ETV Bharat / entertainment

National Cinema Day 2023: રાષ્ટ્રીય સિનેમા દિવસ પર ટિકિટની કિંમત માત્ર 99 રૂપિયા, સિનેમાઘરો થયા હાઉસફુલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 13, 2023, 12:44 PM IST

આજે ભારતમાં રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે અનેક થિયેટરો આજે દર્શકો માટે ઓફર લઈને આવ્યા છે. આજે તમે માત્ર 99 રૂપિયા ચૂકવીને નવી ફિલ્મોનો આનંદ માણી શકો છો.

National Cinema Day 2023
National Cinema Day 2023

મુંબઈ: રાષ્ટ્રીય સિનેમા દિવસ પર PVR, Cinepolis અને INOX માં મૂવી ટિકિટોની કિંમતો ઘટાડીને 99 રૂપિયા કરવામાં આવી છે. આ સ્પેશિયલ ઓફરનો લાભ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. આ ખાસ ઓફરને કારણે 'જવાન', 'મિશન રાણીગંજ' અને 'ફુકરે-3' જેવી ઘણી ફિલ્મોના શો ઝડપથી ફુલ થઈ રહ્યા છે. થિયેટરોના હાઉસફુલ વિશેની પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

થિયેટરો થયા હાઉસફુલ: નેશનલ સિનેમા ડે પર રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે તેમના ચાહકો અને દર્શકોને 99 રૂપિયામાં શો જોવા માટે ટિકિટ બુક કરવા માટે જાણ કરી છે. તે જ સમયે, એક એક્સ (અગાઉ ટ્વિટર) યુઝરે જવાનના શોની પોસ્ટ શેર કરી છે, જેમાં દિલ્હી એનસીઆરમાં જવાનને જોવા માટે તમામ થિયેટરો ભરાઈ ગયા છે. અક્ષય કુમારની નવી ફિલ્મ મિશન રાણીગંજ અને પુલકિત સમ્રાટ, વરુણ શર્મા, પંકજ ત્રિપાઠી, રિચા ચઢ્ઢાની કોમેડી ફિલ્મ ફુકરે-3ની પણ આવી જ સ્થિતિ છે.

જવાને આપી ટક્કર: બોક્સ ઓફિસ પેન ઈન્ડિયા ટ્રેકના ટ્વિટ અનુસાર, ફુકરે-3 માટે સૌથી વધુ ટિકિટ બુક કરવામાં આવી હતી. હની ઔર ચૂચે કી જોડી જોવા માટે સમગ્ર ભારતમાં 2.75 લાખ ટિકિટો બુક કરવામાં આવી હતી, જ્યારે બોક્સ ઓફિસ પર તમામ ફિલ્મોને ટક્કર આપતી જવાનની 2.38 લાખ ટિકિટો ખરીદવામાં આવી હતી. જ્યારે તાજેતરમાં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ મિશન રાનીગંજની 2.16 લાખ ટિકિટો વેચાઈ છે. એક્સ યુઝરના ટ્વીટ અનુસાર, ગયા ગુરુવારે 1 કલાકમાં મિશન રાણીગંજની 5.37 હજાર ટિકિટ બુક થઈ હતી.

  1. Amitabh Bachchan Birthday Pic : ચાહકોના અપાર સ્નેહ માટે અભિતાભ બચ્ચને કૃતજ્ઞતા દર્શાવી, જૂઓ સોશિયલ મીડિયા પોસ્ટ
  2. Nitin Gadkari Biopic : મંત્રી નીતિન ગડકરી પર બનવા જઇ રહી છે બાયોપિક, આ તારીખના થશે રિલીઝ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.