ગુજરાત

gujarat

Banglamukhi Temple Agra: શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રા સંગ બંગલામુખી મંદિરમાં યજ્ઞ કર્યો, જુઓ તસવીર

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 10:36 AM IST

Updated : Sep 1, 2023, 12:27 PM IST

અભિનેત્રી શિલ્પા શેટ્ટી ગુરુવારે પોતાના પતિ રાજ કુન્દ્રા સાથે માં બંગલામુખીના દર્શન કરવા માટે પહોંચી હતી. આ દરમિયાન તેમણે પરંપરાગત વિધીઓ અનુસાર પૂજા કરી હતી અને પંચકુંડીયા યજ્ઞ પણ કર્યો હતો. શિલ્પા અને રાજ કુન્દ્રાની તસવીર અહિં જુઓ.

શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રા સંગ બંગલામુખી મંદિરમાં યજ્ઞ કર્યો, જુઓ તસવીર
શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રા સંગ બંગલામુખી મંદિરમાં યજ્ઞ કર્યો, જુઓ તસવીર

આગ્રા: બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રા ગુરુવારે આગ્રા બંગલામુખી મંદિરના દર્શન કરવા માટે ગયા હતા. ત્યાં તેમણે પંચકુંડીયા યજ્ઞ પણ કર્યો હતો. મંદિરમાં દર્શન કરી રહેલા શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની તસવીર પણ સામે આવી છે. આ તસવીરને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બંગલામુખીના દર્શન કર્યા, જુઓ તસવીર

અભિનેત્રી બંગલામુખી મંદિરમાં પહોંચી: વાસ્તવમાં શિલ્પા શેટ્ટી શહેરમાં આયોજિત એક ફેશન શોમાં ભાગ લેવા માટે પહોંચી હતી. આ દરમિયાન તે પોતાના પતિ સાથે ગુરુવારે સાંજે આગ્રા કેન્ટ સ્થિત માં બંગલામુખી મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી હતી અને આ મંદિરમાં તેમણે યજ્ઞ પણ કર્યો હતો. અભિનેત્રીના મંદિર જવાનો પ્રોગ્રામ ગુપ્ત રાખવામાં આવ્યો હતો. શિલ્પા શેટ્ટીના મંદિરમાં દર્શનાર્થે જવાની વાત સોશિયલ મીડિયા પર તસવીર શેર થઈ ત્યારે ખબર પડી હતી.

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બંગલામુખીના દર્શન કર્યા, જુઓ તસવીર

શિલ્પાએ પતિ સંગ મંદિરમાં યજ્ઞ કર્યો: યજ્ઞનું સંચાલન કરનાર મંદિરના મહંત નિતિન સેઠીએ જણાવ્યું હતું કે, ''શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રાએ મંદિમાં યજ્ઞ કર્યો હતો.'' દર્શન કર્યા બાદ શિલ્પા અને રાજ કુન્દ્ર ખુબ જ ખૂશ જોવા મળ્યા હતા. શિલ્પા અને તેમના પતિ રાજ કુન્દ્રાએ સંપુર્ણ પરંપરાગત વિધિઓ સાથે મંદિરમાં ધાર્મિક વિધિઓ કરી હતી. યજ્ઞ કર્યા બાદ બંને હોટલ પરત ફર્યા હતા.

તાજ મહેલની મુલાકાત: અભિનેત્રી શિલ્પા શેટ્ટી વર્ષ 2009માં અને 2017માં પણ તાજનગરી આવી ચૂકી છે. ત્યાર બાદ તેમણે પતિ રાજ કુન્દ્રા અને પોતાના દોસ્તો સાથે તાજમહેલની મુલાકાત લીધી હતી. શિલ્પા શેટ્ટી આ દિવસોમાં ઈન્ડિયા ગૉટ ટેલેન્ટ સીઝન 10માં જજ તરીકે જોવા મળી રહી છે, તે ઘણા સમયથી આ શોને જજ કરી રહી છે. શિલ્પા છેલ્લે વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ 'નિકમ્મા'માં જોવા મળી હતી.

  1. Jawan Trailer Dialogue: 'બેટે કો હાથ લગને સે પહેલે...', 'કિંગ ખાન'ના આ ડાયલોગ પર ચાહકોએ કહ્યું – સમજદાર કો ઈશારા કાફી હૈ !
  2. Trailer Of Jawan : લોકોની આતુરતાનો અંત, શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નું ટ્રેલર રિલીઝ
  3. Raj Kumar Rao: બોલિવૂડના રાજકુમારનો આજે 39મો જન્મદિવસ
Last Updated : Sep 1, 2023, 12:27 PM IST

ABOUT THE AUTHOR

...view details