ગુજરાત

gujarat

Ukraine Russia Invasion : ભૂતપૂર્વ મિસ યુક્રેને છોડ્યું કીવ, કહી પોતાની આપવીતી

By

Published : Mar 9, 2022, 2:00 PM IST

ભૂતપૂર્વ મિસ યુક્રેને છોડ્યું કીવ, કહી પોતાની આપવીતી
ભૂતપૂર્વ મિસ યુક્રેને છોડ્યું કીવ, કહી પોતાની આપવીતી

ભૂતપૂર્વ મિસ યુક્રેન વેરોનિકા ડીડુસેન્કોએ (Former Miss Ukraine Veronica Didushenko) વિવિધ દેશોને રશિયન હુમલાનો સામનો કરવા માટે તેના દેશના લોકોને વધારાના શસ્ત્રો અને અન્ય લશ્કરી સાધનો આપવા વિનંતી કરી (Miss Ukraine pleads for help) છે. લોસ એન્જલસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેણે આ વાત કહી હતી.

લોસ એન્જલસ: ભૂતપૂર્વ મિસ યુક્રેન વેરોનિકા ડીડુશેન્કોએ (Former Miss Ukraine Veronica Didushenko) તેના સાત વર્ષના પુત્રને તેના વતન પરરશિયન હુમલા પછી કિવ છોડવાની કરુણ વાર્તા કહી છે. આ દરમિયાન તેણે વિશ્વના વિવિધ દેશોને રશિયન હુમલાનો સામનો કરવા માટે તેમના દેશના લોકોને વધારાના હથિયારો અને અન્ય સૈન્ય ઉપકરણો પ્રદાન કરવા માટે પણ અપીલ કરી (Miss Ukraine pleads for help) છે.

વેરોનિકાએ વર્ષ 2018માં મિસ યુક્રેનનો જીત્યો હતો તાજ

વેરોનિકાએ વર્ષ 2018માં મિસ યુક્રેનનો તાજ જીત્યો હતો. તેણે કહ્યું કે, તે અને તેનો પુત્ર રશિયન આક્રમણના પ્રથમ દિવસે હવાઈ હુમલા અને વિસ્ફોટના સાયરન્સના અવાજથી જાગી ગયા હતા. આ સાથે જ બંને રસ્તાઓ પર નીકળેલા હજારો લોકોની ભીડમાં સામેલ થઈ ગયા, જેઓ યુક્રેનથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ પણ વાંચો:WAR 14th Day : ઝેલેન્સકીએ કહ્યું, "રશિયાને આંતકવાદી દેશ જાહેર કરવો જોઈએ"

વેરોનિકા અને તેનો પુત્ર કોઈક રીતે યુક્રેનથી મોલ્ડોવા પહોંચ્યા

વેરોનિકાએ (Former Miss Ukraine Veronica Didushenko) કહ્યું કે, યુક્રેનની બોર્ડર સુધીના મારા પ્રવાસમાં એવી કોઈ જગ્યા નહોતી કે જ્યાં સાયરન ન વાગતું હોય. રોકેટ પડવાના અથવા બોમ્બ ધડાકાના અવાજો પણ સતત સંભળાતા હતા. ભૂતપૂર્વ મિસ યુક્રેને મહિલાઓના અધિકારો માટે લડતી US એટર્ની ગ્લોરિયા ઓલરેડની લોસ એન્જલસ ઓફિસમાં આયોજિત ન્યૂઝ કોન્ફરન્સમાં તેની વાર્તા કહી હતી. આ દરમિયાન ગ્લોરિયાએ જણાવ્યું હતું કે, તેની વેરોનિકા સાથે થોડા મહિના પહેલા જ મિત્રતા થઈ હતી. US એટર્ની અનુસા, વેરોનિકા અને તેનો પુત્ર કોઈક રીતે યુક્રેનથી મોલ્ડોવા પહોંચ્યા અને પછી અન્ય યુરોપિયન દેશોની મુસાફરી દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં પ્રવેશ્યા હતા. વેરોનિકાએ કહ્યું કે, તેણે તેના પુત્રને જીનીવામાં છોડીને અમેરિકા જવાનો નિર્ણય લેવો પડ્યો જેથી તે ગ્લોરિયા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી શકે.

લાખો યુક્રેનિયન બાળકો અને તેમની માતાઓ દરેક અવાજથી કંપી જાય છે : વેરોનિકા ડીડુશેન્કો

યુક્રેનિયન ધ્વજને મળતા આવતા વાદળી-પીળા ડ્રેસમાં સજ્જ વેરોનિકાએ કહ્યું કે, તેણી અને ગ્લોરિયાએ નક્કી કર્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women Day 2022) પર તેમના વતનમાં જમીનની સ્થિતિને આગળ લાવવાનું મહત્વપૂર્ણ છે. આ દરમિયાન વેરોનિકાએ જણાવ્યું કે, 'હાલમાં દેશના સબવે સ્ટેશનો અને બોમ્બ વિરોધી કેન્દ્રોમાં આશ્રય લેનારા લાખો યુક્રેનિયન બાળકો અને તેમની માતાઓ દરેક અવાજથી કંપી જાય છે. તેનાથી પણ વધુ દુઃખની વાત એ છે કે કેટલીક મહિલાઓ આવા સંજોગોમાં આ આશ્રયસ્થાનોમાં બાળકોને જન્મ આપી રહી છે.

આ પણ વાંચો:બાઇડનની જાહેરાત, અમેરિકામાં રશિયન તેલની આયાત પર પ્રતિબંધ

અમે અમારી આઝાદી અને તમારી આઝાદી માટે લડતા રહીશું : વેરોનિકા ડીડુશેન્કો

ભૂતપૂર્વ મિસ યુક્રેનના જણાવ્યા મુજબ, તેણી આ સપ્તાહના અંતે જીનીવા પરત ફરશે કારણ કે તેના પુત્ર માટે US વિઝા મેળવવાની તેણીની વિનંતી નકારી કાઢવામાં આવી છે. પત્રકાર પરિષદમાં, ગ્લોરિયાએ આશા વ્યક્ત કરી હતી કે બાઈડન વહીવટીતંત્ર આગામી દિવસોમાં વિઝા નિયમો હળવા કરશે જેથી વધુ યુક્રેનિયન નાગરિકો US આવી શકે. વેરોનિકાએ એમ પણ કહ્યું હતું કે, યુક્રેનિયનો તેમના દેશનો બચાવ કરવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ તેમને વધારાના શસ્ત્રો અને અન્ય વિનાના સાધનોની જરૂર છે. ભૂતપૂર્વ મિસ યુક્રેનએ કહ્યું કે, "યુક્રેનિયનોમાં તેમની જમીન અને ઘરોની રક્ષા કરવાની હિંમત છે, પરંતુ તેમને પૂર્વ અને ઉત્તર તરફથી સતત હુમલાઓને રોકવા માટે વધારાના શસ્ત્રો અને દારૂગોળાની સખત જરૂર છે." અમે અમારી આઝાદી અને તમારી આઝાદી માટે લડતા રહીશું.

ABOUT THE AUTHOR

...view details