ગુજરાત

gujarat

Birthday Celebration: અજય દેવગણે પુત્ર યુગને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, તસવીર કરી શેર

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 12:14 PM IST

બોલિવુડ સિંઘમ અજય દેવગણનો દીકરો યુગ હવે મોટો થઈ ગયો છે. યુગના જન્મદિવસના અવસર પર અજયે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી. આ દરમિયાન અજય દેવગણે પોસ્ટ સાથે એક ઈમોશનલ નોટ લખી હતી. જુઓ અહિં, અજય દેવગણ અને પુત્ર યુગની શાનદાર તસવીર.

અજય દેવગણે પુત્ર યુગને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, તસવીર કરી શેર
અજય દેવગણે પુત્ર યુગને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, તસવીર કરી શેર

મુંબઈ: બોલિવુડ એક્ટર અજય દેવગણે પોતાના પુત્ર યુગને આજે તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. યુગ 13 વર્ષનો થઈ ગયો છે. આ પ્રસંગે સિંઘમ તેમના પુત્ર માટે થોડા ભાવુક બન્યા હતા. તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર નોંધ શેર કરી છે. જેમાં તેમણે યુગને ધીમે ધીમે મોટા થવાનું કહ્યુ હતુ. આજય દેવગણ અને કાજોલ યુગના માતા-પિતા છે અને સ્ટાર દંપતિએ તારીખ 20 એપ્રિલ 2003ના રોજ ન્યાસાનું સ્વાગત કર્યું હતું.

અભિનેતાએ પુત્ર માટે એક સુંદર નોંધ લખી: અજય દેવગણ ગૌરવપૂર્ણ પિતા છે. કારણ કે, 13મી સપ્ટેમ્બર તેમના પુત્ર યુગનો 13મો જન્મદિવસ છે. આ ખાસ અવસરે અજય દેવગણે તેમના પુત્રને જન્મદિવસની શુભકામના પાઠવી છે. યુગને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા અજય દેવગણે આ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ''તે પહેલાથી જ મારા ખોળામાંથી ઉછરી રહ્યો છે. હેપ્પી બર્થ ડે દીકરા. થોડો ધીરે ધીરે મોટો થા યાર.'' તેમણે એક સુંદર તસવીર પણ શેર કરી છે.

અજય દેવગણે પુત્રને શુભેચ્છા પાઠવી: તસવીરમાં યુગ તેમના પિતાના ખોળામાં માંથું રાખીને સૂતો જોવા મળે છે અને અજય દેવગણ તેમની તરફ પ્રેમથી જોઈ રહ્યા છે. તેઓ વાતચિતમાં મન્ગ લાગે છે. કાજોલ અને અજયે વર્ષ 1994માં ડેટિંગ શરુ કરી હતી અને વર્ષ 1999માં લગ્ન કરી લીધા હતા. અજય દેવગણની અગાઉની ફિલ્મો 'દ્રશ્યમ 2', 'ભોલા' અને 'થેન્ક ગોડ' હતી. જયારે તેમની આગામી ફિલ્મ 'ગોલમાલ 5', 'સિંઘમ અગેન' અને 'મેદાન' છે.

  1. Mammootty Sister Death: સાઉથ સુપરસ્ટાર મામૂટીની નાની બહેન અમીનાનું નિધન, 70 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
  2. Satinder Kumar Khosla: કોમેડી અભિનેતા બિરબલનું નિધન, 84 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
  3. Hu Ane Tu Release Date: કોમેડી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા સ્ટારર ફિલ્મ 'હું અને તું' ટૂંક સમયમાં મોટા પદડા પર જોવા મળશે

ABOUT THE AUTHOR

...view details