ગુજરાત

gujarat

કાબુલ એરપોર્ટ પાસે થયેલો રોકેટ હુમલો આતંકીઓએ નહીં, પરંતુ અમેરિકાએ કર્યો હતો: એજન્સી

By

Published : Aug 29, 2021, 7:19 PM IST

Updated : Aug 29, 2021, 8:06 PM IST

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રવિવારે સાંજે એરપોર્ટ નજીકના રહેણાક વિસ્તારમાં રોકેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક બાળકનું મોત નિપજ્યું હતું અને ત્રણેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, આ હુમલા બાદ સાંજે 7 વાગ્યે સમાચાર એજન્સી રોઈટર્સે દાવો કર્યો છે કે, આ હુમલો એરપોર્ટ તરફ જઈ રહેલા સ્યુસાઈડ બોમ્બર્સને રોકવા માટે અમેરિકા દ્વારા કરવામાં આવ્યો છે.

કાબુલ એરપોર્ટ પાસે થયેલો રોકેટ હુમલો આતંકીઓએ નહીં
કાબુલ એરપોર્ટ પાસે થયેલો રોકેટ હુમલો આતંકીઓએ નહીં

  • કાબુલમાં હામિદ કરઝાઇ એરપોર્ટ નજીક થયો હતો બ્લાસ્ટ
  • હુમલામાં એક બાળકનું મોત અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત
  • બ્લાસ્ટ પાછળ ISIS-K નહીં, પરંતુ અમેરિકા જવાબદાર: એજન્સી

કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાનીમાં રવિવારે સાંજે એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર હામિદ કરજઈ એરપોર્ટ પાસેના રહેણાક વિસ્તારમાં એક ઘર પર રોકેટ વડે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, મોડીસાંજે સમાચાર એજન્સી રોઈટર્સે દાવો કર્યો હતો કે, અમેરિકા દ્વારા એરપોર્ટ તરફ જઈ રહેલા સ્યુસાઈડ બોમ્બર્સને અટકાવવા માટે આ એરસ્ટ્રાઈક કરવામાં આવી છે.

કાબુલ એરપોર્ટ પાસે થયેલો રોકેટ હુમલો

આ પણ વાંચો: આતંકી હુમલા અંગે કાશ્મીરમાં એલર્ટ, આંતકવાદીઓ દ્વારા LoC પર રેકી

તાલિબાન મુખ્ય એરફિલ્ડ પર કબજો જમાવવાની કરી રહ્યું છે તૈયારી

આ અગાઉ US પ્રમુખ જો બાઈડને વોશિંગ્ટન ડીસીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, તેમના કમાન્ડરોએ તેમને બીજા હુમલાની જાણ કરી છે. જે આગામી 24-36 કલાકમાં થઈ શકે છે. અમેરિકાએ રવિવારે કાબુલ એરપોર્ટ નજીક ચોક્કસ અને વિશ્વસનીય ખતરાની ચેતવણી આપી હતી. કારણ કે તેની સેનાઓ 31 ઓગસ્ટની સમયમર્યાદા સુધીમાં અફઘાનિસ્તાનમાંથી ખાલી કરાવવાનું કામ પૂર્ણ કરવા માગે છે. આ સાથે જ તાલિબાન મુખ્ય એરફિલ્ડ પર કબજો જમાવવાની તૈયારી કરી રહ્યું છે.

આ પણ વાંચો: કાબુલ એરપોર્ટ પર ફિદાયીન હુમલો કરનાર ISIS-K ભારત માટે પણ છે મોટો ખતરો

ISIS-K એ કાબુલમાં ગુરુવારે થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી

અત્રે ઉલ્લેખનીય છે કે, કાબુલ એરપોર્ટ નજીક ગત ગુરુવારે ટોળા પર થયેલા હુમલામાં 13 US કર્મચારીઓ અને 169 થી વધુ અફઘાની નાગરિકો માર્યા ગયા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને આ આત્મઘાતી બોમ્બ ધડાકા બાદ જવાબી કાર્યવાહીનું વચન આપ્યું હતું. અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટના સહયોગી ઇસ્લામિક સ્ટેટ-ખોરાસન (ISIS-K) એ કાબુલમાં હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે.

Last Updated : Aug 29, 2021, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details