ETV Bharat / bharat

Rajasthan Aircraft Crash : મિગ-21 એરક્રાફ્ટ ક્રેશ, પાઇલટ શહીદ

author img

By

Published : Dec 25, 2021, 8:11 AM IST

ભારતીય વાયુસેનાનું એક મિગ-21 ફાઇટર એરક્રાફ્ટ રાજસ્થાનના જેસલમેર નજીક ક્રેશ(Rajasthan Aircraft Crash) થયું છે. રાજસ્થાનના જેસલમેરમાં મિગ-21 ફાઇટર એરક્રાફ્ટ ક્રેશ(MiG 21 Aircraft Crash) થતાં પાયલટના મુત્યુના સમાચાર સામે આવી રહ્યા છે.

Rajasthan Aircraft Crash : મિગ-21 એરક્રાફ્ટ ક્રેશ, પાઇલટ શહીદ
Rajasthan Aircraft Crash : મિગ-21 એરક્રાફ્ટ ક્રેશ, પાઇલટ શહીદ

જયપુરઃ રાજસ્થાનના સરહદી જિલ્લા જેસલમેરમાં શુક્રવારે રાત્રે ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ(Rajasthan Aircraft Crash) થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનના પાયલટ વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાનું મૃત્યું થયું છે. ભારતીય વાયુસેનાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા કરવામાં આવેલા ટ્વિટ અનુસાર ભારતીય વાયુસેનાનું મિગ-21 વિમાન શુક્રવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે પશ્ચિમી સેક્ટરમાં ક્રેશ(MiG 21 Aircraft Crash) થયું હતું.

વિમાન તાલીમી ઉડાન પર હતું

વાયુસેનાએ કહ્યું કે આ અકસ્માતમાં વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાનું મૃત્યુ(Aircraft Crash in Rajasthan Pilot Martyred) થયું છે અને એરફોર્સ તેમના પરિવાર સાથે ઉભો છે. IAFના જણાવ્યા અનુસાર, વિમાન તાલીમી ઉડાન પર હતું અને દુર્ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

રેતાળ વિસ્તારોમાં ફાઈટર પ્લેન ક્રેશ

આ પહેલા જેસલમેરના પોલીસ અધિક્ષક અજય સિંહે જણાવ્યું હતું કે સેમના રેતાળ વિસ્તારોમાં ફાઈટર પ્લેન ક્રેશ(MiG 21 Fighter Jet Crashes In Rajasthan) થયું છે. સુમ પોલીસ સ્ટેશનના એસએચઓ દલપત સિંહે જણાવ્યું હતું કે, પ્લેન સુદાસરી પાસે રેતીના ટેકરામાં ક્રેશ થયું હતું. પોલીસને રાત્રે લગભગ 8.30 વાગ્યે આ અકસ્માતની માહિતી મળી હતી. સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે(Indian Air Force MiG 21 Aircraft Crashes) પહોંચી ગઈ છે.

આ પણ વાંચોઃ Exclusive: આ સુરતીએ 58 વર્ષે કરી PHD, પાણી અને જમીનથી ટેક ઓફ અને લેન્ડ કરી શકે તેવું સ્વદેશી એરક્રાફ્ટ ડિઝાઇન કર્યું

આ પણ વાંચોઃ coonoor helicopter crash : ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.