મુંબઇઃ પ્રસિદ્વ ગાયક ઉદિત નારાયણે રવાવારે બોલિવૂડમાં 40 વર્ષ પુરા કર્યો છે. ઇડસ્ટ્રીમાં 40 વર્ષ પુરા કરવાની ખુશીમાં ઉદિત નારાયણે એક યૂટ્યૂબ ચેનલ લોન્ચ કરી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
1980માં ફિલ્મ, ઉન્નીસ બીસથી તેમને તેમના કરિયરની શરૂઆત કરી હતી. ઉદિતે જણાવ્યું કે, આ ઇડસ્ટ્રી મારા માટે મહેરબાન રહી છે. મને બધુ જ આપ્યુ છે. બધા લોકોના આશીર્વાદ અને પ્રેમથી મેં આજે ઇડસ્ટ્રીમાં 40 વર્ષ પુરા કર્યાં છે. ગાયકે જણાવ્યું કે, એક માત્ર ઉદેશ્ય ભારતીય ફિલ્મ અને સંગીત ઇડસ્ટ્રીમાં સ્થાન મેળવ્યું, આથી પણ વધારે લોકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. ઉદિત નારાયણ પોતાને મળેલા કેટલાય ઇનામોનો શ્રેય તેમના પ્રશંસકોને આપે છે.