ગુજરાત

gujarat

Vadodara PI wife case – ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સંયુક્તપણે તપાસમાં જોડાશે

By

Published : Jul 15, 2021, 1:20 PM IST

Updated : Jul 18, 2021, 10:48 PM IST

કરજણથી 6 જૂનના રોજ જિલ્લા SOGના PI અજય દેસાઇના પત્ની સ્વીટી પટેલ ગુમ થયા હતા. આ કેસમાં રોજબરોજ નવા વળાંકો આવી રહ્યા છે. PIના નિકટના ગણાતા કરજણના કોંગી નેતા કિરીટસિંહ જાડેજા તેમજ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા સ્વીટી પટેલના પૂર્વ પતિ હેતષ પંડ્યાની ઓનલાઈન માધ્યમથી પૂછપરછ હાથ ધરી હતી. જ્યારબાદ વડોદરા મુલાકાતે આવેલા ગૃહ રાજ્યપ્રધાને પોલીસ કમિશનર સાથે બેઠક યોજીને આ મામલે તમામ પાસાઓની નિષ્પક્ષ તપાસ કરવાની બાંહેધરી આપી હતી અને આ કેસની તપાસ ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરશે, તેવી જાહેરાત કરી હતી.

Vadodara PI wife case
Vadodara PI wife case

  • સ્વીટી પટેલ ગુમ થવાના કેસની તપાસ હવે ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરશે
  • સંકળાયેલા તમામની વિગતો એકત્ર કરવાની ચાલુ છે : પ્રદિપસિંહ જાડેજા
  • રવિવારે પોલીસે ઓસ્ટ્રેલિયા રહેતા પૂર્વ પતિની ઓનલાઈન પૂછપરછ હાથ ધરી

વડોદરા: ગત 6 જુનના રોજ જિલ્લા SOGના PI અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ ગુમ થયા હતા. આ મામલાને એક મહિનાનો સમય વીતી ગયો છે. ત્યારે આ કેસમાં રોજબરોજ નવા વળાંકો આવ્યા કરે છે. PIના નિકટના ગણાતા કરજણના કોંગ્રેસ આગેવાન કિરીટસિંહ જાડેજા તેમજ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા સ્વીટી પટેલના પૂર્વ પતિ હેતષ પંડ્યાની ઓનલાઈન માધ્યમથી પૂછપરછ હાથ ધરી હતી. આજે રવિવારે વડોદરા આવેલા રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ કેસમાં નિષ્પક્ષ તપાસ કરવાની બાંહેધરી આપી હતી અને કેસની તપાસ હવે ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સંયુક્ત રીતે કરશે, તેવી જાહેરાત કરી હતી.

કોંગી નેતા કિરીટસિંહ જાડેજાની પૂછપરછ

DySP કલ્પેશ સોલંકીએ પૂછપરછનો દોર આગળ વધાર્યો છે. તેમણે કરજણના કોંગ્રેસના નેતા કિરીટસિંહ જાડેજાની પૂછપરછ કરી હતી. થોડા સમય પૂર્વે દહેજના વાગરા નજીકથી શંકાસ્પદ હાડકા મળ્યા હતા. જે સ્વીટી પટેલના હોવાની શંકાઓ હતી. આ જગ્યા કિરીટસિંહ તેમજ 15થી 16 ભાગીદારોની હતી. કિરીટસિંહ ગુમ થયેલ સ્વીટી પટેલના પતિ PI અજય દેસાઈના મિત્ર હોવાથી અને તેમની માલિકીની જમીન પરથી માનવ અવશેષો મળી આવ્યા હોવાથી પોલીસ દ્વારા તેમની પણ પૂછપરછ કરાઈ છે.

જાણો શું છે સમગ્ર મામલો.....

વડોદરા (Vadodara)જિલ્લા SOG PI અજય દેસાઇ (Vadodara SOG PI)અને તેમના પત્નિ સ્વીટીબેન (Sweety Patel) મહેન્દ્રભાઇ પટેલ કરજણમાં રહે છે. સ્વીટીબેન (ઉં.37) 6 જુનના રોજ પુત્રને મુકીને કોઇને પણ જાણ કર્યા વગર નીકળી ગયા હતા. સ્વીટીબેન (Sweety Patel)ની ઘર તથા આપસાપ ભાળ નહિ મળતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

કરજણ પોલીસ પાસેથી DySPને કેસ સોંપવામાં આવ્યો હતો

આ ઘટનાના પાંચ દિવસ બાદ 11 જૂને સ્વીટીબેન (Sweety Patel)ના ભાઇ જયદિપ પટેલે (રહે.આણંદ) બપોરે કરજણ પોલીસ મથક(Karajan Police Station)માં ગુમ (Missing) થયાની જાણ કરી હતી. કરજણ પોલીસે(Karajan Police) બપોરે 3.50 કલાકે જયદીપ પટેલની ફરિયાદના આધારે જાણવા જોગ નોંધ દાખલ કરી હતી. સ્વીટી પટેલના ગુમ થયાની ફરિયાદ નોંધાયાના 24 દિવસ બાદ પણ કોઈ પુરાવા મળ્યા ન હોવાથી કરજણ પોલીસ પાસેથી કેસ લઈ DySPને સોંપ્યા હતા. ઉપરાંત જિલ્લાની LCB અને SOGની ટીમો દ્વારા વિવિધ સંભાવનાઓને ધ્યાને રાખીને અનેક દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

DNA ટેસ્ટનો રિપોર્ટ ચારથી પાંચ દિવસમાં આવે તેવી સંભાવના

વડોદરા કરજણની પ્રયોશા સોસાયટીમાંથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયેલી પોલીસ તરીકે ફરજ બજાવતા PI અજય દેસાઇના ( PI Ajay desai ) ની પત્નીને શોધવામાં પોલીસ અલગ અલગ થિયરી પર તપાસ શરુ કરી હતી. ત્યારે સ્વીટી પટેલ (Sweety Patel) ની તપાસ દરમિયાન પોલીસને દહેજથી હાડકાના બળેલા ટુકડા મળ્યા હતા. આથી, આ હાડકા માનવ શરીરના છે કે પ્રાણીના છે, તે બાબતે હાડકાને FSLનો રિપોર્ટ કરાવા મોકલવામાં આવ્યા હતા. દહેજમાંથી મળી આવેલા હાડકા માનવ હાડકા હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. આ હાડકા યુવાન વયની વ્યક્તિના હોવાનું સુરત FSL નું તારણ છે. જોકે હાડકાના DNA માટે મોકલવામાં આવ્યા છે. આ DNA ટેસ્ટનો રિપોર્ટ ચારથી પાંચ દિવસમાં આવે તેવી સંભાવના છે.

છેલ્લા એક મહિના દરમિયાન મળેલા મૃતદેહોની વિગતો મેળવી

ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ દ્વારા આ ટેસ્ટનો હજી રિપોર્ટ આપવામાં આવ્યો નથી. આ રિપોર્ટ આવ્યા પછી PI દેસાઇની વર્તણૂંક અંગે વધુ માહિતી મળી શકશે. જો રિપોર્ટમાં PIની વર્તણૂંક શંકાસ્પદ લાગશે તો તે દિશામાં પોલીસ તપાસ કરશે. પોલીસે અત્યાર સુધી આજુબાજુના જિલ્લા અને રાજ્યમાં છેલ્લા એક મહિના દરમિયાન મળેલા મૃતદેહોની વિગતો મેળવી છે, પરંતુ કોઇ શંકાસ્પદ મૃતદેહ હજી સુધી મળ્યો નથી. નોંધનીય છે કે, કરજણના આ ચકચારભર્યા કેસમાં PI અજય દેસાઈ શંકાના દાયરામાં છે. પોલીસે 4 વખત અજય દેસાઈનો ટેસ્ટ કરાવ્યો છે. અજય દેસાઈના પોલિગ્રાફ અને નાર્કોટેસ્ટ માટે પોલીસને કોર્ટની 14 તારીખ મળી છે. ઉલ્લેખનીય છે કે, DNA, પોલિગ્રાફ અને નાર્કોટેસ્ટના પરિણામ બાદ સ્વીટી પટેલના રહસ્ય પરથી પડદો ઉઠી શકે તેવી શક્યતાઓ છે.

પોલીસની સોશિયલ મીડિયા અને કોલ ડિટેલ પર તપાસ

આ મામલે પોલીસે હવે તપાસનો વ્યાપ વધારી ગુજરાતને અડીને આવેલા અન્ય રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ત્રણેય રાજ્યમાં છેલ્લા એક મહિના દરમિયાન મળેલા મૃતદેહોની વિગતો પોલીસે મંગાવી તેનો અભ્યાસ શરૂ કર્યો છે. PI દેસાઇ અને તેમના પત્ની સ્વીટીબેનના સોશિયલ મીડિયાના એકાઉન્ટ અને કોલ ડિટેલ પણ પોલીસ તપાસી રહી છે. સ્વીટીબેન છેલ્લા 6 મહિનાથી કોની સાથે સંપર્કમાં હતા ? કોની સાથે વાત કરતા હતા ? તેમજ PI દેસાઇએ એક મહિનાથી ગુમ પત્નીની વિગતો કેમ જાહેર ન કરી તે પણ એક રહસ્ય છે.

આ પણ વાંચો:WIFE OF VADODARA DISTRICT SOG PI MISSING: ઉચ્ચકક્ષાએથી આદેશ બાદ તપાસમાં તેજી

સ્વીટીના મોબાઈલમાંથી મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતા

હાલ પોલીસને વડોદરા (Vadodara)જિલ્લા SOG PI અજય દેસાઇ (Vadodara SOG PI)અને તેમના પત્નિ સ્વીટી પટેલની વોટ્સએપ ચેટ સામે આવી છે. આ ચેટમાં સ્વીટી પટેલ PIને કહે છે કે, હું જતી રહીશ, મરી જઇશ. પોલીસે મોબાઇલની વોટ્સએપ ચેટને આધારે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના હાથે લાગેલા સ્વીટીના મોબાઈલમાંથી હજુ ઘણાં મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે.

Last Updated : Jul 18, 2021, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details