ETV Bharat / entertainment

ડ્રગ્સ કેસમાં જામીન મળતા જ સિદ્ધાંત કપૂરે શેર કરી મિસ્ટ્રી ગર્લ સાથેની સેલ્ફી, યુઝર્સે લીધો આડે હાથ

author img

By

Published : Jun 15, 2022, 4:04 PM IST

શક્તિ કપૂરના પુત્રને ડ્રગ્સ કેસમાં (Siddhant Kapoor Drugs Case) જામીન મળ્યા બાદ એક સેલ્ફી (siddhanth kapoor shared a selfie) સામે આવી છે, જેમાં તે એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળી રહ્યો છે. હવે સિદ્ધાર્થને આડેહાથ લીધો છે... ટ્રોલર્સની કોમેન્ટ વાંચો

ડ્રગ્સ કેસમાં જામીન મળતા જ સિદ્ધાંત કપૂરે શેર કરી મિસ્ટ્રી ગર્લ સાથેની સેલ્ફી, યુઝર્સે લીધો આડે હાથ
ડ્રગ્સ કેસમાં જામીન મળતા જ સિદ્ધાંત કપૂરે શેર કરી મિસ્ટ્રી ગર્લ સાથેની સેલ્ફી, યુઝર્સે લીધો આડે હાથ

હૈદરાબાદ: અભિનેતા શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરને તાજેતરમાં બેંગ્લોર પોલીસે રેવ પાર્ટીમાંથી અટકાયતમાં લીધો હતો. આ દરમિયાન સિદ્ધાંતનો ડ્રગ્સ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે આ કેસમાં (Siddhant Kapoor Drugs Case) અભિનેતા શક્તિ કપૂરના પુત્રના જામીન મળી ગયા છે. તે જ સમયે, જામીન મળ્યા પછી, સિદ્ધાંત કપૂરે એક સેલ્ફી શેર (siddhanth kapoor shared a selfie) કરી છે. આ સેલ્ફી ફ્લાઈટની અંદરની છે. આ સેલ્ફીમાં એક મિસ્ટ્રી ગર્લ પણ સિદ્ધાંત સાથે બેઠેલી જોવા મળી રહી છે.

ડ્રગ્સ કેસમાં જામીન મળતા જ સિદ્ધાંત કપૂરે શેર કરી મિસ્ટ્રી ગર્લ સાથેની સેલ્ફી, યુઝર્સે લીધો આડે હાથ
ડ્રગ્સ કેસમાં જામીન મળતા જ સિદ્ધાંત કપૂરે શેર કરી મિસ્ટ્રી ગર્લ સાથેની સેલ્ફી, યુઝર્સે લીધો આડે હાથ

આ પણ વાંચો: દિલીપ કુમારનો એવોર્ડ મેળવતા જ રડી પડી સાયરા બાનુ, જુઓ વીડિયો

સિદ્ધાંત અને મિસ્ટ્રી ગર્લ વચ્ચેની નિકટતા: સેલ્ફીમાં સિદ્ધાંત અને મિસ્ટ્રી ગર્લ માસ્ક પહેરેલ છે. સેલ્ફી બતાવે છે કે સિદ્ધાંત બેંગ્લોરથી મુંબઈ પરત ફરી રહ્યો છે. સેલ્ફીમાં સિદ્ધાંત અને મિસ્ટ્રી ગર્લ વચ્ચેની નિકટતા જોઈ શકાય છે. આ સેલ્ફીને શેર કરીને સિદ્ધાંતે કેપ્શનમાં હાર્ટ અને એવિન આઈ વચ્ચે હાથ મિલાવવાનું પ્રતીક શેર કર્યું છે.

ટ્રોલર્સની કોમેન્ટ: હવે યુઝર્સે આ સેલ્ફી પર સિદ્ધાંતને આડે હાથ લીધો છે. એક યુઝરે લખ્યું, 'આખી ઈન્ડસ્ટ્રી ડ્રગ્સ લે છે'. અન્ય એક યુઝરે લખ્યું, 'તમારે લખવું જોઈતું હતું કે માંડ માંડ બચ્યા'. બીજાએ લખ્યું, 'તમે કેસમાંથી ક્યાં ભાગી જશો?'

ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની વાત: બેંગ્લોર પોલીસના જણાવ્યા અનુસાર, સિદ્ધાંતના મેડિકલ રિપોર્ટમાં ડ્રગ્સ લેવાની પુષ્ટિ થઈ હતી, ત્યારબાદ અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી, તેની સાથે જ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની પણ વાત થઈ હતી.

ડ્રગ્સ કેસમાં જામીન મળતા જ સિદ્ધાંત કપૂરે શેર કરી મિસ્ટ્રી ગર્લ સાથેની સેલ્ફી, યુઝર્સે લીધો આડે હાથ
ડ્રગ્સ કેસમાં જામીન મળતા જ સિદ્ધાંત કપૂરે શેર કરી મિસ્ટ્રી ગર્લ સાથેની સેલ્ફી, યુઝર્સે લીધો આડે હાથ

આ સમાચારોથી દુઃખ થયું: આ સમગ્ર મામલામાં શક્તિ કપૂરે કહ્યું હતું કે, 'મને આ વિશે કંઈ ખબર નથી, હું સૂઈ રહ્યો હતો અને મારો ફોન સતત વાગી રહ્યો હતો'. તેણે વધુમાં કહ્યું કે તેના પુત્રને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી મને નથી લાગતું કે ડ્રગ્સ સંબંધિત કંઈ છે, મને આ સમાચારોથી દુઃખ થયું છે.

આ પણ વાંચો: ટીવી એક્ટર કરણવીર બોહરા સામે મહિલા સાથે છેતરપિંડી કરવાનો ગુનો

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી: વર્ષ 2020માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી ડ્રગ્સ કેસની ચેઈન ખુલી હતી જેમાં શક્તિ કપૂરની પુત્રી અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરની પણ NCB દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.