ગુજરાત

gujarat

National Cinema Day 2023: SRK, અજય દેવગનથી લઈને સાઉથ સ્ટાર્સે ચાહકોને રાષ્ટ્રીય સિનેમા દિવસની શુભેચ્છા પાઠવી

By ETV Bharat Gujarati Team

Published : Oct 13, 2023, 1:41 PM IST

શાહરૂખ ખાનથી લઈને અજય દેવગન સહિતના આ સ્ટાર્સે ફેન્સને નેશનલ સિનેમા દિવસની શુભેચ્છા પાઠવી છે. આટલું જ નહીં, સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની દીકરી સિતારાએ આજે પોતાના ફેમિલી સાથેનો ફોટો શેર કર્યો હતો.

National Cinema Day 2023
National Cinema Day 2023

હૈદરાબાદ:રાષ્ટ્રીય સિનેમા દિવસ, જે દર વર્ષે 13 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. જે સિનેમા પ્રેમીઓ માટે એક શુભ ક્ષણ છે. બોલિવૂડથી લઈને સાઉથના સ્ટાર્સ તેમના ફેન્સને નેશનલ સિનેમા દિવસની શુભકામનાઓ આપી રહ્યા છે.

જવાન ફિલ્મની ટિકિટ 99 રૂપિયામાં: શાહરૂખ ખાને પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ જવાનની ટિકિટ માત્ર આજના દિવસ માટે સસ્તી કરીને ચાહકોને અભિનંદન પાઠવ્યા છે. શાહરૂખ ખાને નેશનલ સિનેમા ડે પર જવાન ફિલ્મ માત્ર 99 રૂપિયામાં દર્શકોને બતાવવાનું નક્કી કર્યું. આજે દર્શકો 99 રૂપિયામાં સિનેમાઘરોમાં જવાન ફિલ્મ જોઈ શકશે.

અભિષેક બચ્ચને પાઠવી શુભેચ્છા:અજય દેવગને તેની પાછલી ફિલ્મ ભોલાના સ્ક્રીનિંગનો એક વીડિયો શેર કરીને તેના ચાહકોને રાષ્ટ્રીય સિનેમા દિવસની શુભેચ્છા પાઠવી છે. અભિનેતા અભિષેક બચ્ચને પણ ચાહકોને રાષ્ટ્રીય સિનેમા દિવસની શુભેચ્છા પાઠવી છે. અભિષેકે થિયેટરોની એક તસવીર શેર કરી અને ચાહકોને આ દિવસે અભિનંદન પાઠવ્યા હતા.

સિતારાએ પારિવારિક પોસ્ટ શેર કરી: આટલું જ નહીં, સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની દીકરી સિતારાએ પણ સિનેમાની દુનિયાના આ ખાસ દિવસે એક પારિવારિક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં સિતારા તેના સ્ટાર માતાપિતા (મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર), દાદા અને ભાઈ સાથે જોવા મળે છે. અભિનેતા સિદ્ઘાર્થ મલ્હોત્રા તેની ફિલ્મ શેરશાહની અમુક ક્લીપ્સ શેર કરીને રાષ્ટ્રીય સિનેમા દિવસની શુભેચ્છા પાઠવી છે. નેશનલ સિનેમા ડે પર તમારું શું માનવું છે અને શું તમે આ દિવસે કોઈ ફિલ્મ જોવાના છો? તમે કોમેન્ટ સેક્શનમાં કહી શકો છો.

  1. National Cinema Day 2023: રાષ્ટ્રીય સિનેમા દિવસ પર ટિકિટની કિંમત માત્ર 99 રૂપિયા, સિનેમાઘરો થયા હાઉસફુલ
  2. Amitabh Bachchan Birthday Pic : ચાહકોના અપાર સ્નેહ માટે અભિતાભ બચ્ચને કૃતજ્ઞતા દર્શાવી, જૂઓ સોશિયલ મીડિયા પોસ્ટ

ABOUT THE AUTHOR

...view details