ગુજરાત

gujarat

actors biki ride without helmet: બિગ બી, અનુષ્કા શર્મા માટે બાઇક રાઇડ ભારે પડી, પોલીસ એક્ટર્સ વિરુદ્ધ કાર્યવાહી કરશે

By

Published : May 16, 2023, 2:29 PM IST

અભિનેતા અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્મા મોટરબાઈક પર સવારી કરતા જોવા મળ્યા હતા. જો કે, નેટીઝન્સે તેમને હેલ્મેટ ન પહેરવા બદલ પૂછપરછ કરી અને સોશિયલ મીડિયા પર મુંબઈ પોલીસનું ધ્યાન દોર્યુ હતું. આ અંગે પોલીસે ટ્વીટર પર પ્રિતિક્રિયા આપી છે. વાંંચો અહિં પુરા સમાચાર.

બિગ બી, અનુષ્કા શર્મા માટે બાઇક રાઇડ ભારે પડી, પોલીસ એક્ટર્સ વિરુદ્ધ કાર્યવાહી કરશે
બિગ બી, અનુષ્કા શર્મા માટે બાઇક રાઇડ ભારે પડી, પોલીસ એક્ટર્સ વિરુદ્ધ કાર્યવાહી કરશે

હૈદરાબાદ:બોલિવૂડ સેલિબ્રિટી અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માએ હેડલાઇન્સ બનાવી છે. કારણ કે, તેઓએ તેમની લક્ઝુરિયસ કાર છોડી દીધી હતી અને કામ પર પહોંચવા માટે બાઇક પર બેસીને પરિવહનનો ઝડપી મોડ પસંદ કર્યો હતો. બંને કલાકારોએ મુંબઈના ટ્રાફિકથી બચવા માટે બાઇક રાઈડ કરી હતી. બિગ બી રવિવારે આવું કરનાર પ્રથમ વ્યક્તિ હતા, જ્યારે અનુષ્કા સોમવારે સવારે પાપારાઝી દ્વારા પકડાઈ હતી.

બિગ બી, અનુષ્કા શર્મા માટે બાઇક રાઇડ ભારે પડી, પોલીસ એક્ટર્સ વિરુદ્ધ કાર્યવાહી કરશે

યુઝર્સની ફરિયાદ: જો કે, કલાકારોના ફોટા અને વિડિયો ઓનલાઈન સામે આવ્યા પછી સંખ્યાબંધ સોશિયલ મીડિયા યુઝર્સે ફરિયાદ કરી હતી કે ન તો કલાકારો કે, સવારોએ હેલ્મેટ પહેરી હતી. ટ્વિટર પર નેટીઝન્સે તેના પર વાંધો ઉઠાવ્યો અને મુંબઈ પોલીસને આ વિશે જણાવવા માટે ટેગ પણ કર્યું છે. પોલીસે ટ્વીટ પર પ્રતિક્રિયા આપી અને લખ્યું, "અમે આને ટ્રાફિક શાખા સાથે શેર કર્યું છે. MTPHereToHelp."

બિગ બીની પોસ્ટ શેર:અમિતાભ બચ્ચને તારીખ 14 તારીખે એક પોસ્ટ શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે,"રાઈડ માટે આભાર મિત્ર. તમને ખબર નથી. પરંતુ તમે મને કામના સ્થળે સમયસર પહોંચાડી દીધા. ઝડપી અને વણઉકેલાયેલા ટ્રાફિક જામને ટાળવા માટે. આભાર કેપ, શોર્ટ્સ અને યલો ટી-શર્ટના માલિક."

આ પણ વાંચો:

ACTOR SONU SOOD: સોનુ સૂદે પોતાનું વચન પૂરું કર્યું, 200 કરોડના ખર્ચે બનનારા ભક્ત નિવાસ માટે દાન આપશે

Vicky Kaushal Birthday: વિક્કી કૌશલનો જન્મદિવસ, આ અવસરે તેમના શ્રેષ્ઠ અભિનય પર એક નજર

Dia Mirza Sons Birthday: દિયા મિર્ઝાએ પુત્રનો જન્મદિવસ ઉજવ્યો, ક્યૂટ તસવીર શેર કરી

વર્ક ફ્રન્ટ:અમિતાભ બચ્ચન દીપિકા પાદુકોણ અને પ્રભાસ સાથે નાગ અશ્વિનના 'પ્રોજેક્ટ K'માં જોવા મળશે. તે એક દ્વિભાષી મૂવી છે જે એકસાથે બે ભાષાઓમાં હિન્દી અને તેલુગુ વિવિધ સ્થળોએ શૂટ કરવામાં આવી છે. બિગ બી રિભુ દાસગુપ્તાની આગામી કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ 'સેક્શન 84'માં પણ જોવા મળશે. બીજી બાજુ અનુષ્કા શર્મા આગળ પ્રોસિત રોયની સ્પોર્ટ્સ બાયોપિક ચકડા એક્સપ્રેસમાં જોવા મળશે જેમાં તે ક્રિકેટર ઝુલન ગોસ્વામીની ભૂમિકા નિભાવશે.

ABOUT THE AUTHOR

...view details