ગુજરાત

gujarat

વડોદરાની MS યુનિવર્સિટીમાં ડિસેમ્બરમાં સેનેટની ચૂંટણી, ઉમેદવારો વાજતેગાજતે ફોર્મ ભરવા આવ્યા

By

Published : Nov 26, 2021, 12:40 PM IST

વડોદરામાં (Vadodara) મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં (MS University) ડિસેમ્બર મહિનામાં સેનેટની ચૂંટણી (Senate elections) યોજાશે. આ ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવા માટે વાજતેગાજતે (Candidates came to fill the form with fanfare) ઉમેદવારો (Candidates) આવ્યા હતા. આ સાથે જ કેમ્પસમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

વડોદરાની MS યુનિવર્સિટીમાં ડિસેમ્બરમાં સેનેટની ચૂંટણી, ઉમેદવારો વાજતેગાજતે ફોર્મ ભરવા આવ્યા
વડોદરાની MS યુનિવર્સિટીમાં ડિસેમ્બરમાં સેનેટની ચૂંટણી, ઉમેદવારો વાજતેગાજતે ફોર્મ ભરવા આવ્યા

  • વડોદરાની MS યુનિવર્સિટીમાં ડિસેમ્બરમાં યોજાશે સેનેટની ચૂંટણી
  • ચૂંટણી માટે ફોર્મ ભરવા વાજતેગાજતે આવ્યા ઉમેદવારો
  • યુનિવર્સિટી કેમ્પસમાં ચૂંટણી અંગેનો ધમધમાટ શરૂ
  • આર્ટસ ફેકલ્ટીમાં 3 તેમ જ અન્ય 25 ઉમેદવારોએ વિવિધ ફેકલ્ટીમાંથી ફોર્મ ભર્યા

વડોદરાઃ શહેરમાં આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં (MS University) ડિસેમ્બર મહિનામાં સેનેટની ચૂંટણી (Senate elections) યોજાશે. ત્યારે ચૂંટણી માટે ફોર્મ (form) ભરવાના છેલ્લા દિવસે પણ ઉમેદવારો વાજતેગાજતે ફોર્મ (Candidates came to fill the form with fanfare) ભરવા પહોંચ્યા હતા. આ સાથે જ કેમ્પસમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

આર્ટસ ફેકલ્ટીમાં 3 તેમ જ અન્ય 25 ઉમેદવારોએ વિવિધ ફેકલ્ટીમાંથી ફોર્મ ભર્યા

આ પણ વાંચો-પાટણ યુનિવર્સિટીમાં સતત ચોથી વખત સેનેટ સભ્ય બની શૈલેષ પટેલે દબદબો જાળવી રાખ્યો

20 વર્ષથી ચૂંટાતા ઉમેદવારે પણ ફરી એક વાર ફોર્મ ભર્યું

આ વખતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં (MS University) આર્ટ્સ ફેકલ્ટીમાં (Faculty of Arts) 3 ઉમેદવારોએ ફોર્મ (Form) ભર્યા છે. જ્યારે અન્ય 25 ઉમેદવારોએ વિવિધ ફેકલ્ટીમાંથી ફોર્મ ભર્યા છે. જોકે, વિશ્વ વિખ્યાતમહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની (MS University) બધી જ ચૂંટણીના પડઘાં હંમેશાં પડતા હોય છે ત્યારે ફરી એક વાર યુનિવર્સિટીમાં (MS University) સેનેટની ચૂંટણી (Senate elections) યોજાવા જઈ રહી છે. સેનેટ સભ્ય (Senate Member) તરીકે છેલ્લા 20 વર્ષથી સતત 4 ટર્મથી ચૂંટાતા નરેન્દ્ર રાવતે (Narendra Rawat) ફરી એક વાર સેનેટની ચૂંટણીમાં (Senate elections) ઉમેદવારી નોંધાવી હતી.

આ પણ વાંચો-સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ સભ્યની ચૂંટણીમાં 'આપ' ઝંપલાવશે, ઇસુદાન ગઢવીએ કરી જાહેરાત

ઉમેદવારોએ ફોર્મ ભરતા પહેલા શક્તિ પ્રદર્શન કર્યું

બીજી તરફ ઉમેદવાર દિનેશ યાદવ (Dinesh Yadav) પણ ઉમેદવારીપત્ર (Form) ભરતા પહેલાં રેલી યોજી હતી. ત્યારબાદ તેઓ પોતાના સમર્થકો સાથે ઉમેદવારીપત્ર ભરવા હેડ ઓફિસ (Head Office) પહોંચ્યા હતા. આ સાથે જ તેમણે પોતાની જીત થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તો અન્ય એક ઉમેદવાર અભિલાષા અગ્રવાલ (Abhilasha Agrawal) પણ ઉત્સાહ સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. સાથે જ તેમણે વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિવારણ લાવવાની ખાતરી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details