ગુજરાત

gujarat

અક્ષય કુમારે આમિર ખાન સામે બાથ ભીડી,'રક્ષા બંધન'ને 'લાલ સિંહ ચઢ્ઢા'ની સામે ઉભો કર્યો

By

Published : Jun 16, 2022, 3:10 PM IST

એક પછી એક ફ્લોપ ફિલ્મો આપી રહેલા અક્ષય કુમારે હવે આમિર ખાન સામે હરીફાય કરી રહ્યા છે. વાસ્તવમાં, અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ 'રક્ષા બંધન'ની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. (Raksha Bandhan vs laal singh chaddha at box office ) આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' પણ તે દિવસે રિલીઝ થઈ રહી છે.

અક્ષય કુમારે આમિર ખાન સામે બાથ ભીડી,'રક્ષા બંધન'ને 'લાલ સિંહ ચઢ્ઢા'ની સામે ઉભો કર્યો
અક્ષય કુમારે આમિર ખાન સામે બાથ ભીડી,'રક્ષા બંધન'ને 'લાલ સિંહ ચઢ્ઢા'ની સામે ઉભો કર્યો

હૈદરાબાદ:આ વર્ષે અક્ષય કુમારની ઘણી વધુ ફિલ્મો રિલીઝ થવાની બાકી છે. તાજેતરમાં જ અભિનેતાની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' રીલિઝ થઈ, જેણે બોક્સ ઓફિસ પર પાણી પણ ના માંગ્યુ. આ ફિલ્મ અક્ષય કુમારની ફ્લોપ લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. હવે અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ રક્ષાબંધનની રિલીઝ ડેટ (Raksha Bandhan release date) જાહેર કરી છે. આ સાથે અક્ષય કુમારે બોક્સ ઓફિસ (Raksha Bandhan vs laal singh chaddha at box office ) પર આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાનો પડકાર ઝીલી લીધો છે. તમને જણાવી દઈએ કે, આ બંને ફિલ્મો એક જ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો:ડ્રગ્સ કેસમાં જામીન મળતા જ સિદ્ધાંત કપૂરે શેર કરી મિસ્ટ્રી ગર્લ સાથેની સેલ્ફી, યુઝર્સે લીધો આડે હાથ

'રક્ષા બંધન'ની રિલીઝ ડેટ જાહેર: અક્ષય કુમારે ગુરુવારે સોશિયલ મીડિયા પર ફિલ્મ રક્ષા બંધનનું ટીઝર શેર કર્યુ હતું, જેમાં તેણે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. આ ફિલ્મનું નિર્દેશન આનંદ એલ રોયે કર્યું છે. અગાઉ તેણે અક્ષય કુમાર સાથે 'અતરંગી રે' કરી હતી.

રક્ષા બંધન સામે લાલ સિંહ ચઢ્ઢા:તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ રક્ષા બંધન અને આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા આ વર્ષે 11 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર આમને-સામને થશે. આવી સ્થિતિમાં અક્ષય કુમારની ફિલ્મ વધુ જોખમમાં છે, કારણ કે આમિરના ચાહકો લાંબા સમયથી લાલ સિંહ ચઢ્ઢાની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો:ટીવી એક્ટર કરણવીર બોહરા સામે મહિલા સાથે છેતરપિંડી કરવાનો ગુનો

ફ્લોપ ફિલ્મોનો ચીલ ચીલો: અહીં, બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની એક પછી એક ફિલ્મોથી ચાહકોનો મોહભંગ થઈ રહ્યો છે. આ વર્ષની 'બચ્ચન પાંડે' અને 'સમ્રાટ પૃથ્વીરાજ' અક્ષય કુમારની સુપર ફ્લોપ ફિલ્મો સાબિત થઈ છે. આમ છતાં અક્ષય કુમારે આમિર ખાનની ફિલ્મ સાથે બોક્સ ઓફિસ પર બાથ ભરીને પોતાના પગ પર જ કુહાડો મારવા જેવુ કામ કર્યુ છે.

ABOUT THE AUTHOR

...view details