ગુજરાત

gujarat

વડોદરાના હોટલ માલિકે ઝારખંડના હજારીબાગ જઈને પિતરાઈની કરી હત્યા

By

Published : Oct 20, 2020, 12:37 PM IST

વડોદરામાં પત્ની સાથે શારીરિક સબંધ બાંધ્યો હોવાની અદાવત રાખીને વડોદરાના હોટલ માલિકે ઝારખંડના હજારીબાગ જઈને પિતરાઈની આયોજનબદ્ધ રીતે હત્યા કરી હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીઓને ઝારખંડની ચરહી પોલીસને હવાલે કર્યો છે.

વડોદરા
વડોદરા

  • વડોદરાના હોટલ માલીકે પિતરાઈની હત્યા કરી
  • દિપકે નાઈલોનની દોરીથી રણજીતનું ગળું દબાવી હત્યા કરી
  • ઘટના અંગેની વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમને જાણ થઈ

વડોદરા: પોલીસે હત્યારા હોટલ માલિકે તેના એક સાથીદાર તથા તેની પત્નીની ધરપકડ કરીને ઝારખંડ પોલીસને હવાલે કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના હરીનગર બ્રીજ પાસે આવેલી સ્વાગત રેસ્ટોરન્ટ ધરાવતા અર્જુનપ્રસાદ શ્યામલાલ મંડલ ઝારખંડના ગીરડી જિલ્લાના ભાગોદરના વતની છે. તેમના માસીના દિકરો રણજીત વડોદરામાં પરીક્ષા આપવા માટે તાજેતરમાં આવ્યો હતો.

રણજીતે અર્જુન મંડલની પત્ની સાથે શારીરિક સબંધ બાંધ્યો હતો

આ દરમિયાન રણજીતે અર્જુન મંડલની પત્ની સાથે શારીરિક સબંધ બાંધ્યો હતો.આ અંગેની જાણ થતાં અકળાયેલા અર્જુન મંડલ વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં ચકલી સર્કલ પાસે ગેરેજ ચલાવતાં દિપક ખેંગારભાઇ બાવરવાને લઈને ઝારખંડના હજારીબાગ પહોચી ગયો હતો.અર્જુનની હોટલમાં કામ કરતાં વિષ્ણુભાઈની કાર લઈને હજારીબાગ પહોંચેલ અર્જુન મંડળે 7 તારીખે રાત્રે 11 વાગે રણજીતની સાથે ફરવા નીકળ્યો હતો.

હત્યા કરીને મૃતદેહને રોડની સાઈડ પર ફેંકી દીધો

અર્જુન કાર ચલાવતો હતો. તેની બાજુમાં રણજીત બેઠો હતો. જ્યારે દિપક પાછળની સીટ પર બેઠો હતો. આ દરમિયાન આયોજન મુજબ દિપકે નાઈલોનની દોરીથી રણજીતનું ગળું દબાવીને ચાલુ ગાડીએ જ રણજીતની હત્યાકરીને મૃતદેહને રોડની સાઈડ પર ફેંકી દીધો હતો.

આરોપીઓને ઝારખંડની ચરહી પોલીસને હવાલે કર્યા

ત્યારબાદ બન્ને વડોદરા પરત આવી ગયા હતા. આ ઘટના અંગેની વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમને જાણ થઈ હતી. આ બંન્નેને તેમજ માલતી અર્જુન મંડલને પણ ઝડપીને ઝારખંડના ચરહી પોલીસ સ્ટેશનને જાણ કરીને તેમના હવાલે કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details