ગુજરાત

gujarat

WAR 13th Day : યુદ્ધવિરામની ઘોષણા - રશિયા-યુક્રેનની બેઠકમાં કોઈ પરિણામ ન આવ્યું, ઘણા વિસ્તારોમાં યુદ્ધ ચાલુ

By

Published : Mar 8, 2022, 9:35 AM IST

રશિયાએ નાગરિકોને બહાર કાઢવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે, પરંતુ લડાઈ ચાલુ છે. યુક્રેને (Ukraine Russia War) ખાર્કિવમાં રશિયન મેજર જનરલ વિતાલી ગેરાસિમોવની (Sheen Major General Vitaly Gerasimov) હત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. તે જ સમયે, યુક્રેન-રશિયાની મંત્રણાના ત્રીજા રાઉન્ડનું કોઈ ખાસ પરિણામ આવ્યું નથી. મંત્રણાના ત્રીજા રાઉન્ડમાં માત્ર માનવતાવાદી કોરિડોર બનાવવા અંગે જ પ્રગતિ થઈ છે. તે જ સમયે, ભારતે રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવવાની ઓફર કરી છે.

WAR 13th Day : યુદ્ધવિરામની ઘોષણા - રશિયા-યુક્રેનની બેઠકમાં કોઈ પરિણામ ન આવ્યું, ઘણા વિસ્તારોમાં યુદ્ધ ચાલુ
WAR 13th Day : યુદ્ધવિરામની ઘોષણા - રશિયા-યુક્રેનની બેઠકમાં કોઈ પરિણામ ન આવ્યું, ઘણા વિસ્તારોમાં યુદ્ધ ચાલુ

કિવ:આજે રશિયા અને યુક્રેનયુદ્ધનો 13મો દિવસ છે (13th day of russia ukraine war). યુક્રેને (Ukraine Russia War) ખાર્કિવમાં રશિયન મેજર જનરલ વિતાલી ગેરાસિમોવની (Sheen Major General Vitaly Gerasimov) હત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. બે વખત બેઠક બાદ સોમવારે ફરીથી બંને દેશો વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત થઈ હતી, પરંતુ પરિણામ ફરી શૂન્ય આવ્યું હતું. જોકે, ત્રીજા રાઉન્ડની વાતચીતમાં માનવતાવાદી કોરિડોર બનાવવા અંગે પ્રગતિ થઈ છે. તમને જણાવી દઈએ કે રશિયાએ નાગરિકોને બહાર કાઢવા માટે સોમવાર સવારથી યુદ્ધવિરામ સાથે ઘણા વિસ્તારોમાં માનવતાવાદી કોરિડોર ખોલવાની જાહેરાત કરી છે. જો કે ખાલી કરાવવાના માર્ગો મોટાભાગે રશિયા અને તેના સાથી દેશો, બેલારુસ તરફ જતા હોય છે.

આ પણ વાંચો:પીએમ મોદીએ કરી રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત

રશિયન દળોએ કેટલાક યુક્રેનિયન શહેરો પર રોકેટ હુમલા ચાલુ રાખ્યા

નાગરિકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે કે કેમ તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. કોરિડોરની નવી જાહેરાત છતાં, રશિયન દળોએ કેટલાક યુક્રેનિયન શહેરો પર રોકેટ હુમલા અને કેટલાક વિસ્તારોમાં ભીષણ લડાઈ ચાલુ રાખી હતી. ઉત્તર, દક્ષિણ અને મધ્ય યુક્રેનના શહેરોમાં રશિયા દ્વારા ગોળીબાર ચાલુ હોવાથી હજારો યુક્રેનિયનો સુરક્ષિત રીતે ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે (Russian Ministry of Defense) સોમવારે જણાવ્યું હતું કે રાજધાની કિવ, દક્ષિણી બંદર શહેર મેરીયુપોલ, યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ અને સુમીમાંથી નાગરિકોને બહાર કાઢવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી.

સોમવારે રશિયા અને યુક્રેન વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત યોજાઈ હતી

સોમવારે રશિયા અને યુક્રેન વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત યોજાઈ હતી. વાટાઘાટો સમાપ્ત થયા પછી, યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના (Ukrainian President Volodymyr Zelensky) સલાહકારે જણાવ્યું હતું કે, સલામત કોરિડોરની રચના અંગે સાધારણ પ્રગતિ કરવામાં આવી છે. જો કે, તેમણે મીટિંગની વધુ વિગતો શેર કરી ન હતી. યુદ્ધમાં મૃત્યુઆંક સ્પષ્ટ નથી. ખાર્કિવ પ્રદેશ પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, ત્યાં એકલા 209 લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાંથી 133 નાગરિક હતા.

17 મિલિયનથી વધુ લોકોએ યુદ્ધગ્રસ્ત યુક્રેન છોડીને સુરક્ષિત સ્થળોએ આશરો લીધો

UN શરણાર્થી એજન્સીનું કહેવું છે કે, અત્યાર સુધીમાં 17 મિલિયનથી વધુ લોકોએ યુદ્ધગ્રસ્ત યુક્રેન છોડીને સુરક્ષિત સ્થળોએ આશરો લીધો છે. શહેરોમાં ગોળીબારમાં અન્ય ઘણા લોકો ફસાયા છે. મેરીયુપોલમાં ખોરાક, પાણી અને દવાઓની અછત છે. યુક્રેનિયન સત્તાવાળાઓએ કિવના ઉપનગરોમાં વિનાશક દ્રશ્ય વચ્ચે નાગરિકોને બહાર કાઢવામાં નિષ્ફળતાની જાણ કરી છે. બંને પક્ષોના અધિકારીઓ સોમવારે ત્રીજા રાઉન્ડની વાતચીત કરવાની પણ યોજના ધરાવે છે.

યુક્રેનિયન સરકારે આઠ માર્ગોની દરખાસ્ત કરી

નવા યુદ્ધવિરામ પ્રસ્તાવમાં મોટાભાગના બહાર નીકળવાના માર્ગો રશિયા અથવા તેના સાથી બેલારુસ તરફ છે. યુક્રેનના નાયબ વડાપ્રધાન ઇરિના વેરેશચુકે આ પગલાંને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. તેના બદલે યુક્રેનિયન સરકારે આઠ માર્ગોની દરખાસ્ત કરી હતી જે નાગરિકોને યુક્રેનના પશ્ચિમી પ્રદેશોમાં રશિયન ગોળીબાર વિના પ્રવેશની મંજૂરી આપશે.

યુદ્ધવિરામ કેટલો સમય અમલમાં રહેશે ?

એક રશિયન ટાસ્ક ફોર્સે જણાવ્યું હતું કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની (President of France Emanuel Macron) વિનંતી પર ખાલી કરાવવા માટે માનવતાવાદી કોરિડોરની જાહેરાત કરવામાં આવી હતી, જેમણે રવિવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) સાથે વાત કરી હતી. હાલમાં તે સ્પષ્ટ નથી કે યુદ્ધવિરામ કેટલો સમય અમલમાં રહેશે અને શું ટાસ્ક ફોર્સના નિવેદનમાં ઉલ્લેખિત વિસ્તારોની બહારના વિસ્તારોમાં લડાઈ અટકશે કે કેમ.

યુક્રેનિયન નાગરિકો રશિયા અને બેલારુસ જઈ શકશે

રક્ષા મંત્રાલય દ્વારા ટાંકીને રશિયન સમાચાર એજન્સી 'RIA નોવોસ્ટી' દ્વારા પ્રકાશિત કરાયેલ ખાલી કરાવવાના માર્ગો દર્શાવે છે કે યુક્રેનિયન નાગરિકો રશિયા અને બેલારુસ જઈ શકશે. ટાસ્ક ફોર્સે કહ્યું કે રશિયન સૈન્ય ડ્રોન દ્વારા યુદ્ધવિરામ પર નજર રાખશે. દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ (Ukrainian President Volodymyr Zelensky) કહ્યું, "જો આક્રમકતા ચાલુ રહેશે અને રશિયા યુક્રેન સામેની તેની યોજનાઓ નહીં છોડે તો અમને નવા પ્રતિબંધ પેકેજની જરૂર પડશે."

આ પણ વાંચો:Signs of Third World War: ચીનનો દાવો, તાઈવાનને ગણાવ્યું પોતાનુ અભિન્ન અંગ

પોપ ફ્રાન્સિસે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરી

પોપ ફ્રાન્સિસે પણ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. હકીકતમાં, તેમણે કહ્યું કે યુક્રેનમાં અત્યારે લોહી અને આંસુની નદીઓ વહી રહી છે. તેમણે કહ્યું છે કે આ માત્ર લશ્કરી કાર્યવાહી નથી, પરંતુ આ એક યુદ્ધ છે જે મૃત્યુ, વિનાશ અને ગરીબી લાવી રહ્યું છે.

વિશ્વયુદ્ધને લઈને ભારતનું આગળનું પગલું શું હશે ?

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદમીર ઝેલેન્સકી સાથે ફોન પર મહાન યુદ્ધને લઈને વાત કરી હતી. આ વિશ્વયુદ્ધને લઈને ભારતનું આગળનું પગલું શું હશે, દુનિયાની નજર પણ તેના પર છે. ભારતે રશિયા અને યુક્રેન બંને સાથેના ગાઢ સંબંધોનો લાભ લેવા અને વૈશ્વિક મંચ પર તેની વ્યૂહાત્મક ભૂમિકાને વધારવા માટે બંને દેશો વચ્ચે મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવવાની ઓફર કરી છે.

ABOUT THE AUTHOR

...view details