ETV Bharat / entertainment

Mission Impossible: મિશન: ઈમ્પોસિબલની કમાણી, બીજા દિવસે ભારતમાં બિઝનેસમાં થયો ઘટાડો

author img

By

Published : Jul 14, 2023, 12:07 PM IST

ટોક ક્રૂઝની ફિલ્મ મિશન: ઈમ્પોસિબલ ડેડ રેકનીંગ પાર્ટ વનની સફળ ઓપનિંગ કરી હતી. આ ફિલ્મ સિરીઝ ભારતમાં તેના બીજા દિવસના કલેક્શનમાં થોડો ઘડાડો જોવા મળ્યો છે. આ સિરીઝ ક્રિસ્ટોફર મેક્કવેરી દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મમાં હેલી એટવેલ પણ મુખ્ય ભૂમિકામાં છે. ભારતમાં બીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન જાણાવા માટે આગળ વાંચો.

મિશન: ઈમ્પોસિબલની કમાણી, બીજા દિવસે ભારતમાં બિઝનેસમાં થયો ઘટાડો
મિશન: ઈમ્પોસિબલની કમાણી, બીજા દિવસે ભારતમાં બિઝનેસમાં થયો ઘટાડો

હૈદરાબાદ: ટોમ ક્રૂઝ દ્વારા અભિનીત ફિલ્મ મિશન ઈમ્પોસિબલ - રેડ રેકનિંગ પાર્ટ 1ની થિયેટરોમાં સારી શરુઆત થઈ હતી. ઓપનિંગ ડેમાં આ ફિલ્મે 12.3 કરોડની કમાણી કરી હતી. ઈન્ટસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યાં અનુસાર, બીજા દિવસે ફિલ્મની કામણી 25 ટકા ઘટી ગઈ છે. ડેડ રેકનિંગ પાર્ટ વનની ગુરુવારની કમાણી લગભગ રુપિયા 9 થી 9.25 કરોડ રુપિયા છે.

બીજા દિવસનુ કલેક્શન: ભારતમાં આ ફિલ્મની કમાણી માત્ર 2 દિવસમાં રુપિયા 21 કરોડ થઈ ગઈ છે. પરંતુ તાજતેરમાં રિલીઝ થયેલી બોલિવુડ ફિલ્મ કરતા વધુ આ આકડા વધારે છે. ભારાતામાં MI 7નું 5 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન 60 કરોડ રુપિયા થઈ શકે છે. બોક્સ ઓફિસ મોજો અનુસાર, મિશન ઈમ્પોસિબલ 7 એ વિશ્વભરમાં 19.3 ડોલર મિલિયનની ઓપનિંગ કરી હતી. યુએસમાં સ્થાનિક કલેક્શનનો હિસ્સો 80 ટકા છે, જેમાં આંતરરાષ્ટ્રીય બજારોનો 20 ટકા ફોળો છે.

સપ્તાહના અંતની કમાણી: વેરયાટીના અહેવાલ અનુસાર, આ ફિલ્મ શરુઆતના સપ્તાહના અંતે વૈશ્વક સ્તરે 250 ડોલર મિલિયનની કમાણી કરશે તેવી ધારણા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ MI 7 ફિલ્મ 290 ડોલર મિલિયન બજેટમા બનાવવામાં આવી છે. રોગચાળાને લીધે લાંબા સમયના ફિલ્મ નિર્માણને કારણે ખર્ચમાં વધારો થયો હતો. એહેવાલ અનુસાર ડેડ રેકનિંગ પાર્ટ ટુની નિર્માણ કિંમત તુલનાત્મક રીતે ઘણી ઓછી હશે. કારણ કે, બન્ને ભાગ એક સાથે શૂટ કરવામાં આવ્યા છે.

ફિલ્મનું નિર્દેશન: મિશન: ઈમ્પોસિબલ 7નું નિર્દેશન ક્રિસ્ટોફર મેક્વેરી દ્વારા કરવામાં આવ્યું છે. સ્પાય એક્શન ફિલ્મમાં હેલી એટવેલ પણ છે. આ ફિલ્મ 61 વર્ષીય એથન હંટ ( ટોમ ક્રૂઝ) અને તેની મીશન ઈમ્પોસિબલ ટીમને અનુસરે છે, કારણ કે, રહસ્યમય, સર્વશક્તિમાન કૃત્રિમ બુદ્ધિ બળને દૂર કરવા માટે કામ કરે છે, જેને ધ એન્ટિટી કહે છે.

  1. Anupam Kher: 539મી ફિલ્મની જાહેરાત કરતા અનુપમ ખેરે શેર કરી તસવીર, શું તમને ફોટો જોયા પછી કંઈ યાદ આવ્યું?
  2. Tamannaah Bhatia : તમન્ના ભાટિયા જોન અબ્રાહમ સાથે એક્શન ફિલ્મ કરશે, વેદામાં હિટ ડાયરેક્ટરનું હશે નિર્દેશન
  3. 3 Ekka Release Date: મલ્હાર ઠાકર યશ સોની અભિનીત '3 એક્કા'ની રિલીઝ ડેટ જાહેર, જુઓ ફિલ્મની પ્રથમ ઝલક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.