ગુજરાત

gujarat

Jayaprada Insurance Fraud Case: બોલિવુડ અભિનેત્રી જયાપ્રદાને ચેન્નઈની કોર્ટે જેલમાં ધકેલી, જાણો સમગ્ર ઘટના

By

Published : Aug 11, 2023, 5:37 PM IST

જયાપ્રદા અને અન્ય વ્યક્તિઓ સહિત અન્ના રોડ પર મૂવી થિયેટર ચલાવતા હતા. આ દરમિયાન લેબર ઈન્સ્યોરન્સ કોર્પોરેશનને જાણકારી પ્રાપ્ત થઈ હતી કે, તેઓએ થિયેટરમાં કામદારો પાસેથી એકત્ર કરવામાં આવેલા વીમાના નાણાં ચૂકવ્યા નથી. આ પછી કોર્પોરેશને કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આગળ શું થયું તે જાણવા માટે વાંચો સમાચાર.

બોલિવુડ અભિનેત્રી જયાપ્રદાને ચેન્નઈની કોર્ટે જેલમાં ધકેલી, જાણો સમગ્ર ઘટના
બોલિવુડ અભિનેત્રી જયાપ્રદાને ચેન્નઈની કોર્ટે જેલમાં ધકેલી, જાણો સમગ્ર ઘટના

ચેન્નઈ: બોલિવુડની અભિનેત્રી અને ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ જયાપ્રદા ચર્ચામાં આવી છે. તેમને એક ઈન્સ્યોરન્સ ફ્રોડ કેસમાં કોર્ટે સજા ફટકારી છે. તેમના કર્મચારીની અરજીઓ પર ધ્યાન આપતા ઓગમોર કોર્ટે 6 મહિનાની જેલની સજા સંભળાવી છે. અગાઉ જયાપ્રદાના થિયેટરમાં કામદાર વીમાના પૈસા ન ચૂકવવા બદલ આ સજા ફટકારવમાં આવી છે.

બોલિવુડ અભિનેત્રી જયાપ્રદાને ચેન્નઈની કોર્ટે જેલમાં ધકેલી, જાણો સમગ્ર ઘટના

જયાપ્રદા ઈન્સ્યુરન્સ ફ્રોડ કેસ: ચેન્નઈના રામ કુમાર રાજ બાબુ સાથે રાજ્યની રાજધાની અન્ના સલાઈમાં થયેટર ચલાવતી હતી, આ થિયેટર હવે અસ્તિત્વમાં નથી. તે 10 વર્ષથી બંધ હતું. આ કિસ્સામાં ત્યાં કામ કરતા તેમના થયેટર કાર્યકરો પાસેથી એકત્ર કરવામાં આવેલા ESIની ચૂકવણી એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનને ચૂકવવામાં આવી ન હતી. આ સંદર્ભમાં એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને ચેન્નઈમાં એગમોર કોર્ટમાં કેસ નોંધાવ્યો હતો. આ કેસ સામે જયાપ્રદા અને અન્ય દ્વાર મદ્રાસ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી ત્રણ અરજીઓ ફગાવી દેવામાં આવી હતી.

બોલિવુડ અભિનેત્રી જયાપ્રદાને ચેન્નઈની કોર્ટે જેલમાં ધકેલી, જાણો સમગ્ર ઘટના

બોલિવુડમાં 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો: જ્યારે કેસ એગ્મોર કોર્ટના જજ સમક્ષ સુનાવણી માટે આવ્યો ત્યારે જયાપ્રદાએ કહ્યું હતું કે, વર્કર્સ પાસેથી મળેલી રકમ ચૂકવશે. પરંતુ એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનના વકીલે તેમની સામે વાંધો ઉઠાવ્યો હતો. બંને પક્ષોની દલીલો સાભળ્યા પછી, કોર્ટે જયાપ્રદા સહિત ત્રણ વ્યક્તિઓને છ મહિનાની કેદ અને 5000 રુપિયાનો દંડ ફટકાર્યો હતો. અભિનેત્રી જયાપ્રદા 80ના દાયકામાં ફેમસ હતી. કમલરહાસન અભિનીત 'સલંગાઈ ઓલી' ફિલ્મ જયાપ્રદા માટે વધુ લોકપ્રિય હતી. તેમણે કોલિવુડ, ટોલીવુટડ અને બોલિવુડ ઉદ્યોગમાં 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. ત્યાર બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને સાંસદ પદ પર પણ ઉભા રહ્યાં હતાં.

  1. Parineeti Chopra Video: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા, ચાહકે કહ્યું લગ્ન ક્યારે ?
  2. Alia Bhatt Hollywood Debut: આલિયા ભટ્ટનું હોલિવુડમાં ડેબ્યૂ, 'હાર્ટ ઓફ સ્ટોન'માં અભિનેત્રીની પ્રતિભાનો ઓછો ઉપયોગ
  3. Rani Mukerji Miscarriage: એક ઈવેન્ટમાં રાની મુખર્જીએ કર્યો મોટો ખુલસો, ઘટના સાંભળી થશે અચરજ

ABOUT THE AUTHOR

...view details