ETV Bharat / bharat

અમૃતસરમાં ડ્રોન દ્વારા ફેંકાઈ વિસ્ફોટક સામગ્રી, BSF ચલાવી રહ્યું છે સર્ચ ઓપરેશન

author img

By

Published : Feb 9, 2022, 11:15 AM IST

અમૃતસરના અજનાલામાં (Explosives thrown by drone in Ajnala late night) ડ્રોનથી વિસ્ફોટકો છોડી પાકિસ્તાનું ફરી એકવાર નાપાક કૃત્ય સામે આવ્યું છે. આ ઘટનાને લઈને BSF (BSF running search operation) દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

અમૃતસરમાં ડ્રોન દ્વારા ફેંકાઈ વિસ્ફોટક સામગ્રી, BSF ચલાવી રહ્યું છે સર્ચ ઓપરેશન
અમૃતસરમાં ડ્રોન દ્વારા ફેંકાઈ વિસ્ફોટક સામગ્રી, BSF ચલાવી રહ્યું છે સર્ચ ઓપરેશન

અમૃતસરઃ પાકિસ્તાન દ્વારા વધુ એક નાપાક કૃત્ય કરવામાં આવ્યું છે. મોડી રાત્રે અમૃતસરના અજનાલામાં (Explosives thrown by drone in Ajnala late night) પાકિસ્તાન તરફથી ડ્રોનથી વિસ્ફોટકો છોડવામાં આવ્યા હતા. BSF દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ડ્રોન પાકિસ્તાન તરફ ફરી ગયું હતું. મળતી માહિતી મુજબ, અજનાલાના રામદાસ પોલીસ સ્ટેશન પાસે ભારત-પાકિસ્તાન બોર્ડર પર BOP પંજરાઈ ખાતે ડ્રોન જોવા મળ્યું હતું, ત્યારબાદ ફરજ પરના BSFના જવાનોએ ડ્રોન પર ગોળીબાર કરી હુમલો કર્યો હતો.

BSF અને પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું

BSFની આ કાર્યવાહી બાદ ડ્રોન પાકિસ્તાન તરફ પરત ફરી ગયું હતું. મળતી માહિતી મુજબ આ ડ્રોન પાકિસ્તાનથી આવ્યું છે. આ ઘટના બાદ BSF (BSF running search operation )અને પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. ડ્રોને ભારત તરફ એક વિસ્ફોટક ઉપકરણ છોડ્યું છે. હાલ BSFના અધિકારીઓ આ ઉપકરણની તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: jammu kashmir: કનાચક વિસ્તારમાં ડ્રોનને પાડી દેવાયુ

આપણા દેશના જવાનોએ પાકિસ્તાનની દરેક યોજનાને નિષ્ફળ બનાવી

પંજાબને અડીને આવેલી બોર્ડર પર પાકિસ્તાન દ્વારા સમયાંતરે આવી નાપાક હરકતો કરવામાં આવે છે. ડ્રોન દ્વારા તે ભારતમાં વિસ્ફોટકો, માદક પદાર્થો અને અન્ય શંકાસ્પદ વસ્તુઓ મોકલે છે. જો કે દરેક વખતે પાકિસ્તાનને તેની નિષ્ફળતાનો કરવો પડ્યો છે. આપણા દેશના બહાદુર જવાનોએ પાકિસ્તાનની દરેક યોજનાને નિષ્ફળ બનાવી છે.

આ પણ વાંચો: કપરાડામાં મળી વિસ્ફોટક સામગ્રી, પોલીસે જથ્થો જપ્ત કરી તપાસ હાથ ધરી

ડ્રોન મેડ ઈન ચાઈના હતું

આ પહેલા ડિસેમ્બરમાં પણ BSFએ પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક એક ડ્રોનને તોડી પાડ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, ડ્રોન પાકિસ્તાનના વિસ્તારમાંથી ઉડાડવામાં આવ્યું હતું. આ ડ્રોન મેડ ઈન ચાઈના હતું. છેલ્લા કેટલાક મહિનામાં સરહદી વિસ્તારોમાં ડ્રોન મળવાના બનાવોમાં વધારો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.