ગુજરાત

gujarat

Actor Akshay Kumar: અક્ષય કુમારે જન્મદિવસે મહાકાલના દર્શન કર્યા, ક્રિકેટર શિખર ધવને પણ આશીર્વાદ લીધા

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2023, 10:43 AM IST

પોતાના 56માં જન્મદિવસ નિમિત્તે ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર પરિવાર સાથે બાબ મહાકાલના આશીર્વાદ લેવા ઉજ્જૈન પહોંચ્યા હતા. આ દરમિયાન ક્રિકેટર શિખર ધવન પણ હાજર રહ્યા હતા. બંન્નેએ ભગવાન મહાકાલના દર્શન કર્યા અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.

Eઅક્ષય કુમારે જન્મદિવસે મહાકાલના દર્શન કર્યા, ક્રિકેટર શિખર ધવને પણ આશિર્વાદ લીધા
અક્ષય કુમારે જન્મદિવસે મહાકાલના દર્શન કર્યા, ક્રિકેટર શિખર ધવને પણ આશિર્વાદ લીધા

અક્ષય કુમારે જન્મદિવસે મહાકાલના દર્શન કર્યા, ક્રિકેટર શિખર ધવને પણ આશિર્વાદ લીધા

ઉજ્જૈન: ઉજ્જૈનમાં 12 જ્યોતિર્લિંગો પૈકીના એક મહાકાલેશ્વર મંદિરમાં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે અને એવા અનેક ભક્તો છે જેઓ ભગવાન મહાકાલના દરબારમાં પોતાના જન્મદિવસની શરુઆત કરે છે. આજે વહેલી સવારે શનિવારના રોજ પરિવાર સાથે પોતાના જન્મદિવસ પર બાબા મહાકાલેશ્વરના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન બોલિવુડના ખિલાડી સાથે ક્રિકેટર શિખર ધવન પણ જોવા મળ્યા હતા.

અક્ષય કુમારે જન્મદિવસે મહાકાલના દર્શન કર્યા, ક્રિકેટર શિખર ધવને પણ આશિર્વાદ લીધા

અક્ષય-શિખરે ભગવાન મહાકાલના દર્શન કર્યા: જન્મદિવસે ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર પરિવાર સાથે બાબા મહાકાલેશ્વરના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. ક્રિકેટર શિખર ધવન પણ સાથે મહાકાલના આશિર્વાદ લેતા જોવા મળ્યા હતા. આજે શનિવારે સવારે યોજાનારી બાબા મહાકાલની ભસ્મ આરતીમાં બંને દિગ્ગજોએ ભગવાન મહાકાલના દર્શન કર્યા હતા. ગર્ભ ગ્રૃહમાં દર્શન બંધ હોવાના કારણે અક્ષય કુમાર અને શિખર ધવને દ્વાર પાસેથી બાબાના આશીર્વાદ લીધા હતા. અક્ષય કુમારની સાથે તેમની બહેન, ભત્રીજી અને પુત્ર દર્શનાર્થે પહોંચ્યા હતા.

અક્ષય કુમારે જન્મદિવસે મહાકાલના દર્શન કર્યા, ક્રિકેટર શિખર ધવને પણ આશિર્વાદ લીધા

અક્ષય કુમારે દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી: અક્ષય કુમારે કહ્યું કે, દેશનો વિકાસ થતો રહે અને બાબાના આશીર્વાદ મળતા રહે. શિખર ધવને કહ્યું કે ભગવાનનો ધન્યવાદ જેમને મને અહીં બોલાવ્યો અને તેમના આશીર્વાદ આપ્યા. શિખર ધવનને વર્લ્ડકપ વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે, અક્ષય કુમારે કહ્યું હતું કે, 'નાની નાની વસ્તુઓ શું માંગવાની...એતો સહેલાઈથી મળી જશે. બાબા મહાકાલ પાસે પ્રગતિ માંગી છે કે દેશ ખુબ જ પ્રગતિ કરે. જય મહાકાલ.'

  1. Mission Raniganj Teaser: અક્ષય કુમારની આગામી 'મિશન રાણીગંજ' ફિલ્મનું ટીઝર આઉટ, જુઓ અહીં
  2. Jawan Records Day 1 : 'જવાન'નો જલવો! પહેલા દિવસે સૌથી વધુ કમાણી સાથે બનાવ્યા આ 5 રેકોર્ડ
  3. Asha Bhosle Birthday : "ઈન આંખો કી મસ્તી મે મસ્તાને હજારો હૈ......" બોલીવુડની 'આશા'નો આજે જન્મદિવસ

ABOUT THE AUTHOR

...view details