ગુજરાત

gujarat

અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી છેલ્લા 24 કલાકમાં 7,500 લોકોને બહાર કાઢ્યા: વ્હાઇટ હાઉસ

By

Published : Aug 27, 2021, 9:38 AM IST

Updated : Aug 27, 2021, 10:14 AM IST

કાબુલ એરપોર્ટ અને બેરોન હોટેલમાં જોરદાર વિસ્ફોટ થયા બાદ અમેરિકાએ ગુરુવારે અફઘાનિસ્તાનમાંથી 7,500 લોકોને બહાર કા્યા હતા, જેમાં 13 અમેરિકી સૈનિકો માર્યા ગયા હતા અને વધારાના 15 સર્વિસ સભ્યો તેમજ અસંખ્ય અફઘાન નાગરિકો ઘાયલ થયા હતા.

amrica
અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી છેલ્લા 24 કલાકમાં 7,500 લોકોને બહાર કા્યા: વ્હાઇટ હાઉસ

  • અમેરીકા પોતાના નાગરીકોને અફઘાનિસ્તાનમાથી કાઢવા માટે કટીબદ્ઘ
  • અમેરીકાએ 13,400 લોકોને બહાર કાઢ્યા
  • અમેરીકા ચલાવી રહ્યુ છે મિશન

વોશ્ગિટંન: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા વચ્ચે ત્યા ફસાયેલા લોકો માટે એમેરીકા અભિયાન ચલાવી રહ્યું છે. વ્હાઈટ હાઉસના એક એધિકારીએ ગુરૂવારે જણાવ્યું કે," અમેરીકાએ અફઘાનિસ્તાનથી 13,400 લોકોને બહાર નિકાળ્યા છે. 14 ઓગસ્ટ બાદ અમેરીકાએ લગભગ 95,700 લોકોનને બહાર કાઢવામાં મદદ કરી છે".

વ્હાઈટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે, " 25 ઓગસ્ટની સવારે 3 વાગે સુધી લગભગ 13,400 લોકોને અફઘાનિસ્તાનમાંથી કાઢવામાં આવ્યા હતા.17 અમેરીકી સેન્ય ફ્લાઈટ્સએ કાબુલમાંથી લગભગ 5,100 લોકોને નિકાળ્યા હતા. આ સિવાય 74 સંગઠન વિમાનોએ લગભગ 8,300 લોકોને ત્યાથી બહાર કાઢ્યા હતા. જુલાઈના અંત સુધી અમે 1,01,300 લોકોને બહાર કાઢ્યા હતા".

આ પણ વાંચો : કાબુલ એરપોર્ટ વિસ્ફોટને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિએ આપ્યું નિવેદન, હુમલો કરનારને છોડશું નહિ

તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ અમેરીકી સેનાએ પોતાના નાગરિકોને કાઢવા માટે પાછલા સપ્તાહે એરપોર્ટ પર પોતાનું નિયત્રંણ કર્યું હતુ. અમેરીકા કાબુલ એરપોર્ટથી પ્રતિદિન હજારો લોકો દેશમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.CNNના અનુસાર અફઘાનિસ્તાનમાંથી લગભગ 150 અમેરીકી નાગરિક બચ્યા છે. અમેરીકી વિદેશ પ્રધાન એંટની બ્લિંકને બુધવારે કહ્યું હતું કે," અમેરીકી નાગરીકો અને જોખમ વાળા અફઘાન 31 ઓગસ્ટ બાદ પણ દેશ છોડી શકશે. અભિયાન 31 ઓગસ્ટ સુધી ચાલુ રેહેશે". તેમણે આગળ કહ્યું કે, "અમેરીકા અને દુનિયાના બીજા 144 દેશોમાંથી વધારે લોકોએ એક નિવેદન બહાર પાડ્યા અનુસાર તાલિબાનને ખબર પડી ગઈ છે કે જે નાગરીકોને દેશની બહાર જવુ છે તેમની સુરક્ષા તેના હાથમાં છે.

આ પણ વાંચો :કાબુલ એરપોર્ટ પર ભયાનક વિસ્ફોટ, મોટી સંખ્યામાં લોકોના મોતની આશંકા

Last Updated :Aug 27, 2021, 10:14 AM IST

ABOUT THE AUTHOR

...view details