ETV Bharat / entertainment

Aav Ashaadi Song: 'ચાંદલો'નું પ્રથમ ગીત 'આવ અષાઢી' આઉટ, જાણો ફિલ્મ રિલીઝ ડેટ

author img

By

Published : Jul 15, 2023, 2:59 PM IST

કાજલ ઓઝ, શ્રદ્ધા ડાંગર અને માનવ ગોહિલ દ્વારા અભિનીત ફિલ્મ 'ચાંદલો'નું પહેલું ગીત આવ 'અષાઢી' રિલીઝ થઈ ગયું છે. કાજલ ઓઝાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. ચાહકો કોમેન્ટ બોક્સમાં ગીતની સુંદર ધૂન સાભળી પ્રતિક્રિયા આપી રહ્યાં છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

ચાંદલોનું પહેલું ગીત 'આવ અષાઢી' આઉટ, જાણો ફિલ્મ રિલીઝ ડેટ
ચાંદલોનું પહેલું ગીત 'આવ અષાઢી' આઉટ, જાણો ફિલ્મ રિલીઝ ડેટ

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ 'ચાંદલો'નું પ્રથગ ગીત તારીખ 15 જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતના બોલ છે, 'આવ અષાઢી'. કાજલ ઓઝાએ ફિલ્મના વીડિયો સોન્ગ સાથે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. આ ગીત સાંભળીને ચાહકો ખુબ જ ખુશ થઈ રહ્યાં છે. ચાહકો કોમેન્ટ બોક્સમાં ફાયર અને હાર્ટ ઈમોજીસ શેર કરીને પ્રેમનો વરસાદ કરી રહ્યાં છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

પ્રથમ ગીત રિલીઝ: કાજલ ઓઝાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, ''ચાંદલો ફિલ્મની 'આવ અષાઢી'ની સુંદર ધૂન સાંભળો. સંપૂર્ણ ગીત આઉટ નાવ, ફ્કત ટાઈમ્સ મ્યુઝિક પર.'' તારીખ 14 જુલાઈના રોજ ફિલ્મના નિર્માતાઓએ ટ્રેલર રિલીઝ કર્યુ હતું. આ ટ્રેલરની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ ચાહકો સાથે શેર કરી હતી.

ચાહકોએ કર્યા વખાણ: 'ચાંદલો' ફિલ્મનું નવુ ગીત સાંભળી અને જોઈ દર્શકો ખુશ થઈ ગયા છે. આ સાથે ચાહકોએ કોમેન્ટ બોક્સમાં પ્રતિક્રિયા આપી રહ્યાં છે. જેમાં એક ચાહકે લખ્યું છે કે, 'મારી જોડે એવું પહેલી વાર બન્યું કે હું કાજલ ઓઝાના પ્રેમમા પછી પડ્યો, પહેલા તો સચિન જીગરનું સંગીત અને ભાર્ગવ પુરોહિતના શબ્દોના પ્રેમમાં પડ્યો. શ્રદ્ધા તો પછી આવે છે. અમુક ફિલ્મો બ્લોગબસ્ટર હોય અને અમુક ફિલ્મો બેહદ સુંદર શબ્દોથી સંગીતથી ચેહરાઓથી અને વાર્તાથી સજાવેલી હોય.' અન્ય ચાહોકે લખ્યું છે કે, 'અદભૂત'.

ફિલ્મની રિલીઝ ડેટ: ફિલ્મ કાજલ ઓઝા, શ્રદ્ધા ડાંગર અને માનવ ગોહિલ દ્વાર અભિનીત છે. 'ચાંદલો' ફિલ્મને જ્યોતિ દેશ પાંડેએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં નહિં પરંતુ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ફિલ્મ તારીખ 22 જુલાઈએ જીઓ સિનેમા પર રિલીઝ થશે. હવે શ્રદ્ધા ડાંગરની આ ગુજરાતી ફિલ્મને લઈને ચાહકો ખુબજ ઉત્સાહિત છે.

  1. Katrina Kaif Birthday: કેટરીના કૈફ વિકી કૌશલ જન્મદિવસની ઉજવણી કરવા બહાર નિકળ્યા, એરપોર્ટ પર જોવ મળ્યું કપલ
  2. Ravindra Mahajani: મરાઠી અભિનેતા રવિન્દ્ર મહાજાનીનું થયું અવસાન, પુણેમાં બંધ ઘરમાંથી લાશ મળી
  3. Satya Prem Ki Katha: બોક્સ ઓફિસ પર 'સત્યપ્રેમ કી કથા'નો જાદુ ઓસરી ગયો, ફિલ્મ હવે છેલ્લા શ્વાસ પર ટકી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.