ગુજરાત

gujarat

વડોદરામાં આજથી શાળાઓ શરૂ કરાઈ, પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત

By

Published : Jul 15, 2021, 4:03 PM IST

વડોદરામાં ઓફલાઈન શિક્ષણ શરૂ થતા શાળાઓ દ્વારા કોરોના ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવી રહ્યું છે. આ તકે, શાળા શરૂ થયાના પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત જોવા મળી હતી, પરંતુ શાળાના પ્રિન્સિપાલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સોમવારથી વિદ્યાર્થીઓની સંખ્યા વધશે.

વડોદરામાં આજથી શાળાઓ શરૂ કરાઈ
વડોદરામાં આજથી શાળાઓ શરૂ કરાઈ

  • કોરોનાની ગાઇડલાઇન સાથે ગુરૂવારથી ધોરણ 12ના વર્ગો કરાયા શરૂ
  • શાળામાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ સંખ્યા નહિવત
  • ઓફલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓમાં આનંદ

વડોદરા : રાજ્ય સરકારે શાળાઓને ઓફલાઇન શિક્ષણની મંજૂરી આપી છે, ત્યારે વડોદરામાં 170 જેટલી શાળાઓ ધોરણ 11 અને 12ના વર્ગો ધરાવે છે. બોર્ડ પરીક્ષાના કેન્દ્રોને બાદ કરતા બચેલી 55 સ્કૂલોમાં ઓફલાઇન વર્ગો શરૂ થયા છે, જોકે આ સ્કૂલોમાં ઓફલાઈન અભ્યાસ માટે 10 ટકા કરતાં પણ ઓછા વિદ્યાર્થીઓએ સંમતિ મોકલી છે.

આ પણ વાંચો:GUJCET 2021 Exam: ગુજસેટ પરીક્ષાની જાહેરાત, 6 ઓગસ્ટના રોજ યોજાશે પરીક્ષા

કોરોનાની ગાઇડલાઇન સાથે શાળા કરાઈ શરૂ

આ દરમિયાન, શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, કોરોનાની ગાઇડલાઇન અને SOP પ્રમાણે અમે આજથી ધો-12ના વર્ગો શરૂ કર્યાં છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝર સહિતની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આજે ગુરૂવારે પ્રથમ દિવસે ઓછા વિદ્યાર્થીઓ જ આવ્યા છે, જો કે સોમવારે વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. અમે વાલીઓને બોલાવીને તેમના સંમતિ પત્રકો લઇ રહ્યા છે.

વડોદરામાં આજથી શાળાઓ શરૂ કરાઈ

આ પણ વાંચો:Standard 12 offline: રાજ્યમાં આજથી ધો.12ના વર્ગો શરૂ થતાં શાળાઓ ફરી ધમધમી

ઓફલાઇન શિક્ષણથી વિદ્યાર્થીઓમાં ખુશી

શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થતા વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર બાદ અમે ફરીથી અભ્યાસ કરવા માટે સ્કૂલમાં આવ્યા છીએ. જેથી અમને ખૂબ જ સારૂ લાગી રહ્યું છે. ઓનલાઇન અભ્યાસમાં મજા આવતી નથી. સ્કૂલમાં આવીને સર પાસેથી ભણવાની મજા જ અલગ છે. આશા રાખીએ કે, હવે ઓફલાઇન શિક્ષણ ચાલતુ રહે.

ABOUT THE AUTHOR

...view details