિસાઈલ છોડી, કોઈ જાનહાનિ થઈ નથી

By

Published : Dec 7, 2021, 6:41 PM IST

સીરિયાના તટીય શહેર લતાકિયાના બંદર પર મંગળવારે વહેલી સવારે મિસાઇલો છોડવામાં (Israel launches missile at Latakia port)આવી હતી. જોકે આ હુમલામાં કોઈનું મોત થયું (No one was killed in the attack)નથી.

Air Strikes: ઈઝરાયેલે લટાકિયા બંદર પર મિસાઈલ છોડી, કોઈ જાનહાનિ થઈ નથી
Air Strikes: ઈઝરાયેલે લટાકિયા બંદર પર મિસાઈલ છોડી, કોઈ જાનહાનિ થઈ નથી

  • ઈઝરાયેલે બંદરીય શહેર લતાકિયા પર મિસાઇલો છોડી
  • સીરિયન સેનાએ કહ્યું કે આ હુમલામાં કોઈનું મોત થયું નથી
  • લતાકિયા આયાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બંદર

દમાસ્કસ:ઝરાયેલના ફાઇટર જેટ્સે(Israeli fighter jets ) મંગળવારે વહેલી સવારે બંદરીય શહેર લતાકિયા(Latakia port) પર મિસાઇલો છોડી(air strikes) હતી. આ માહિતી આપતાં સીરિયન સેનાએ(Syria's army) કહ્યું કે આ હુમલામાં કોઈનું મોત થયું નથી.

હુમલાના કારણે કેટલાય કન્ટેનરમાં આગ લાગી

સીરિયાના રાજ્ય મીડિયાએ એક સૈન્ય અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે મિસાઇલો એ બંદર પર પડી જ્યાં ઘણા કન્ટેનર રાખવામાં આવ્યા હતા. હુમલાના કારણે કેટલાય કન્ટેનરમાં આગ(Fire in container due to attack) લાગી હતી.

ઈઝરાયેલની સેના તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી

સીરિયન રાજ્ય ટીવીએ બંદર પર પાંચ વિસ્ફોટો સાંભળ્યા હોવાના અહેવાલ હતા. જ્યાં કન્ટેનર રાખવામાં આવ્યા હતા તે વિસ્તારમાં એક વિશાળ આગ ફાટી નીકળી હતી, જેના કારણે અગ્નિશામકોને તે બાજુએ જવા માટે પૂછવામાં આવ્યું હતું. આ અંગે હજુ સુધી ઈઝરાયેલની સેના તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

ઈઝરાયેલની મિસાઈલોને તોડી પાડી

લતાકિયા આયાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બંદર છે. આ પહેલા પણ સીરિયાએ રાજધાની દમાસ્કસ પાસે ઈઝરાયેલની મિસાઈલોને તોડી પાડી હતી. દમાસ્કસની આસપાસના વિસ્તારો આ મિસાઇલોના નિશાન હતા. જોકે સીરિયાએ આ અંગે વિસ્તૃત માહિતી આપી નથી, જ્યારે ઈઝરાયેલ તરફથી પણ કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

હવામાં પ્રહાર કરતી મિસાઇલ છોડી હતી

યુદ્ધગ્રસ્ત દેશમાં તેની સૈન્ય કાર્યવાહી વિશે ઓછી માહિતી આપનાર ઈઝરાયેલની સેનાએ કોઈપણ હવાઈ હુમલાનો ઇનકાર કર્યો છે. સૈન્યએ માત્ર એટલું જ કહ્યું હતું કે સીરિયન બાજુએ ઈઝરાયેલની હવાઈ ક્ષેત્ર તરફ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છોડી હતી, જે ભૂમધ્ય સમુદ્ર પર તૂટી પડી હતી. મધ્ય ઈઝરાયેલના રહેવાસીઓને જમીન પર મિસાઇલોના અનેક ટુકડાઓ મળ્યા છે.

આતંકવાદી જૂથ હિઝબુલ્લાહનું સમર્થન કરે

ઈઝરાયેલે સીરિયામાં ઈરાન સાથે જોડાયેલા સૈન્ય થાણાઓ પર વર્ષોથી સેંકડો હુમલા કર્યા છે, પરંતુ ભાગ્યે જ આવી કામગીરીનો સ્વીકાર કર્યો છે.ઈઝરાયેલ તેની ઉત્તરીય સરહદેથી ઘૂસણખોરી માટે ઈરાનને દોષી ઠેરવે છે અને તેને ખતરા તરીકે જુએ છે. ઈઝરાયેલનું માનવું છે કે ઈરાન લેબનોન સ્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહનું (Iran Lebanon terrorist group Hezbollah )સમર્થન કરે છે. હિઝબુલ્લાહ સીરિયન સરકારી દળો સાથે લાંબા સમયથી ચાલતા ગૃહ યુદ્ધ લડી રહ્યો છે.

આ પણ વાંચોઃArmy Chief on Omicron: કોરોના હજી ખતમ નથી થયો

આ પણ વાંચોઃNASAએ એસ્ટરોઇડથી પૃથ્વીની સુરક્ષાને ચકાસવા માટે લોન્ચ કર્યું અવકાશયાન

ABOUT THE AUTHOR

...view details