ETV Bharat / bharat

કાબુલ એરપોર્ટ પર ફિદાયીન હુમલો કરનાર ISIS-K ભારત માટે પણ છે મોટો ખતરો

author img

By

Published : Aug 29, 2021, 5:55 PM IST

કાબુલના એરપોર્ટ પર ફિદાયીન હુમલો કરનાર સંગઠન ISIS ખોરાસન તેની નિર્દયતા માટે પ્રખ્યાત છે. પોતાને જેહાદી ગણાવતા આ સંગઠનને આઈએસ-કે (IS-K) પણ કહેવામાં આવે છે. આ આતંકીઓની પહોંચ ભારતમાં પણ છે. તેના વિશે વધુ જાણો...

ISIS-K
ISIS-K

  • કાબુલના એરપોર્ટ નજીક ગુરુવારે થયા હતા શ્રેણીબદ્ધ વિસ્ફોટ
  • હુમલામાં ઓછામાં ઓછા 103 લોકો મૃત્યુ પામ્યા હતા
  • આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ખોરાસન (ISIS-K) એ આ હુમલાની જવાબદારી લીધી

હૈદરાબાદ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના એરપોર્ટ નજીક ગુરુવારે શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા 103 લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. એક અફઘાન અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, એરપોર્ટ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 60 અફઘાની માર્યા ગયા અને 143 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ખોરાસન (ISIS-K) એ આ હુમલાની જવાબદારી લીધી છે. ISIS ખોરાસન (ISIS-K) ના આતંકવાદીઓ તેમના આત્મઘાતી હુમલા માટે પ્રખ્યાત રહ્યા છે. 2016 માં સંગઠને અમેરિકન અને નાટો સૈનિકોને નિશાન બનાવી કાબુલ સહિત અફઘાનના ઘણા શહેરોમાં ફિદાયીન હુમલા કર્યા હતા. તે તાલિબાનના હક્કાની નેટવર્ક અને પાકિસ્તાનમાં અન્ય આતંકવાદી સંગઠનોના પ્રાદેશિક સાથી પણ છે. જોકે તાલિબાન સાથે તેના મતભેદો છે.

કાબુલ એરપોર્ટ પર ફિદાયીન હુમલો કરનાર ISIS-K ભારત માટે પણ છે મોટો ખતરો
કાબુલ એરપોર્ટ પર ફિદાયીન હુમલો કરનાર ISIS-K ભારત માટે પણ છે મોટો ખતરો

ISIS પોતાને માને છે વૈશ્વિક જેહાદી

ISISની પ્રથમ જાણ 2006 માં થઇ હતી. બગદાદીએ તેનો પાયો નાખ્યો હતો. આ સંગઠન પોતાની જાતને કટ્ટર જેહાદી માને છે, સમગ્ર વિશ્વ જેનું લક્ષ્ય છે. તે ગ્લોબલ જેહાદની હિમાયત કરે છે. તેનો એજન્ડા વિશ્વભરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાનો છે. તેના નેતાઓ તાલિબાનને માત્ર અફઘાનિસ્તાનમાં શાસન કરવાના હેતુથી એક જૂથ તરીકે જૂએ છે. ISIS માં જોડાયેલા લોકોમાં સુન્ની ઇસ્લામની વહાબી અને સલાફી શાખાઓના લડવૈયાઓ છે. જેમાં મોટાભાગના તાલિબાન આતંકવાદીઓ ઇસ્લામના હનફી પંથને અનુસરે છે.

કાબુલ એરપોર્ટ પર ફિદાયીન હુમલો કરનાર ISIS-K ભારત માટે પણ છે મોટો ખતરો
કાબુલ એરપોર્ટ પર ફિદાયીન હુમલો કરનાર ISIS-K ભારત માટે પણ છે મોટો ખતરો

તાલિબાનને અમેરિકાનો એક હિસ્સો જણાવ્યો

ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા એટલે કે ISIS તાલિબાનને અમેરિકાનો એક હિસ્સો કહે છે. ISIS નો દાવો છે કે, તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં સત્તા પર કબજો મેળવવા માટે અમેરિકાના હિતમાં કરાર કર્યા છે. તે અફઘાનિસ્તાનમાં તાલિબાનનો વિજય થયો છે તે સ્વીકારવા તૈયાર નથી, પરંતુ કહે છે કે અમેરિકાએ અફઘાન શાસન તાલિબાનને પોતાની શરતો પર સોંપ્યું છે. તે અમેરિકાને પોતાનો સૌથી મોટો દુશ્મન માને છે. તેથી તેણે અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકો અને નાગરિકો પર આત્મઘાતી હુમલા કર્યા હતા.

કાબુલ એરપોર્ટ પર ફિદાયીન હુમલો કરનાર ISIS-K ભારત માટે પણ છે મોટો ખતરો
કાબુલ એરપોર્ટ પર ફિદાયીન હુમલો કરનાર ISIS-K ભારત માટે પણ છે મોટો ખતરો

પાકિસ્તાની આતંકવાદીઓ પણ સામેલ છે ISIS-K માં

અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઇરાન અને મધ્ય એશિયાના કેટલાક ભાગો ઇતિહાસમાં ખોરાસન તરીકે ઓળખાય છે. અત્યારે અફઘાનિસ્તાન અને સીરિયા વચ્ચેનો ભાગ ખોરાસન છે. જ્યાં ISIS ખોરાસનના આતંકવાદીઓ મોટા થાય છે. જ્યારે ઇરાક અને સીરિયામાં જ્યારે ઇસ્લામિક સ્ટેટનો દબદબાો હતો ત્યારે ઘણા જેહાદી સંગઠનો તેની સાથે જોડાયા હતા. જાન્યુઆરી 2015 માં ખોરાસનના જેહાદીઓએ ISIS-K ની સ્થાપના કરી હતી. તેમણે બગદાદીને પોતાના નેતા માન્યા હતા. અમેરિકાને ધિક્કારતા તાલિબાનમાં રહેલા સક્રિય પાકિસ્તાની અને અફઘાન આતંકવાદીઓ તેનો ભાગ બન્યા હતા. આ સિવાય તુર્કમેનિસ્તાન અને સીરિયાના લડવૈયાઓ પણ તેનો ભાગ છે.

શિયા સમુદાય પણ આતંકવાદીઓના નિશાના પર

ISIS-K એ ભૂતકાળમાં અફઘાનિસ્તાનમાં ઘણા આતંકવાદી હુમલા કર્યા છે. આ આતંકવાદી સંગઠને મે મહિનામાં કાબુલમાં એક કન્યાશાળા પર આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલામાં 68 લોકો માર્યા ગયા હતા અને 165 ઈજાગ્રસ્ત થયા હતા. ISIS- ખુરસાને જૂનમાં બ્રિટિશ- અમેરિકન હાલો (HALO) ટ્રસ્ટ પર પણ હુમલો કર્યો હતો. તેણે કાબુલ સહિત વિશ્વના ઘણા દેશોમાં સ્લીપર સેલ બનાવ્યા છે. તેનું નિશાના પર શિયા સમુદાય પણ છે.

ભારતમાં IS-K ના આતંકવાદીઓ પકડાઈ ગયા છે

IS-K આતંકી સંગઠનની પહોંચ ભારતમાં જમ્મુ -કાશ્મીર સિવાય પણ છે. 2020 માં NIA એ આ આતંકવાદી સંગઠનના 15 લોકોની લખનઉ, કાનપુર અને કેરળ સહિત કેટલાક શહેરોમાંથી ધરપકડ કરી હતી. તે ભારતમાં જુનેદ ઉલ ખલીફા નામની સંસ્થા મારફતે તેનું નેટવર્ક ચલાવતો હતો. તેમનું કામ સોશિયલ મીડિયા વેબસાઇટ્સ દ્વારા યુવાનોને ગેરમાર્ગે દોરવાનું અને તેમને આતંકવાદી બનાવવાનું હતું. તેની આડમાં ઘણા ભારતીયો ISIS માં જોડાવા માટે મધ્ય- પૂર્વમાં પહોંચ્યા હતા. જેઓની બાદમાં NIA દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. શિહાબ અલ- મુહાજીર આ આતંકવાદી સંગઠનનો નેતા છે. તે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, માલદીવ, પાકિસ્તાન, શ્રીલંકા અને મધ્ય એશિયાથી આ સંગઠનનું નિયંત્રણ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.