ગુજરાત

gujarat

'Stop raping us': યુક્રેનમાં જાતીય હિંસાનો વિરોધ કરવા ટોપલેસ મહિલાએ કાન્સના રેડ કાર્પેટ પર તોફાન કર્યું

By

Published : May 21, 2022, 5:31 PM IST

મહિલાએ પોતાની બોડી પર એક મેસેજ લખીને આ પ્રોટેસ્ટ કર્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલાએ પોતાની બોડી પર પેઈન્ટ કર્યો હતો અને યુક્રેનનો ધ્વજ બનાવ્યો હતો.(Ukraine women protest in Cannes) તેની સાથે જ મહિલાએ ધ્વજની ઉપર બ્લેક કલરથી એક મેસેજ લખ્યો હતો કે 'સ્ટોપ રેપિંગ અસ'(Stop raping us).

'Stop raping us': યુક્રેનમાં જાતીય હિંસાનો વિરોધ કરવા ટોપલેસ મહિલાએ કાન્સના રેડ કાર્પેટ પર તોફાન કર્યું
'Stop raping us': યુક્રેનમાં જાતીય હિંસાનો વિરોધ કરવા ટોપલેસ મહિલાએ કાન્સના રેડ કાર્પેટ પર તોફાન કર્યું

કાન્સઃ યુક્રેનમાં મહિલાઓ વિરુદ્ધ જાતીય હિંસાનો (Sexual Violence Against Women In Ukraine) વિરોધ કરી રહેલી અર્ધ નગ્ન મહિલા પ્રદર્શનકારીને શુક્રવારે કાન્સની (Ukraine women protest in Cannes) રેડ કાર્પેટ પરથી હટાવી દેવામાં આવી હતી.હોલીવુડ રિપોર્ટરે અહેવાલ આપ્યો છે કે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એસેમ્બલ ફોટોગ્રાફરોની સામે બૂમો પાડતી વખતે મહિલાએ તેના તમામ કપડાં ઉતારી દીધા હતા. સિક્યોરિટી ગાર્ડ તેની પાસે દોડી આવ્યા અને તેને કોટથી ઢાંકતા જોવા મળ્યા. તેણીના શરીરને યુક્રેનિયન ધ્વજના રંગોમાં રંગવામાં આવ્યું હતું અને તેની છાતી અને પેટ પર 'અમારો બળાત્કાર બંધ કરો' (Stop raping us) શબ્દો લખેલા હતા હતા. મહિલાની પીઠ અને પગ પણ લોહીથી લાલ દેખાતા હતા અને તેની પીઠ પર 'SCUM' લખેલું હતું.

આ પણ વાંચો:પ્રસિદ્વ ગાયક ઉદિત નારાયણે બોલિવૂડમાં 40 વર્ષ પૂર્ણ કર્યા

ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર સૌને ચોંકાવી દીધા: કાન્સમાં આ ઘટના ફિલ્મમેકર જ્યોર્જ મિલરની ફિલ્મ 'થ્રી થાઉઝેન્ડ યર્સ ઓફ લોન્ગિંગ' ના પ્રીમિયર દરમિયાન થઈ. આ ફિલ્મમાં ઇદ્રીસ એલ્બા અને ટિલ્ડા સ્વિંટન લીડ રોલમાં છે. આ ઘટનાએ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર સૌને ચોંકાવી દીધા હતા. જ્યારે ધટના બની ત્યારે ડિરેક્ટર અને સ્ટાર્સ હાજર હતા. ધ હોલીવુડ રિપોર્ટર અનુસાર, યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી શરૂ થઈ ત્યારથી, રશિયન સૈનિકોએ યુક્રેનિયન નાગરિકો પર બળાત્કાર કર્યો હોવાના અનેક અહેવાલો સામે આવ્યા છે.

આ પણ વાંચો:કનિકા કપૂરે ગુલાબી મેકઅપ કર્યો હતો, લંડનમાં તેના લગ્નના ફોટા થયા વાયરલ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની 75મી આવૃત્તિ: અગાઉ, યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની 75મી આવૃત્તિના ઉદઘાટન સમારોહમાં લાઇવ સેટેલાઇટ વિડિયો એડ્રેસ દ્વારા ભાવનાત્મક સંબોધન કર્યું હતું અને ફિલ્મ નિર્માતાઓને સરમુખત્યારોનો સામનો કરવા હાકલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details