ગુજરાત

gujarat

J 10C Fighter Jet Pakistan: પાકિસ્તાને ચીન પાસેથી 25 ફાઈટર જેટ ખરીદ્યા

By

Published : Dec 30, 2021, 8:45 AM IST

ભારત દ્વારા રાફેલ ફાઈટર જેટની ખરીદીના જવાબમાં પાકિસ્તાને ચીન પાસેથી 25 J-10C ફાઈટર જેટ(J 10c Fighter Jet Pakistan) ખરીદ્યા છે. પાકિસ્તાનના ગૃહ પ્રધાન શેખ રાશિદ અહેમદે(Pakistan HM Sheikh Rasheed) જણાવ્યું હતું કે, આવતા વર્ષે 23 માર્ચે પાકિસ્તાન દિવસની ઉજવણીમાં 25 J-10C એરક્રાફ્ટની સ્ક્વોડ્રન ભાગ લેશે.

J 10c Fighter Jet Pakistan : પાકિસ્તાને ચીન પાસેથી 25 J 10C ફાઈટર જેટ ખરીદ્યા
J 10c Fighter Jet Pakistan : પાકિસ્તાને ચીન પાસેથી 25 J 10C ફાઈટર જેટ ખરીદ્યા

ઈસ્લામાબાદ: પાકિસ્તાને ચીન પાસેથી 25 મલ્ટી-રોલ J-10C ફાઈટર જેટની (China made J-10C Fighter Jets) આખી સ્ક્વોડ્રન ખરીદી છે. ભારત દ્વારા રાફેલ ફાઈટર જેટ(J 10c Fighter Jet Pakistan) ખરીદવાના જવાબમાં પાકિસ્તાને આ વિમાનો ખરીદ્યા છે. પાકિસ્તાનના ગૃહપ્રધાન શેખ રાશિદ અહેમદે(Pakistan HM Sheikh Rasheed) બુધવારે આ જાણકારી આપી હતી.

J-10C ચીનના શ્રેષ્ઠ ફાઈટર એરક્રાફ્ટમાંથી એક છે

શેખ રાશિદ અહેમદે રાવલપિંડીમાં જણાવ્યું હતું કે 25 J-10C એરક્રાફ્ટની આખી સ્ક્વોડ્રન આવતા વર્ષે 23 માર્ચે પાકિસ્તાન દિવસની ઉજવણીમાં ભાગ લેશે. J-10C ચીનના શ્રેષ્ઠ ફાઈટર એરક્રાફ્ટમાંથી એક માનવામાં આવે છે. J-10C તમામ પ્રકારના હવામાનમાં ઉડવા માટે સક્ષમ છે. જો કે પાકિસ્તાન પાસે યુએસ નિર્મિત એફ-16 ક્લાસ ફાઈટરનો કાફલો છે.

J-10C એરક્રાફ્ટ પાક-ચીન સંયુક્ત કવાયતમાં સામેલ

ગયા વર્ષે, J-10C એરક્રાફ્ટ પાક-ચીન સંયુક્ત કવાયતમાં સામેલ(Pakistan buys Fighter from China) થયા હતા, જ્યાં પાકિસ્તાનના સંરક્ષણ નિષ્ણાતોને આ ફાઇટર એરક્રાફ્ટનું નજીકથી પરીક્ષણ કરવાની તક મળી હતી. આ સંયુક્ત કવાયત પાકિસ્તાનમાં 7 ડિસેમ્બરે શરૂ થઈ હતી અને લગભગ 20 દિવસ સુધી ચાલી હતી. જેમાં ચીને J-10C, J-11B જેટ્સ, KJ-500 (Early Warning Aircraft) અને Y-8 ઈલેક્ટ્રોનિક વોરફેર એરક્રાફ્ટ મોકલ્યા હતા, જ્યારે પાકિસ્તાને JF-17 અને મિરાજ III ફાઈટર સાથે ભાગ લીધો હતો.

પાકિસ્તાન સંરક્ષણ વધારવા માટે જેટ્સની શોધમાં

પાકિસ્તાન પાસે યુએસ નિર્મિત એફ-16 ફાઈટર જેટ્સનો(F-16 fighter jets Pakistan) કાફલો છે, જેને રાફેલના હરીફ માનવામાં આવે છે, પરંતુ ભારતે ફ્રાન્સ પાસેથી રાફેલ જેટ ખરીદ્યા પછી, પાકિસ્તાન તેના સંરક્ષણને(Pakistan Defense) વધારવા માટે નવા મલ્ટીરોલ ઓલ-વેધર જેટ્સની શોધમાં હતું. લગભગ પાંચ વર્ષ પહેલાં, ભારતે વાયુસેનાની લડાયક ક્ષમતાઓને વધારવા માટે 59,000 કરોડના સોદાના ભાગ રૂપે 36 રાફેલ જેટ ખરીદવા માટે ફ્રાન્સ સાથે કરાર કર્યો હતો. ભારતને ફ્રાન્સ પાસેથી રાફેલ જેટનો પહેલો માલ મળ્યો છે.

આ પણ વાંચોઃ Rajasthan Aircraft Crash : મિગ-21 એરક્રાફ્ટ ક્રેશ, પાઇલટ શહીદ

આ પણ વાંચોઃ ભારતીય સરહદ નજીક હાઈવે પર લેન્ડ કરાયુ વાયુસેનાનું એરક્રાફ્ટ, જૂઓ વીડિયો...

ABOUT THE AUTHOR

...view details