ગુજરાત

gujarat

Maidaan Teaser: આ ખાસ દિવસે રિલીઝ કરશે 'મેદાન'નું ટીઝર, અજય દેવગણ કરશે ડબલ ધમાલ

By

Published : Mar 28, 2023, 1:20 PM IST

બોલિવુડ ફિલ્મ ઉદ્યોગમાં સિંઘમ તરીકેની ખ્યાતી મેળવનાર અભિનેતા અજય દેવગણની ફિલ્મ 'મેદાન'નું અજય દેવગણે પોતાના ફેન્સ માટે એક મોટું સરપ્રાઈઝ તૈયાર કર્યું છે. અજય તેની આગામી ફિલ્મ 'મેદાન'નું ટીઝર તે દિવસે રિલીઝ કરશે જ્યારે તેની હોરર ફિલ્મ સિનેમા હોલમાં રિલીઝ થવાની છે.

Maidaan Teaser: આ ખાસ દિવસે રિલીઝ કરશે 'મેદાન'નું ટીઝર, અજય દેવગણ કરશે ડબલ ધમાલ
Maidaan Teaser: આ ખાસ દિવસે રિલીઝ કરશે 'મેદાન'નું ટીઝર, અજય દેવગણ કરશે ડબલ ધમાલ

મુંબઈઃ બોલિવૂડના અભિનેતા અજય દેવગણ તારીખ 30 માર્ચે ફિલ્મ 'ભોલા' સાથે સિનેમાઘરોમાં આવવા જઈ રહ્યા છે. આ સાથે અજય તેના ચાહકોમાં વધુ એક ધમાકો કરવા જઈ રહ્યા છે. તારીખ 30 માર્ચે આ ફિલ્મની સાથે અજય દેવગણની આગામી ફિલ્મ 'મેદાન'નું ટીઝર પણ સિનેમાઘરોમાં રિલીઝ થવાનું છે. ફિલ્મ 'મેદાન' એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે, જેમાં અજય દેવગણ ફૂટબોલ કોચની ભૂમિકામાં જોવા મળશે. આવી સ્થિતિમાં અજય દેવગણ તેના ફેન્સ સાથે ડબલ ધમાલ કરશે. જાણો અહિં ફિલ્મની રિલીઝ ડેટ.

આ પણ વાંચો:Ajay Devgan Rrr Oscar: અજય દેવગણે કહ્યું 'મારા કારણે Rrrને મળ્યો ઓસ્કર', જુઓ અહિં વીડિયો

ફિલ્મની રિલીઝ ડેટ: અજય દેવગણ સાઉથ એક્ટ્રેસ પ્રિયમણી, ગજરાજ રાવ અને સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશ સ્ટારર ફિલ્મ 'મેદાન'નું નિર્માણ બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મમેકર બોની કપૂર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન અમિત શર્માએ કર્યું છે. ફિલ્મમાં AR રહેમાનનું સંગીત છે. આ ફિલ્મની રિલીઝ ડેટ ઘણી વખત આગળ પાછળ કરવામાં આવી છે અને હવે આ ફિલ્મ ચાલુ વર્ષની તારીખ 23 જૂને રિલીઝ થવા જઈ રહી છે. દર્શકો આ ફિલ્મને લઈ ખુબજ ઉત્સાહમાં છે, આ સાથે હવે ફિલ્મના રિલીઝ થવાની રાહ જોઈ રહ્યાં છે.

આ પણ વાંચો:Shah Rukh Khan: 'પઠાણ'ની સફળતા બાદ શાહરૂખ ખાને ખરીદી નવી લક્ઝરી કાર, કિંમત જાણીને થશે આશ્ચર્ય

અજય દેવગણની ફિલ્મ: અજય દેવગણની ફિલ્મ 'ભોલા'માં તબ્બુ, અમલા પોલ અને કોમેડી અભિનેતા દીપક ડોબરિયાલ જોવા મળશે. જે તારીખ 30 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. તે તમિલ ફિલ્મ 'કૈદી'ની હિન્દી રિમેક છે. તમિલ અભિનેતા કીર્તિ અભિનીત ફિલ્મ 'કૈદી'નું દિગ્દર્શન યુવા દિગ્દર્શક લોકેશ કનાગરાજે કર્યું હતું. અજયની એક્શન થ્રિલર ફિલ્મ હિટ સાબિત થઈ હતી. હવે સિનેમાઘરોમાં 'ભોલા'ને કેવો પ્રતિસાદ મળે છે, તે તારીખ 30 માર્ચે ખબર પડશે.

ABOUT THE AUTHOR

...view details