ગુજરાત

gujarat

maru mann taru thayu first poster: ભરત ચાવડાની આગામી ફિલ્મ 'મારું મન તારું થયું' ફિલ્મનો ફર્સ્ટ લુક આવ્યો સામે

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 2:12 PM IST

Updated : Sep 7, 2023, 2:51 PM IST

ભરત ચાવડાની આગામી ફિલ્મ 'મારું મન તારું થયું'નું ફર્સ્ટ પોસ્ટર સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન તેમની ફિલ્મની સફળતા માટે ચાહકોએ અભિનંદ પાઠવ્યા છે. 'શુભ આરંભ', 'હું તારી હીર' જેવી શાનાદાર ફિલ્મમાં કામ કરનાર અભિનેતા ભરતે ચાહકોને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી છે.

ભારત ચાવડાની આગામી ફિલ્મ 'મારું મન તારું થયું' ફિલ્મનો ફર્સ્ટ લુક આવ્યો સામે
ભારત ચાવડાની આગામી ફિલ્મ 'મારું મન તારું થયું' ફિલ્મનો ફર્સ્ટ લુક આવ્યો સામે

અમદાવાદ:આજે જન્માષ્ટમી છે ત્યારે આ શુભ અવસર પર અભિનેતા ભરત ચાવડાએ સોશિયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મની પ્રથમ ઝલક શેર કરી છે. આ દરમિયાન તેમણે 'મારું મન તારું થયું' ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટ શેર કરીને ચાહકોનેે જન્માષ્ટમીની શુભકામના પાઠવી છે. પોસ્ટરમાં કલાકારો કોણ છે તે ઓળખાતા નથી. ફક્ત એક કપલના બે હાથ એકબીજા સાથે પકડેલા જોવા મળે છે.

મારું મન તારું થયું ફર્સ્ટ પોસ્ટર શેર: ભરત ચાવડાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને લખ્યુું છે કે, ''જેમ વાંસળીનાં સુરમાં રાધાનું હૈયું શ્યામ ઘેલું થયું એમ એક મનગમતું જણ મળ્યું ને સગપણનું સરનામું જડ્યું. સગપણનું સરનામું જડ્યું ને હૈયાએ એ હૈયાને કહ્યું. મારું મન તારું તયું. મારું મન તારું થયું. આજે જન્માષ્ટમીના શુભ અવસર પર આવનારી ગુજરાતી ફિલ્મ 'મારું મન તારું થયું' નું ફર્સ્ટ લુક આપની સમક્ષ રજુ કરીએ છીએ વધાવી લેજો.''

ફિલ્મની સ્ટારકાસ્ટ પર એક નજર: 'મારું મન તારું થયું' સિદ્ધાર્થ કે ત્રીદેવી દ્વારા નિર્દેશિત છે અને રુપેશ મહેતા, રવિન્દ્ર પટેલ અને ચેનત ભગુ દ્વારા નિર્મિત છે. આ એક રોમેન્ટિક, લવ સ્ટોરી અને પારિવારિક સંબંધો પર આધારિત ફિલ્મ હંશે. આ ફિલ્મ રિલબુક ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત છે. 'મારું મન તારું થયું' ફિલ્મની ચોક્કસ રિલીઝ ડેટ હજુ સુધી જાહેર થઈ નથી, પરંતુ ટૂંક સમયમાં રિલીઝ થવાની ધારણા છે.

ભરત ચાવડા વિશે જાણો: ભરત ચાવડા એ TV સિરિયલ 'મેરી ભાભી'માં બોબી સુદની ભૂમિકા માટે જાણીતા છે. તેમણે વર્ષ 2004માં ઝી સિને સ્ટાર્સ કી ખોજની શીઝન 1માં સ્પર્ધક તરીકે કારકિર્દીની શરુઆત કરી હતી. ભરત 'ક્રાઈમ પેટ્રોલ', 'સાવધાન ઈન્ડિયા 11'માં પણ જોવા મળ્યા હતા. ભરત ચાવડાની ફિલ્મ જોઈએ તો, 'શુભ આરંભ', 'તંબુરો', 'ફિલ્મી સર્કસ', 'આફ્રા તફ્રી', 'રાડો', 'હું તારી હીર' અને 'ડાયરો' સામેલ છે. આ તમામ ગુજરાતી ફિલ્મ છે. જ્યારે 'ગલિયો કી રાસલીલા રામ-લીલા' હિન્દી ફિલ્મ છે, જેમાં તેમણે મંગના તરીકેની ભૂમિકા ભજવી હતી.

  1. 3 Ekka Box Office Collection: '3 એક્કા'એ બોક્સ ઓફિસ પર 20 કરોડનો આકડો કર્યો પાર, જાણો ફિલ્મની કુલ કમાણી
  2. Atlee Priya Watch Jawan: નિર્દેશક એટલી કુમાર પત્ની પ્રિયા સાથે 'જવાન'નો પ્રથમ શો જોવા ગયા, તસવીર કરી શેર
  3. Jawan Box Office Day 1: ભારતમાં 75 કરોડ રુપિયા સાથે શાહરુખ ખાન સ્ટારર 'જવાન' સૌથી મોટી હિન્દી ઓપનિંગ કરશે
Last Updated : Sep 7, 2023, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details