ગુજરાત

gujarat

India Slams Pakistan At UN: ભારતે UNમાં પાકિસ્તાનને લીધું આડેહાથ, કહ્યું- સૌ જાણે છે મુંબઈ-પુલવામાના હુમલાખોરો ક્યાંથી આવ્યા હતા

By

Published : Feb 15, 2022, 7:05 PM IST

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને આડેહાથ (India Slams Pakistan At UN)લીધું હતું. ભારતે વૈશ્વિક સમુદાય સામે આતંકવાદી સંગઠનો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. સાથે જ જણાવ્યું કે આપણે બધા જાણીએ છીએ કે આતંકવાદી હુમલા કરનારા ક્યાંથી આવ્યા હતા.

India Slams Pakistan At UN: ભારતે UNમાં પાકિસ્તાનને લીધું આડેહાથ, કહ્યું- સૌ જાણે છે મુંબઈ-પુલવામાના હુમલાખોરો ક્યાંથી આવ્યા હતા
India Slams Pakistan At UN: ભારતે UNમાં પાકિસ્તાનને લીધું આડેહાથ, કહ્યું- સૌ જાણે છે મુંબઈ-પુલવામાના હુમલાખોરો ક્યાંથી આવ્યા હતા

દિલ્હી: ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની આકરી ટીકા (India Slams Pakistan At UN) કરતા કહ્યું છે કે દુનિયા જાણે છે કે 2008માં મુંબઈમાં (2008 mumbai attack), 2016માં પઠાણકોટ (2016 pathankot attack) અને 2019માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા (2019 pulwama attack)ના ગુનેગારો ક્યાંથી આવ્યા હતા અને આ દુઃખદ વાત છે. આવા 'કાયર' કૃત્યો કરનારા પાડોશી દેશના સહકાર અને આતિથ્યનો આનંદ માણી રહ્યા છે.

આપણે સૌ જાણીએ છીએ હુમલાખોરો ક્યાંથી આવ્યા હતા

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના કાઉન્સિલર રાજેશ પરિહારે સોમવારે કહ્યું કે બરાબર 3 વર્ષ પહેલાં 14 ફેબ્રુઆરી, 2019ના રોજ 40 બહાદુર ભારતીય સુરક્ષાકર્મીઓ પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં (jaish e mohammed pulwama attack) શહીદ થયા હતા. પરિહારે દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયાના સભ્ય દેશો સાથે એક્ઝિક્યુટિવ ડિરેક્ટોરેટ ઑફ કાઉન્ટર-ટેરરિઝમ કમિટી (executive director of the counter-terrorism committee)ના કાર્ય પર ખુલ્લી ચર્ચા દરમિયાન ભારતનું રાષ્ટ્રીય નિવેદન આપ્યું હતું, જેમાં કહ્યું હતું કે, 'દુનિયા 2008માં મુંબઈ આતંકવાદી હુમલા, 2016માં પઠાણકોટ આતંકવાદી હુમલા અને 2019માં પુલવામા આતંકવાદી હુમલાની ભયાનકતાની સાક્ષી બની. આપણે બધા જાણીએ છીએ કે આ હુમલા કરનારા હુમલાખોરો ક્યાંથી આવ્યા હતા.

આ પણ વાંચો:Karnataka Hijab Controversy: હિજાબ વિવાદ પર પાકિસ્તાન અને અમેરિકાનો ચંચુપાત, ભારતની સ્પષ્ટ વાત

ઇમરાન ખાને ઓસામા બિન લાદેનને 'શહીદ' ગણાવ્યો હતો

પાકિસ્તાનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આ અફસોસજનક છે કે આ હુમલાઓના પીડિતોને હજુ સુધી ન્યાય મળ્યો નથી અને આ હુમલાને અંજામ આપનારા હુમલાખોરો, આમાં સહયોગ કરનારા અને આર્થિક મદદ કરનારાઓ હજુ પણ આઝાદ ફરે છે તેમજ દેશના સહયોગ અને આતિથ્ય-સત્કારનો આનંદ લઇ રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને (Prime Minister of Pakistan Imran Khan) માર્યા ગયેલા અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેનને 'શહીદ' ગણાવ્યો હતો. આનો ઉલ્લેખ કરતાં પરિહારે કહ્યું, "આતંકવાદનું આ કેન્દ્ર એવા આતંકવાદી સંગઠનો (Terrorist organizations In Pakistan)ને આશ્રય આપે છે કે જેઓ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત 150 સંસ્થાઓ અને વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવે છે અને તેના નેતાઓ ઘણીવાર આતંકવાદીઓની પ્રશંસા કરે છે અને તેમને 'શહીદ' કહે છે."

આ પણ વાંચો:અમૃતસરમાં ડ્રોન દ્વારા ફેંકાઈ વિસ્ફોટક સામગ્રી, BSF ચલાવી રહ્યું છે સર્ચ ઓપરેશન

આતંકવાદી સંગઠનો પર કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે

પરિહારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત આ આતંકવાદી હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા માટે 'સંપૂર્ણપણે પ્રતિબદ્ધ' છે. તેમણે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય 'આતંકવાદના કેન્દ્ર આ દેશ'થી તેના ક્ષેત્રમાં સક્રિય અને તેના નિયંત્રણ હેઠળ કાર્યરત આતંકવાદી સંગઠનો સામે વિલંબ કર્યા વિના અસરકારક, વિશ્વસનીય, ચકાસી શકાય તેવી અને મજબૂત કાર્યવાહી કરે. ભારતે કહ્યું કે વિશ્વએ આતંકવાદી માસ્ટરમાઇન્ડ્સને જવાબદાર ઠેરવવાની જરૂર છે.

કટ્ટરપંથી અને સાંપ્રદાયિક વિચારધારાથી આતંકવાદને વેગ મળ્યો

પરિહારે કહ્યું, "અમે ખ્રિસ્તીઓ, હિંદુઓ અને શીખો સહિત વંશીય, સાંપ્રદાયિક અને ધાર્મિક લઘુમતીઓ પર વારંવાર આતંકવાદી હુમલા (Terrorist Attack On Minorities In Pakistan) જોયા છે. અમારા પાડોશી દેશમાં ઉગ્રવાદી વિચારધારાના વિકાસને કટ્ટરવાદી સંગઠનોના આશ્રયથી વેગ મળ્યો છે. દેશ દ્વારા કટ્ટરપંથી અને સાંપ્રદાયિક વિચારધારાને મુખ્ય પ્રવાહમાં લાવવાથી આ ક્ષેત્રમાં આતંકવાદી માળખાના વિકાસ માટે યોગ્ય વાતાવરણ ઉભું થયું છે.

ભારતની આતંકવાદ સામે 'Zero tolerance'ની નીતિ

તેમણે કહ્યું કે, ભારત આતંકવાદ સામેની સામૂહિક વૈશ્વિક લડાઈમાં મોખરે રહ્યું છે અને આતંકવાદ પ્રત્યે 'શૂન્ય સહિષ્ણુતા'ની નીતિ (zero tolerance against terrorism)પર કામ કરી રહ્યું છે. 2019ની શરૂઆતમાં પુલવામા અને શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલાઓને યાદ કરતાં યુએન સુરક્ષા પરિષદની કાઉન્ટર-ટેરરિઝમ કમિટીના અધ્યક્ષ ટીએસ તિરુમૂર્તિએ સોમવારે જણાવ્યું હતું કે ISIL, અલ-કાયદા અને યુએન દ્વારા જાહેર કરાયેલા આતંકવાદી જૂથો અને 'એક દેશની જમીન અને સીમા પારથી પોતાની ગતિવિધિઓ સંચાલિત કરી રહેલા લોકો સામાન્ય નાગરિકો અને સૈન્ય માળખાને નિશાન બનાવવાનું યથવાત રાખી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details