ગુજરાત

gujarat

યુનાઇટેડવે ગરબામાં ખેલૈયાઓમાં નારાજગી, આયોજકો લાગ્યા કામે

By

Published : Sep 29, 2022, 4:01 PM IST

વડોદરામાં વિશ્વ વિખ્યાત એવા યુનાઇટેડ વે ગ્રાઉન્ડમાં ગરબા રમવા આવતા લોકોમાં પથ્થર પથ્થરની બૂમો પડી અને હોબાળો થયો હતો. સતત બીજા દિવસે પથ્થર વાગતાં લોકો અને ગરબા રમવા આવતા ખેલૈયાઓમાં નારાજગી (Resentment among Garba Lovers at United Way Garba ) દેખાઈ હતી. એવામાં ગરબા સમ્રાટ અતુલ પુરોહિતને જાહેરાત કરવી પડી હતી કે, મારા છોકરાએ મને પથ્થર માર્યો અને એ માથામાં વાગ્યો. હું તમને નિરાશ નહીં કરું, કાલે ગ્રાઉન્ડ સરખું નહીં હોય તો હું જ ગરબા નહીં શરૂ કરું.

યુનાઇટેડવે ગરબામાં ખેલૈયાઓમાં નારાજગી, આયોજકો લાગ્યા કામે
યુનાઇટેડવે ગરબામાં ખેલૈયાઓમાં નારાજગી, આયોજકો લાગ્યા કામે

વડોદરાશહેરમાંયુનાઇટેડ વેગ્રાઉન્ડમાં (World Famous Garba Ground in Vadodara ) સતત બીજા દિવસે પથ્થર પથ્થરની બૂમો પડી અને હોબાળો થતાં અધવચ્ચેથી ગરબા બંધ કરવા પડ્યા હતા. સતત બીજા દિવસે પથ્થર વાગતાં હજારો રૂપિયા ખર્ચેને ગરબા રમવા ગયેલા ખેલૈયાઓ નારાજ થયા હતા. ગરબા સમ્રાટ અતુલ પુરોહિતને જાતે સ્ટેજ પરથી (Famous Garba United way Graba Vadodra) જાહેરાત કરવી પડી હતી. પહેલીવાર એવું થયું કે, મારા છોકરાએ મને પથ્થર માર્યો અને એ માથામાં વાગ્યો. હું તમને નિરાશ નહીં કરું, કાલે ગ્રાઉન્ડ સરખું નહીં હોય તો હું જ ગરબા નહીં શરૂ કરું.

યેલો માટી હતી તે અમને હેરાન કરે છેઆજે આયોજકો કામે લાગ્યા છે. ગ્રાઉન્ડનું બ્યુટીફિકેશન (Beautification of Garba Ground in Vadodara) કરવામાં આવી રહ્યુ છે. છેલ્લા બે દિવસમાં ખેલૈયાઓની જે બુમો (Resentment among Garba Lovers at United Way Garba) પડી તે આજે ફરી ન સંભળાય તે માટે આયોજકો કામે લાગ્યા છે. આખા ગ્રાઉન્ડમાં ફરી માટી નાખીને સવારના 5 વાગ્યાથી બ્યુટીફિકેશન કરવામાં આવી રહ્યું છે. યુનાઇટેડ વે ખેલૈયાઓને અનુકૂળ રહે તે રીતે જ ગ્રાઉન્ડ તૈયાર કરે છે. આ ગ્રાઉન્ડ નવુ છે. વરસાદનાં કારણે ગ્રાઉન્ડ ખરાબ હતું. ખૂબ મહેનત કરીને આજે આ ગ્રાઉન્ડ આટલું સારું બનાવ્યું છે. અમે ઘરે બેસી રહ્યા નથી. કામ કર્યુ છે પરંતુ જે યેલો માટી હતી તે અમને હેરાન કરે છે. એટલે હવે ગાર્ડનની માટી નાખી દઈએ છીએ. જેના માટે બે દિવસનો સમય લાગશે. એટલે આજે થોડી અને કાલે થોડી એમ કરીને ગાર્ડન માટીનાખી દઇશું એટલે ખેલૈયાઓ શાંતિથી ગરબા રમી શકે.

ત્રીજુ નોરતુ યુનાઇટેડ વેમાં કેવું હશેખેલૈયાઓ અમને સાથ આપો. ખૂબ મહેનતથી ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છીએ. અમે ઘરે બેસી રહ્યા નથી. આખો દિવસ અહીં રહીને મહેનત કરીએ છીએ. આશા છે કે આજે અને કાલ બે દિવસમાં આ સમસ્યા દૂર થઇ જશે. આજે સવારથી મેન્યુઅલ અને મશીન દ્વારા ગ્રાઉન્ડને તૈયાર (Organizers prepare ground) કરવા માટે આયોજકો તનતોડ મહેનત કરી રહ્યા છે. આજે ફરી ખેલૈયાઓની બુમો ન સંભળાય તે માટે ગ્રાઉન્ડનું બ્યુટીફિકેશન કરવામાં આવી રહ્યુ છે. હવે જોવુ રહ્યુ કે આજે ત્રીજુ નોરતુ યુનાઇટેડ વેમાં રમવા જતા ખેલૈયાઓ માટે કેવુ સાબિત થાય છે.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details