ગુજરાત

gujarat

વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલે અનાજ વિતરણ કામગીરીનું કર્યું નિરીક્ષણ

By

Published : May 12, 2021, 10:46 PM IST

વડોદરામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 હેઠળ આવતા કુટુંબોને મંગળવારેથી વિનામૂલ્યે રાશન વિતરણનો પ્રારંભ કરાયો હતો. ત્યારે આજે બુધવારે શહેરના કલેક્ટર શાલિની અગ્રવાલે વ્યાજબી ભાવની દુકાનોની મુલાકાત લઈને અનાજ વિતરણની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલે અનાજ વિતરણ કામગીરીનું કર્યું નિરીક્ષણ
વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલે અનાજ વિતરણ કામગીરીનું કર્યું નિરીક્ષણ

  • વડોદારા જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરાઈ
  • રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વિનામૂલ્યે રાશન વિતરણનો પ્રારંભ
  • કલેક્ટર શાલિની અગ્રવાલે રાશન વિતરણ કામગીરીનું નિરીક્ષણ કર્યું

વડોદરા: શહેર જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 હેઠળ પાત્રતા ધરાવતા અંત્યોદય તથા અગ્રતા ધરાવતાં કુટુંબોને આંશિક લોકડાઉનની પરિસ્થિતીના કારણે રાહત મળે તે માટે મંગળવારેથી વિનામૂલ્યે રાશન વિતરણનો પ્રારંભ કરાયો હતો. ત્યારે, જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે આજે બુધવારે શહેરના અકોટા વિસ્તારની વ્યાજબી ભાવની દુકાનોની મુલાકાત લઈને અનાજ વિતરણની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલે અનાજ વિતરણ કામગીરીનું કર્યું નિરીક્ષણ

આ પણ વાંચો:જામનગરમાં સસ્તા અનાજની દુકાન પર રાશન વિતરણ કરી શકે છે કોરોના બ્લાસ્ટ

રેશનકાર્ડ ધારકોને વ્યકિત દીઠ 5 કિગ્રા અનાજ અપાશે

વડોદરા જિલ્લાની કુલ 805 દુકાનો મારફત 2.36 લાખ NFSA કાર્ડ અને 11 લાખ જનસંખ્યાને આવરી લઈને અનાજનું વિતરણ થઇ રહ્યું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના 3જા તબક્કામાં મે માસમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ તથા રેગ્યુલર NFSA રેશનકાર્ડધારકોને ૧૧ મેથી અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદામાં સમાવિષ્ટ તમામ રેશનકાર્ડ ધારકોને વ્યકિત દીઠ 5 કિગ્રા અનાજ (3.5 કિગ્રા ઘઉ અને 1.5 કિગ્રા ચોખા) વિનામુલ્ય વિતરણ કરવામાં આવે છે. રેગ્યુલર NFSA (અંત્યોદય તથા PHH ) રેશનકાર્ડ ધારકોને ઘઉ, ચોખા, તુવેરદાળ, ખાંડ અને મીઠાનું સરકારે નિયત કરેલ દરે રેગ્યુલર વિતરણ શરૂ કરવામાં આવે છે.

આ પણ વાંચો:વાપીમાં જમીયતે ઉલેમા-એ-હિન્દ ટ્રસ્ટે 100 જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટ આપી

વ્યાજબી ભાવની દુકાનમાં સેનેટાઇઝરની વ્યવસ્થા

વડોદરા જિલ્લામાં સરકારના આરોગ્ય વિભાગની કોરોના ગાઇડલાઇનની હાલની અદ્યતન સુચનાઓનું પાલન થાય તે માટે વ્યાજબી ભાવની દુકાનમાં સેનેટાઇઝરની વ્યવસ્થા તેમજ લાભાર્થીની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ગોળ કુંડાળા દોરવામાં આવ્યા છે. આ ઉપરાંત, દુકાનો ખાતે ગીર્દી ન થાય તે માટે સરકારની સુચના મુજબ NFSA રેશનકાર્ડની બુકલેટનો અંતિમ આંક મુજબ લાભાર્થીઓને અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 હેઠળના લાભાર્થીઓને નિયમિત ધોરણે મળવાપાત્ર રાહતદરનું મે માસનું વિતરણ પણ 11 મેના રોજથી શરૂ થયું છે. જે પણ રેશનકાર્ડ બુકલેટ નંબર સામે દર્શાવેલ તારીખ વાઇઝ મેળવવાનું રહેતું હોય છે.

ABOUT THE AUTHOR

...view details