ગુજરાત

gujarat

દીકરી માલતી જોઈ રહી મેગેઝિન, પ્રિયંકા ચોપરાએ ફોટો શેર કરીને પતિ નિકને આ વાત કહી

By

Published : Dec 10, 2022, 2:09 PM IST

પ્રિયંકાએ ફરી એકવાર પુત્રી માલતીની તસવીર શેર કરી (Priyanka Chopra daughter) છે. આ તસવીરમાં માલતી (Priyanka Malti) ની ખૂબ જ ક્યૂટ સ્ટાઈલ દેખાઈ રહી છે. પ્રિયંકાએ 2 તસવીર શેર કરી છે અને બંને જબરદસ્ત છે.

દીકરી માલતી વાંચી રહી હતી મેગેઝિન, પ્રિયંકા ચોપરાએ ફોટો શેર કરીને પતિ નિકને આ વાત કહી
દીકરી માલતી વાંચી રહી હતી મેગેઝિન, પ્રિયંકા ચોપરાએ ફોટો શેર કરીને પતિ નિકને આ વાત કહી

હૈદરાબાદ: બોલિવૂડની 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરાઆ વર્ષે જાન્યુઆરીમાં સરોગસી દ્વારા તેમના પ્રથમ બાળકની માતા બની (Priyanka Chopra daughter) હતી. પ્રિયંકાએ ઘણી વખત તેમની પુત્રીની તસવીર શેર કરી હતી, પરંતુ અત્યાર સુધી તેમનો ચહેરો યોગ્ય રીતે દેખાતો નહોતો. અહીં પ્રિયંકાએ ફરી એકવાર પુત્રી માલતી (Priyanka Malti) ની તસવીર શેર કરી છે. આ તસવીરમાં માલતીની ખૂબ જ ક્યૂટ સ્ટાઈલ દેખાઈ રહી છે. પ્રિયંકાએ 2 તસવીરો શેર કરી છે અને બંને જબરદસ્ત છે.

પ્રિયંકાએ તસ્વીર કરી શેર: પ્રથમ તસ્વીરમાંપ્રિયંકાએ સેલ્ફી લીધી છે, જેમાં તેમની પુત્રી માલતી તેમના ખોળામાં બેઠેલી મેગેઝીનને જોઈ રહી છે અને બીજી તસ્વીરમાં પ્રિયંકા રેસ્ટોરન્ટની બહાર પુત્રી માલતીને ખોળામાં લઈને છે. પહેલી તસવીર શેર કરતા પ્રિયંકાએ લખ્યું, 'ઓ બોય નિક જોનાસ' અને બીજી તસવીરના કેપ્શનમાં લખ્યું છે 'લંચ માટે આભાર'.

ફેન્સની પ્રતિક્રિયા: પ્રિયંકા ચોપરાની દીકરી માલતીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ફેન્સની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી હતી. માલતીનું નાક જોઈને ઘણા ચાહકોએ લખ્યું છે કે, માલતી તેમના પિતા નિક જોનાસ જેવી લાગે છે. ઘણા ચાહકો છે, જેઓ માલતીને ખૂબ જ ક્યૂટ કહી રહ્યા છે. હવે પ્રિયંકા ચોપરાના ચાહકો માલતીની તસવીર પર પ્રેમ વરસાવી રહ્યા છે.

પ્રિયંકા ચોપરા 3 વર્ષ પછી ભારત:હાલમાં જ પ્રિયંકા ચોપરા 3 વર્ષ બાદ ભારત આવી હતી. આવતા પહેલા પ્રિયંકા ચોપરાએ તેમના ચાહકો માટે સોશિયલ મીડિયા પર એક સંદેશ પણ મૂક્યો હતો, જેમાં જણાવ્યું હતું કે, તે 3 વર્ષ પછી પોતાના વતન આવી રહી છે. આ સમાચાર સાંભળ્યા બાદ પ્રિયંકાના ચાહકોના ચહેરા ખુશીથી ચમકી ઉઠ્યા હતા. ભારત આવ્યા બાદ પ્રિયંકાએ મુંબઈમાં તેમના મનપસંદ સ્થળોની મુલાકાત લીધી હતી અને પછી તેમના કેટલાક પ્રોજેક્ટ પૂરા કર્યા. લગભગ 10 દિવસ દેશમાં રહ્યા પછી પ્રિયંકા તેમના સાસરે (અમેરિકા) પાછી ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details