ગુજરાત

gujarat

હોરર કોમેડીથી ભરપૂર 'Phone Bhoot'નું ટ્રેલર રિલીઝ, કેટરિના કૈફ બની ભૂતની

By

Published : Oct 10, 2022, 5:19 PM IST

કેટરિના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સ્ટારર 'ફોન ભૂત'નું ટ્રેલર (Phone Bhoot trailer ) 10 ઓક્ટોબરે રિલીઝ થઈ ગયું છે. 28 જૂને કેટરિના કૈફે (Katrina Kaif new film trailer) સોશિયલ મીડિયા પર ફિલ્મનું એક શાનદાર પોસ્ટર શેર કરીને આ વિશે જાણકારી આપી હતી. ફિલ્મ ના સેટ પરથી અનેક તસવીરો અને વીડિયો શેર કરવામાં આવ્યા હતા.

હોરર કોમેડીથી ભરપૂર Phone Bhootનું ટ્રેલર રિલીઝ, કેટરિના કૈફ બની ભૂતની
હોરર કોમેડીથી ભરપૂર Phone Bhootનું ટ્રેલર રિલીઝ, કેટરિના કૈફ બની ભૂતની

હૈદરાબાદ: કેટરિના કૈફ (Katrina Kaif new film trailer), સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સ્ટારર 'ફોન ભૂત'નું ટ્રેલર (Phone Bhoot trailer) 10 ઓક્ટોબરે રિલીઝ થઈ ગયું છે. કેટરિના કૈફે તેની સુંદર તસવીરો શેર કરીને આ વિશે માહિતી આપી છે. આ ફિલ્મ તારીખ 4 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. અગાઉ આ ફિલ્મ 7 ઓક્ટોબરે રિલીઝ થવાની હતી.

ટ્રેલર કેવું છે:ટ્રેલર જોયા પછી ખબર પડે છે કે, કેટરિના કૈફ એક કલ્યાણકારી ભૂતના પાત્રમાં છે, જે આત્માઓને મોક્ષ લાવવા માટે ઇશાન ખટ્ટર અને સિદ્ધાંતને પસંદ કરે છે, કારણ કે આ બંનેમાં આત્માઓને જોવાની શક્તિ છે. જેકી શ્રોફ આત્મારામના નકારાત્મક પાત્રમાં છે. આખું ટ્રેલર ભયાનક કોમેડીથી ભરેલું છે.

'ફોન ભૂત'નું ટ્રેલર:આ પહેલા તારીખ 28 જૂને કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર ફિલ્મનું એક શાનદાર પોસ્ટર શેર કરીને આ વિશે જાણકારી આપી હતી. 'ફિલ્મ'ના સેટ પરથી અનેક તસવીરો અને વીડિયો શેર કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ ફિલ્મ 'ફોન ભૂત'નું મોશન પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, 'ફિલ્મ'ની રિલીઝ તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

કેટરિના કૈફની આગામીફિલ્મ:આ પહેલા તારીખ 27 જૂનેકેટરિનાએ સોશિયલ મીડિયા પર તેના પ્રોજેક્ટ વિશે એક મોટું અપડેટ આપ્યું હતું. અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનું મોશન પોસ્ટર શેર કર્યું છે. હવે તેમણે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું અને લખ્યું, 'ફોન ભૂત'ની દુનિયામાં આપનું સ્વાગત છે, 7 ઓક્ટોબર 2022ના રોજ તમારા નજીકના થિયેટરોમાં આવી રહ્યું છે.

કેટરિના કૈફની નવીફિલ્મ: તારીખ27 જૂને શેર કરવામાં આવેલા પોસ્ટરમાં કેટરીનાના ચાહકોને એમ પણ કહેવામાં આવ્યું હતું કે, આવતીકાલે એટલે કે તારીખ 28 જૂને સવારે 11 વાગ્યે રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવશે. આ પોસ્ટરને શેર કરતા કેટરિનાએ લખ્યું, એક ભયંકર કોમેડી ઇનકમિંગ, સ્ટે ટ્યુન, #phonebhoot. કેટરિના કૈફ આ ફિલ્મથી તારીખ 9 ડિસેમ્બર 2021ના રોજ લગ્ન કર્યા બાદ ફિલ્મમાં કમબેક કરી રહી છે. નોંધપાત્ર રીતે કેટરીના પાસે સલમાન ખાન અભિનીત ટાઈગર 3 સહિત ઘણી 'ફિલ્મ' છે. પરંતુ તે પહેલા 'ફોન ભૂત' તૈયાર છે.

'ફોન ભૂત'નું નિર્દેશન:એક્સેલ એન્ટરટેઈનમેન્ટ બેનર હેઠળ બનેલી ફિલ્મ 'ફોન ભૂત'નું નિર્દેશન ગુરમીત સિંહે કર્યું છે. આ ફિલ્મ રિતેશ સિધવાની અને એક્ટર ફરહાન અખ્તરે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મના શૂટિંગની વાત કરીએ તો કેટરીના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટરે વર્ષ 2020માં 'ફોન ભૂત'નું શૂટિંગ શરૂ કર્યું હતું. સમાચાર અનુસાર, ફરહાન આ ફિલ્મ તારીખ 15 જુલાઈ 2022ના રોજ જ રિલીઝ કરવા માંગતો હતો, કારણ કે આ તારીખે તેની હિટ ફિલ્મ ઝિંદગી ના મિલેગી દોબારા પણ રીલિઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details