ગુજરાત

gujarat

વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું -'ચીનમાંથી વિદ્યાર્થીઓને લાવવા વિમાનની વ્યવસ્થા કરવામાં આવશે

By

Published : Jan 28, 2020, 8:35 PM IST

વિદેશ પ્રધાન એસ.જયશંકર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે વડોદરા એરપોર્ટ પર આવ્યા હતાં. જ્યાં તેમણે ચીનના કોરો વાયરસ અંગે મીડિયા સાથે ચર્ચા કરી હતી.

ETV BHARAT
વડોદરા એરપોર્ટ આવ્યા એસ.જયશંકર

વડોદરા: મંગળવારે વિદેશ પ્રધાન એસ.જયશંકર હરણી વિમાન મથકે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું કે, ભારત સરકાર ચીનની સરકાર સાથે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો કરી રહી છે. વર્તમાન પરિસ્થિતિને લઈને ભારતના નાગરિકોને સલામત રીતે ભારત પરત લાવવામાં આવશે. તેમણે આશ્વાસન આપતા જણાવ્યું કે, ભારતીય નાગરિકો સલામત છે, જેની પુષ્ટિ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે, ચીનમાં મોટા પ્રમાણમાં ભારતીય વિધાર્થીઓ અભ્યાસ કરે છે. જેથી વહેલામાં વહેલી તકે તેમને ભારત પરત લાવવામાં આવશે.

વડોદરા એરપોર્ટ આવ્યા એસ.જયશંકર

વિદેશ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, ચીનથી ભારતીયોને લાવવા માટે ખાસ વિમાનની વ્યવસ્થા કરવામાં આવશે અને હજૂ સુધી એક પણ ભારતીયનો કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ નોંધાયો ન હોવાનું જણાવ્યું હતું.

Intro:વડોદરા ભારત સરકારના વિદેશ મંત્રી એસ જયશંકર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે વડોદરા એરપોર્ટ પર આવ્યા હતાં. અને ચીનમાં કોરો વાયરસ મામલે મીડિયા સાથે વાતચીત કરી હતી.

Body:ભારત સરકારની ચીનની સરકાર સાથે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો ચાલી રહી છે.વર્તમાન પરિસ્થિતિ ને લઈને ભારતના નાગરિકોને સલામત રીતે ભારત પરત લાવવામાં આવશે.ત્યાં પણ ભારતીય નાગરિકો સલામત છે તેમની પુષ્ટિ કરવામાં આવી રહી છે.ત્યાં વધુ સંખ્યામાં ભારતીય વિધાર્થીઓ ભણે છે.વહેલામાં વહેલી તકે તમને ભારત પરત લાવવામાં આવશે.ભારતના સરકારના વિદેશમંત્રી,સુબ્રમણ્યમ જયશંકર
આજે,રાજપીપળા જવાના હોઇ વડોદરા હરણી વિમાન મથકે પંહોચ્યા હતા.Conclusion:ત્યારે કેવડીયા ખાતે આયોજીત ભારત સરકારના આગૈમી કાર્યક્રમ અંગે એસ.જયશંકરની મુલાકાત સાથેજ બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ ને સરકાર ગુજરાત લાવવા માટો પ્રયત્નશિલ છે.ત્યારે વિદેશ પ્રધાનની ગુજરાત મુલાકાત સુચક માનવામાં આવી રહી છે.ત્યારે આ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા ચિનમાં ફેલાયેલા કોરોના વાઇરસ બાદ ત્યાંના ભારતીયો માટે પણ સરકાર ચીન સરકારના સંપર્ક માં હોવાનુ જણાવ્યુ હતુ સાથે જ ચીનથી ભારતીયો ને લાવા માટે ખાસ વિમાન ની પણ વ્યવસ્થા કરવાની વાત જણાવી હતી.જોકે વિદેશ પ્રધાને આ દરમિયાન ચિનમા હજી એક પણ ભારતીય ને કોરોના વાઇરસ નો પોઝીટીવ કેસ નોંધાયો ન હોવાનુ જણાવ્યુ હતુ.



બાઇટ: એસ.જયશંકર (વિદેશ પ્રધાન ભારત સરકાર)

ABOUT THE AUTHOR

...view details