ગુજરાત

gujarat

લોકડાઉનઃ વડોદરા સેન્ટ્રલ જેલના કેદી દ્વારા માસ્ક, સાબુ, હેન્ડવોશ અને ફિનાઈલનું ઉત્પાદન કર્યું

By

Published : May 28, 2020, 4:25 PM IST

લોકડાઉનમાં ધંધા રોજગાર બંધ રહેવાથી સૌથી વધુ મુશ્કેલી વ્યવસાયીકોને પડી છે. પરંતુ, આ બાબતમાં વડોદરા સેન્ટ્રલ જેલના કેદી બંધુઓ ભાગ્યશાળી પુરવાર થયાં છે. કેદીઓએ આ સમય દરમિયાન 20 હજાર માસ્ક, સાબુ તથા લીકવીડ હેન્ડવોશ અને ફિનાઈલનું ઉત્પાદન કર્યું હતું.

Vadodara Central Jail
વડોદરા સેન્ટ્રલ જેલના કેદી

વડોદરાઃ સેન્ટ્રલ જેલમાં કેદી કલ્યાણ અને સુધારણાના અભિગમ હેઠળ અનેક પ્રકારની ઉત્પાદક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. જેને પગલે કેદી બંધુઓને નવા હુન્નરો અને કૌશલ્યો શીખવા મળે છે. આ ઉત્પાદકીય કામગીરીના વળતર રૂપે નિર્ધારિત મહેનતાણાની આવક થાય છે અને સજા પૂરી કરીને નીકળતા કેદીઓ સમાજમાં એક કુશળ કારીગર તરીકે પાછા ફરે છે.

વડોદરા સેન્ટ્રલ જેલના કેદી દ્વારા માસ્ક, સાબુ, લીકવીડ હેન્ડવોશ અને ફિનાઈલનું ઉત્પાદન કર્યું

લોકડાઉનમાં પણ સેન્ટ્રલ જેલમાં અનુકૂળતા પ્રમાણે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળીને દરજી કામ વિભાગ, સાબુ અને રસાયણ વિભાગ જેવા વિભાગોમાં ઉત્પાદકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવી જેના પરિણામે તેની સાથે જોડાયેલા કેદીઓએ પરિશ્રમ કર્યો અને કમાણી પણ કરી. લોકડાઉનમાં દરજી વિભાગના 10 કેદીઓએ 20 હજાર માસ્ક બનાવ્યા છે. આ માસ્ક તમામ કેદીઓ, અધિકારીઓ અને કામ કરતા કર્મચારીઓ ઉપરાંત અન્ય કચેરીઓને પૂરાં પાડવામાં આવ્યાં હતા.

તેજ રીતે આ સમયગાળામાં અન્ય 10 કેદીઓએ કાર્બોલિક સાબુ, લિકવિડ હેન્ડ વોશ, લીમડાના સાબુ અને ફીનાઇલનું ઉત્પાદન કર્યું હતું. તેમણે 59 હજાર નંગ સાબુ, 6,250 લિટર ફિનાઇલ, 2100 લિટર લીકવિડ હેન્ડ વોશનું ઉત્પાદન કરીને લોકડાઉનનો ઉત્સવ બનાવ્યો હતો.

આ સામગ્રી રાજ્યની અન્ય તમામ જેલોને જરૂરિયાત પ્રમાણે પૂરી પાડવામાં આવી છે. કોરોના સંકટ સામે બચાવના અસરકારક ઉપાયના રૂપમાં વારંવાર સાબુથી હાથ ધોવા અને રહેવાની જગ્યાની ફિનાઇલ દ્વારા નિયમિત સફાઈની આગવી અગત્યતા છે.

ABOUT THE AUTHOR

...view details