ETV Bharat / international

કાબુલ એરપોર્ટ પર હુમલો કરનારને છોડીશું નહી - જો બાઇડન

author img

By

Published : Aug 27, 2021, 9:29 AM IST

Updated : Aug 27, 2021, 1:37 PM IST

કાબુલ એરપોર્ટ નજીક બોમ્બ વિસ્ફોટમાં બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને ચેતવણી આપી છે કે અમે હુમલાખોરોને માફ નહીં કરીએ. અમે ભૂલીશું નહીં તમારે પણ કિંમત ચૂકવવી પડશે.

કાબુલ એરપોર્ટ વિસ્ફોટને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિએ આપ્યું નિવેદન, હુમલો કરનારને છોડશું નહિ
કાબુલ એરપોર્ટ વિસ્ફોટને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિએ આપ્યું નિવેદન, હુમલો કરનારને છોડશું નહિ

  • કાબુલ એરપોર્ટ પાસે બોમ્બ ધડાકામાં અમેરિકન સૈનિકોના મોત
  • રાષ્ટ્રપતિ જો બિડેને આપ્યું નિવેદન
  • હુમલામાં ઓછામાં ઓછા 72 લોકો માર્યા ગયા

કાબુલ/વોશિંગ્ટન: કાબુલ એરપોર્ટ પાસે બોમ્બ ધડાકામાં અમેરિકન સૈનિકોના મોત બાદ રાષ્ટ્રપતિ જો બાઇડને જણાવ્યું કે, અમે હુમલાખોરોને માફ નહીં કરીએ. અમે ભૂલીશું નહીં. તમારે પણ કિંમત ચૂકવવી પડશે. અમે અમેરિકન નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી ઉગારીશું. અમે અમારા અફઘાન સાથીઓને બહાર કાઢી શું અને અમારું મિશન ચાલુ રહેશે.

કાબુલ એરપોર્ટની બહાર આત્મઘાતી હુમલો

કાબુલ એરપોર્ટની બહાર આત્મઘાતી હુમલા બાદ યુએસ પ્રમુખ જો બિડેને કહ્યું - 'અત્યાર સુધી કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલામાં તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ વચ્ચે ભાગીદારીના કોઈ પુરાવા નથી. '

હુમલામાં 60 અફઘાનના મોત

ગુરુવારના રોજ અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પાસે બે આત્મઘાતી હુમલાખોરો અને બંદૂકધારીઓ દ્વારા ટોળા પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 72 લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. એક અફઘાન અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે એરપોર્ટ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 60 અફઘાન માર્યા ગયા હતા અને 143 અન્ય ઘાયલ થયા હતા.

ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે જોડાયેલા લોકો દ્વારા કરવામાં આવ્યો હુમલો

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન લોકોને પાછા ખેંચવાના કામની દેખરેખ રાખતા જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ કહ્યું કે અમેરિકા કાબુલ એરપોર્ટના કાવતરાખોરોને શોધી કાઢશે. તેમણે આજે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે જોડાયેલા લોકો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. તેને ડર હતો કે, આવા વધુ હુમલાઓ થઈ શકે છે. અફઘાનિસ્તાનમાં હોસ્પિટલો ચલાવતી એક ઇટાલિયન સંસ્થાએ જણાવ્યું કે તેઓ એરપોર્ટ હુમલામાં ઘાયલ 60 લોકોની સારવાર કરી રહ્યા છે, જ્યારે અન્ય 10 લોકો હોસ્પિટલ જતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા.

અફઘાનિસ્તાનમાં સંસ્થાના મેનેજર માર્કો પુનનિતે જણાવ્યું

અફઘાનિસ્તાનમાં સંસ્થાના મેનેજર માર્કો પુનનિતે જણાવ્યું કે, સર્જનો રાત્રે પણ સેવા આપશે. તેમણે કહ્યું કે ઘાયલોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે કાબુલ એરપોર્ટ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરતા જણાવ્યું કે, બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસને હુમલાને બર્બર ગણાવ્યો હતો. અને કહ્યું હતું કે ખાલી કરાવવાની કામગીરી ઝડપથી ચાલું રાખવાની જરૂર છે.

કાબુલ એરપોર્ટ હુમલામાં ઇસ્લામિક સ્ટેટનો હાથ

એક અમેરિકી અધિકારીનું કહેવું છે કે તે "ચોક્કસપણે માનવામાં આવે છે" કે કાબુલ એરપોર્ટ નજીક થયેલા હુમલા પાછળ આતંકવાદી જૂથ ઇસ્લામિક સ્ટેટનો હાથ છે. ઇસ્લામિક સ્ટેટ જૂથ તાલિબાન કરતાં વધુ ઉગ્રવાદી છે અને તેણે નાગરિકો પર અનેક હુમલા કર્યા છે. એક અમેરિકી અધિકારીએ નામ ન આપવાની શરતે બોલતા કહ્યું કે, આ વિસ્તારને લક્ષ્યાંકિત કરવામાં આવ્યો હોવા છતાં, કાબુલ એરપોર્ટ પરથી ફ્લાઇટ્સ ખાલી કરાવવા માટે લેવામાં આવી રહી છે.

પેન્ટાગોનના પ્રવક્તા જોન કિર્બીએ જણાવ્યું

પેન્ટાગોનના પ્રવક્તા જોન કિર્બીએ જણાવ્યું હતું કે, એક વિસ્ફોટ એરપોર્ટના પ્રવેશ દ્વાર પાસે અને બીજો હોટેલથી થોડે દૂર થયો હતો. તેમણે કહ્યું કે, હુમલામાં સૈનિકો સહિત ઘણા લોકો માર્યા ગયા હતા પરંતુ કોઈ આંકડા આપ્યા ન હતા.

બીજો વિસ્ફોટ હોટેલ બરોન પાસે થયો

બીજો વિસ્ફોટ હોટેલ બરોન પાસે થયો, જ્યાં અફઘાન, બ્રિટિશ અને અમેરિકન નાગરિકો, અન્ય લોકો વચ્ચે, જેઓ દેશ છોડવા માટે એરપોર્ટ પર જતા પહેલા તાજેતરના દિવસોમાં અહીં રહેતા હતા. તે જ સમયે, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કાબુલ એરપોર્ટ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે આ ઘટના અફઘાનિસ્તાનમાં જમીનની સ્થિતિની અસ્થિરતા દર્શાવે છે.

ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન દુજારીકે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું

ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન દુજારીકે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, "મહાસચિવ કાબુલની વર્તમાન પરિસ્થિતિ અને ખાસ કરીને એરપોર્ટ પરની પરિસ્થિતિ અંગે ચિંતિત છે અને તેની નજીકથી દેખરેખ રાખી રહ્યા છે." તેમણે આ આતંકવાદી હુમલાની નિંદા કરી જેમાં ઘણા નાગરિકો માર્યા ગયા અને ઘાયલ થયા. તે મૃતકોના પરિવારજનો પ્રત્યે તેમની ડી સંવેદના વ્યક્ત કરે છે. દરમિયાન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે થોડા કલાકો પહેલા થયેલા વિસ્ફોટોને કારણે કાબુલ એરપોર્ટ નજીકની પરિસ્થિતિ ગંભીર રીતે બગડી હતી.

વિસ્ફોટ અંગેની આ માહિતી

બ્રિટીશ સશસ્ત્ર દળના પ્રધાન જેમ્સ હેપ્પીએ બીબીસીએ દિવસની શરૂઆતમાં કહ્યું હતું કે "ખૂબ જ વિશ્વસનીય" ગુપ્ત માહિતી છે કે ઇસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાન છોડવાના પ્રયાસમાં કાબુલ એરપોર્ટ પર ભેગા થયેલા લોકો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. વિસ્ફોટ અંગેની આ માહિતી પશ્ચિમી દેશો દ્વારા હુમલાની આશંકા બાદ કલાકો પહેલા સામે આવી છે.

Last Updated : Aug 27, 2021, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.