ગુજરાત

gujarat

Siddharth Kiara wedding video: સિદ્ધાર્થ અને કિયારાના લગ્નનો વીડિયો આવ્યો સામે, જુઓ અહિં

By

Published : Feb 10, 2023, 1:43 PM IST

મલ્હોત્રા અને કિયારા અડવાણીનું જબરદસ્ત વેડિંગ વીડિયો આલ્બમ સામે આવ્યું (Siddharth Kiara Wedding Album Video) છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો (Siddharth Kiara wedding video) જોવા માટે લોકોની ખૂબ જ મોટા પાયે ભીડ જમાં થઈ ગઈ છે. સિદ્ધાર્થ અને કિયારાના શેર થયેલા વીડિયોને યઝર્સ લાઈક્સ કરી રહ્યાં છે. અભિનેતા અને અભિનેત્રીના ચાહક હોય તો આ વીડિયો જોવાની તક ગુમાવશો નહીં. જુઓ અહિં વીડિયો

Siddharth Kiara wedding video: સિદ્ધાર્થ અને કિયારાના લગ્નનો વીડિયો આવ્યો સામે, જુઓ અહિં
Siddharth Kiara wedding video: સિદ્ધાર્થ અને કિયારાના લગ્નનો વીડિયો આવ્યો સામે, જુઓ અહિં

મુંબઈ: તારીખ 7 ફેબ્રુઆરીના રોજ બોલિવૂડના અભિનેતા સિદ્ધાર્થ મલહોત્રા અને કિયારા અડવાડીએ લગ્ન કર્યા હતા. આ લગ્ન રાજસ્થાનમાં જેસલમેર ખાતે સ્થિત સુર્યગઢ પેલેસમાં શાહી લગ્ન કર્યા હતા. લગ્નમાં ફિલ્મ જગતના સ્ટાર્સ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે લગ્નમાં ખૂબજ મસ્તી અને ડાન્સ કર્યો હતો. આ લગ્નની તસ્વીર કિયારાએ સોશિયલ મીડિય પર શેર કરી હતી. હાલ આ લગ્નની અંગેનો એક વીડિયો શેર થયો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ પહેલો વીડિયો છે, જે ક્યારેય જો ન હોય. સિદ્ધાર્થ અને કિયારાનો આ વીડિયો જોવાનું ચુકશો નહિં. અહિં જુઓ વીડિયો.

આ પણ વાંચો:Ddlj Release: 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' ફરી થશે રિલીઝ, શાહરુખના ચાહકો માટે બમ્પર ઓફર

સિદ્ધાર્થ કિયારાના લગ્નનો વીડિયો:બોલિવૂડનું સુંદર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હવે કાયમ માટે એક થઈ ગયા છે. જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં શાહી શૈલીમાં લગ્ન કર્યા હતા. લગ્નની રાત્રે, સિદ્ધાર્થ અને કિયારાએ તેમના લગ્નની સુંદર તસવીરો શેર કરી હતી ત્યારથી લઈ ચાહકો આ લગ્નન કેવા થયા હંશે ? આવા અનેક પ્રકારના પ્રશ્નો થયા હંશે. તો આ પ્રકારની તમામ મુંઝવણ થશે દુર કારણ કે, હવે આ લગ્નનો વીડિયો વાયરલ થઈ ગયો છે. ચાહકોની આતુરતા હવે થઈ પુરી. સિદ્ધાર્થ અને કિયારાએ ચાહકો માટે લગ્નનો વીડિયો આલ્બમ શેર કર્યો છે.

આ પણ વાંચો:Prime Minister Narendra Pathaan: PM મોદીએ સંસદમાં 'પઠાણ'ના કર્યા વખાણ, શાહરૂખના ચાહકોમાં ખુશીની લહેર

સિદ્ધાર્થ કિયારાના લગ્ન: લગ્નની તસ્વીર શેર થઈ હતી, જેમાં કિયારા લગ્નની ખુશીમાં સિદ્ધાર્થને કિસ કરતી જોઈ શકાય છે. આ કપલને આલિયા ભટ્ટ, રામચરણ, પરિણીતી, રશ્મિકા મંદાના, શ્રદ્ધા કપૂર, કરણ જોહર, કેટરિના કૈફ, ભૂમિ પેડનેકર, આથિયા શેટ્ટી, કરિશ્મા કપૂર, મનીષ મલ્હોત્રાએ અભિનંદન પાઠવ્યાં હતાં. નવપરણિત કપલ દીલ્હી પહોંચી ગયું છે. જ્યાં એરપોર્ટ પર પહોંચેલા બન્નેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. સિદ્ધાર્થના ઘરે દંપતિનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં સિદ્ધાર્થ અને કિયારાએ ઢોલનાગાડા પર જોરદાર ડાન્સ કર્યો હતો. લગ્નનું પ્રથમ ભવ્ય રિસેપ્શન આજે તારીખ 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં યોજાય તેવી શક્યતા છે. આ પછી સિદ્ધાર્થ અને કિયારા તારીખ 10 ફેબ્રુઆરીએ મુંબઈ જવા રવાના હતા. જ્યાં તેઓ તારીખ 12 ફેબ્રુઆરીએ ફિલ્મ ઉદ્યોગના મિત્રો માટે બીજું રિસેપ્શન આપશે.

ABOUT THE AUTHOR

...view details