ગુજરાત

gujarat

Chandlo Trailer: કાજલ ઓઝા-માનવ ગોહિલ અભિનીત ફિલ્મ 'ચાંદલો'નું ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો

By

Published : Jul 14, 2023, 3:23 PM IST

ગુજરાતી ફિલ્મ ચાંદલોનું ટ્રેલર તારીખ 14 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં કાજલ ઓઝા, માનવ ગોહિલ મત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ચાંદલો ફિલ્મ OTT પ્લેટફોર્મ પર જોવા મળશે, જેની તારીખ ફિલ્મ નિર્માતાઓએ જાહેર કરી દીધી છે. ફિલ્મ રિલીઝ ડેટ જાણવા માટે આગળ વાંચો.

કાજલ ઓઝા-માનવ ગોહિલ અભિનીત ફિલ્મ 'ચાંદલો'નું ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો
કાજલ ઓઝા-માનવ ગોહિલ અભિનીત ફિલ્મ 'ચાંદલો'નું ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ 'ચાંદલો'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ચાંદલો એ કાજલ ઓઝા વૈદ્ય અને માનવ વિજયસિંહ ગોહિલ અભિનીત ફિલ્મ છે. હાર્દિક ગજ્જર દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. જ્યોતિ દેશ પાંડે આ ફિલ્મના પ્રોડ્યુસર છે. પાર્થ ગજ્જર અને પૂનમ શ્રોફ આ ફિલ્મના નિર્માતા છે. જાણો આ ફિલ્મની OTT રિલીઝ ડેટ કઈ છે ?

ચાંદલો ટ્રેલર રિલીઝ: સોશિયલ મીડિયા પર સત્તાવાર રીતે જીઓ સિનેમા દ્વારા પોસ્ટ શેર કરવામાં આવી છે. આ પોસ્ટમાં 'ચાંદલો' ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરીને ફિલ્મની રિલીઝ ટેડ પણ જાહેર કરવામાં આવી છે. આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ''સંબંધો સરલ નથી, ખાસ કરીને સાસરિયાઓ સાથે. બહુ ઓછા સાસ બહુ, જેમ કે આ વાર્તામાં, જેઓ એકબીજા માટે આગળ વધે છે.''

ફિલ્મ સ્ટોરી: ફિલ્મનું ટ્રેલર શરુ થાય તે પહેલ જ ફિલ્મના સ્ટ્રિમિંગની તારીખ આપવામાં આવી છે. ટ્રેલર શરુ થતા બોલ સાંભળવા મળે છે કે, ''જિંદગી બહોત હી ખુબસુરત હૈ, જેમ પુનર્જન્મ હોય ને એમ પુનર્પ્રેમ પણ હોય છે.'' ત્યાર બાદ ગીત શરુ થાય છે, જેના બોલ છે, ''અંજાણી આંખોમાં ભૂલી પડી તો ન જાઉં''. ટ્રેલર પરથી કહી શકાય કે આ ફિલ્મ પ્રેમ, દુ:ખ અને કરુણાથી ભરપૂર છે.

ફિલ્મ રિલીઝ ડેટ:આ ફિલ્મમાં કાજલ ઓઝા અને માનવ ગોહિલ સહિત શ્રદ્ધા ડાંગર પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સાથે શ્રદ્ધા ડાંગરે પણ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. હાર્દિક ગજ્જર ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં મ્યુઝિક સચિન જીગર દ્વારા અપાવામાં આવી છે. 'ચાંદલો' ફિલ્મ તારીખ 22મી જુલાઈએ જીઓ સિનેમા પર મફતમાં સ્ટ્રીમીંગ કરવામાં આવશે.

  1. 3 Ekka Release Date: મલ્હાર ઠાકર યશ સોની અભિનીત '3 એક્કા'ની રિલીઝ ડેટ જાહેર, જુઓ ફિલ્મની પ્રથમ ઝલક
  2. Mission Impossible: મિશન: ઈમ્પોસિબલની કમાણી, બીજા દિવસે ભારતમાં બિઝનેસમાં થયો ઘટાડો
  3. Yrf Spy Universe: યશ રાજની સ્પાય યુનિવર્સમાં આલિયા ભટ્ટની એન્ટ્રી, એક્શન અવતારમાં જોવા મળશેે

ABOUT THE AUTHOR

...view details