ગુજરાત

gujarat

મની લોન્ડરિંગ કેસ: EDએ વિજય દેવરાકોન્ડાની 9 કલાક સુધી કરી પૂછપરછ

By

Published : Dec 1, 2022, 11:22 AM IST

મની લોન્ડરિંગ કેસ (money laundering case)માં ED દ્વારા લગભગ 9 કલાક સુધી વિજય દેવરાકોન્ડા (vijay devarakonda)ની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ પછી અભિનેતાએ કહ્યું કે, તે ચાહકોના કારણે ફસાઈ ગયો.

મની લોન્ડરિંગ કેસ: EDએ વિજય દેવરાકોંડાની 9 કલાક સુધી કરી પૂછપરછ
મની લોન્ડરિંગ કેસ: EDએ વિજય દેવરાકોંડાની 9 કલાક સુધી કરી પૂછપરછ

હૈદરાબાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે મની લોન્ડરિંગ કેસ (money laundering case)ના સંબંધમાં દક્ષિણ અભિનેતા વિજય દેવરકોન્ડા (vijay devarakonda)ની પૂછપરછ કરી હતી. EDએ અભિનેતા પાસેથી FAEMA (Foreign Exchange Management Actor)ની તપાસના સંબંધમાં તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'લિગર'(Liger) માટે ભંડોળના સોર્સિંગના સંબંધમાં હૈદરાબાદમાં પૂછપરછ કરીને તેની પાસેથી માહિતી માંગી છે. EDએ અભિનેતાની લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. ED એક્ટર ફિલ્મ 'લિગર'ને લગતી ચૂકવણીની તપાસ કરી રહી છે.

વિજય દેવરકોન્ડાએ શું કહ્યું:ED દ્વારા પૂછપરછ કર્યા પછી અભિનેતાએ મીડિયાને કહ્યું કે, તેમણે ED દ્વારા પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે. આ પૂછપરછનું કારણ અભિનેતાએ ચાહકોના પ્રેમની આડઅસર અને સમસ્યા હોવાનું જણાવ્યું છે. અભિનેતાએ કહ્યું, 'તમે બધા જે પ્રેમ આપો છો, તેમાં કેટલીક સમસ્યાઓ અને પરેશાનીઓ હશે. પરંતુ આ પણ એક અનુભવ છે અને આ જીવન છે. જ્યારે મને બોલાવવામાં આવ્યો ત્યારે મેં મારી ફરજ બજાવી છે. મેં તમામ પ્રશ્નોના યોગ્ય જવાબો આપ્યા છે.' જ્યારે અભિનેતાને પૂછવામાં આવ્યું કે, શું તેને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવશે. તો તેમણે નકારાત્મક જવાબ આપ્યો હતો.

'લિગર'ની ફિલ્મમેકરની પૂછપરછ: અગાઉ કરણજોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'લિગર'ના નિર્દેશક પુરી જગન્નાથ અને નિર્માતા ચાર્મી કૌરને પણ EDએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ દિવસોથી EDએ તેમની લગભગ 12 કલાક પૂછપરછ કરી હતી. નોંધપાત્ર રીતે કોંગ્રેસના નેતા બક્કા જડસને ફિલ્મમાં શંકાસ્પદ રીતે રોકાણ કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી.

કોંગ્રેસ નેતાની ફરિયાદ:કોંગ્રેસના નેતાના જણાવ્યા અનુસાર ઘણા નેતાઓએ ફિલ્મ લિગરમાં પૈસા રોક્યા હતા. જેના દ્વારા તેઓ કાળા નાણાંને સફેદમાં બદલવા માટે આ પદ્ધતિને શ્રેષ્ઠ માની રહ્યા હતા. કોંગ્રેસ નેતાની ફરિયાદને ધ્યાનમાં લઈને EDએ આ મામલાના તળિયે જવા માટે લિગરના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓની પૂછપરછ કરી. વિજય અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ 'લિગર' આ વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થઈ હતી. જે બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ હતી. વિજયની આ પહેલી બોલિવૂડ ફિલ્મ હતી. જે અસફળ રહી હતી.

ABOUT THE AUTHOR

...view details