ગુજરાત

gujarat

The Battle Story of Somnath: પેન ઈન્ડિયા ફિલ્મ 'ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ'ની જાહેરાત, જુઓ ફિલ્મની ઝલક

By

Published : Jul 15, 2023, 4:12 PM IST

Updated : Jul 16, 2023, 9:46 AM IST

ગુજરાત રાજ્યના સોમનાથ મંદિરના ઇતિહાસ પર બનાવવામાં આવેલી ફિલ્મ 'ધ બેટલ ઓફ સોમનાથ'નું એલાન થઈ ગયું છે. ફિલ્મ વિશ્લેષક તરણ આદર્શે ટ્વિટ કરીને ફિલ્મ અંગેની માહિતી શેર કરી છે. આ સાથે જુઓ જાહેરાત વીડિયો. આ ફિલ્મ હિન્દી, તેલુગુ સિવાય ગુજરાતી ભાષામાં પણ રિલીઝ થશે.

પેન ઈન્ડિયા ફિલ્મ 'ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ'ની જાહેરાત, જુઓ વીડિયો
પેન ઈન્ડિયા ફિલ્મ 'ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ'ની જાહેરાત, જુઓ વીડિયો

હૈદરાબાદ:પેન ઈન્ડિયા ફિલ્મ 'ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ'ની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ વિશ્લેષક તરણ આદર્શે ટ્વિટર પર તારીખ 15 જુલાઈના રોજ 'ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ' ફિલ્મનો જાહેરાત વીડિયો શેર કર્યો છે. આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો, સોમનાથ મંદિર પર થયેલા હુમલાની આસપાસ ફરે છે. આ ફિલ્મના ડાયરેક્ટર અનુપ થાપા અને સહાયક ડાયરેક્ટર રજનીત શર્મા છે.

ફિલ્મનો વીડિયો શેર: ગુજરાત ખાતે આવેલું શુપ્રસિદ્ધ સોમનાથ મંદિરના ઈતિહાસ પર આધારિત 'ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ' ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મની શૂટિંગ હિન્દી અને તેલુગમાં થશે. આ સાથે અન્ય 12 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ નિર્દેશક અનુપ થાપાએ લખી છે. ફિલ્મના નિર્માતા મનીષ શર્મા અને રંંજીત શર્મા છે. આ ફિલ્મ 2 ઈડિઓટ બેનર હેઠળ બનવા જઈ રહી છે. ફિલ્મની જાહેરાત સાથે વીડિયો પણ શેર કર્યો છે.

સોમનાથ જ્યોતિર્લિંગનું નિર્માણ: કહેવાામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ વેરાવળ બંદરગાહ ખાતે સ્થિત સોમનાથ મંદિર પર આધારિત છે. આ મંદિરને કોઈ મુગલ શાસકો દ્વારા ઘણી વખત તોડવામાં આવ્યું હતું. આ જ્યોતિર્લિંગ ભગવાન શિવ જ્યોતિર્લિંગોમાંથી સૌથી પહેલું માનવામાં આવે છે. નોંધનિય છે કે, આ જ્યોતિર્લિંગનું નિર્માણ ચંદ્રદેવ સોમરાજે કર્યું હતું.

ગુજરાતી ભાષામાં રિલીઝ: વર્ષ 1025માં મોહમ્મદ ગઝનવીએ આ મંદિર પર હુમલો કર્યો હતો. કહેવામાં આવે છે કે, આ યુદ્ધમાં 50 હજાર ભારતિયોએ જીવ ગુમાવ્યા હતા. મંદિર પર હુમલો કરીને ઘણી કિંમતી વસ્તુઓની લૂટ થઈ હતી. હિન્દી, તેલુગુ સિવાય તમિલ, મલયાલમ, નેપાલી, મરાઠી, બંગાળી, આસામી, ઓડિયા, પંજાબી અને ગુજરાતી ભાષામાં ફિલ્મ રીલિઝ થશે.

  1. Ravindra Mahajani: મરાઠી અભિનેતા રવિન્દ્ર મહાજાનીનું થયું અવસાન, પુણેમાં બંધ ઘરમાંથી લાશ મળી
  2. Satya Prem Ki Katha: બોક્સ ઓફિસ પર 'સત્યપ્રેમ કી કથા'નો જાદુ ઓસરી ગયો, ફિલ્મ હવે છેલ્લા શ્વાસ પર ટકી
  3. Aav Ashaadi Song: 'ચાંદલો'નું પ્રથમ ગીત 'આવ અષાઢી' આઉટ, જાણો ફિલ્મ રિલીઝ ડેટ
Last Updated : Jul 16, 2023, 9:46 AM IST

ABOUT THE AUTHOR

...view details