ગુજરાત

gujarat

રાજેન્દ્ર ત્રિવેદી અને મનીષા વકીલને પ્રધાનમંડળમાં સ્થાન મળતા શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી

By

Published : Sep 16, 2021, 6:54 PM IST

ભારતીય જનતા પાર્ટી માટે રાજકારણની પ્રયોગશાળા ગણાતા ગુજરાતમાં મુખ્યપ્રધાન પદે ભુપેન્દ્ર પટેલની નિયુક્તિ બાદ ગુરુવારે ગાંધીનગરમાં રાજભવન ખાતે નવા પ્રધાનમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. નવા પ્રધાનમંડળમાં વડોદરા શહેરને પ્રાધાન્ય મળતા સમર્થકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. રાવપુરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી અને વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલને પ્રધાનમંડળમાં સ્થાન મળતાં વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે મોઢું મીઠું કરાવી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

Gujarat News
Gujarat News

  • રાજ્યના નવા મુખ્યપ્રધાન બાદ નવા પ્રધાનમંડળની રચના
  • વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી અને મનીષા વકીલનો પ્રધાનમંડળમાં સમાવેશ
  • શહેર ભાજપ દ્વારા પરસ્પર મીઠું મોઢું કરવી, ફટાકડા ફોડી ઉજવણી કરી

વડોદરા: ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત રાજકારણની પ્રયોગશાળા બની રહ્યું છે. વિજય રૂપાણીના અચાનક રાજીનામા બાદ આશ્ચર્યજનક રીતે મુખ્યપ્રધાન પદે ભુપેન્દ્ર પટેલની નિમણૂક કરી કેન્દ્રની શિરસ્ત નેતાગીરીએ આંચકો આપ્યો છે. એથી મોટો આંચકો નવા પ્રધાનમંડળની રચનાનો આપ્યો છે. ભાજપની શિરસ્ત નેતાગીરીએ નો-રિપીટ થિયરીનો પ્રયોગ વધુ એક વખત અજમાવ્યો છે. ગુજરાતના ઘણા બધા પ્રધાનોની નારાજી-અસંતોષ અને વિરોધ વચ્ચે ગાંધીનગરના રાજ ભવન ખાતે નવા પ્રધાનમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. નવા મંત્રીમંડળમાં મધ્ય ગુજરાત અને ખાસ કરીને વડોદરાને પણ આશ્ચર્યજનક રીતે પ્રતિનિધિત્વ મળતા વડોદરા શહેર ભાજપમાં ઉજવણીનો માહોલ જામ્યો છે.

રાજેન્દ્ર ત્રિવેદી અને મનીષા વકીલને પ્રધાનમંડળમાં સ્થાન મળતા શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી

બાજવાડામાં રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરાઈ

રાવપુરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના હવે પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને અને વાડી વિસ્તારના ધારાસભ્ય મનીષા વકીલનો નવા મંત્રીમંડળમાં સમાવેશ થવાથી શહેર ભાજપમાં કાર્યાલય ખાતે જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. વડોદરા શહેર ભાજપ પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી સહિત કાર્યકરોએ પરસ્પર મોઢું મીઠું કરાવી ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો. બીજી તરફ ગુજરાત સરકારના પ્રધાનમંડળની નવી ટીમમાં રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને કેબિનેટમાં સ્થાન મળતા સમર્થકોને ભાજપ કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી. રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને કેબિનેટ પ્રધાન તરીકે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ટીમમાં સમાવતા તેમના ટેકેદારોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. રાજેન્દ્ર ત્રિવેદીની બાજવાડા સ્થિત કચેરી ખાતે રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ દ્વારા કરાયેલી ઉજવણીમાં પાલિકાના ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, કોર્પોરેટર હરેશ જીંગર, જેલમ ચોકડી સહિત ભાજપના આગેવાનોએ એકબીજાને મોઢું મીઠું કરાવી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

રાજેન્દ્ર ત્રિવેદી અને મનીષા વકીલને પ્રધાનમંડળમાં સ્થાન મળતા શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી

ABOUT THE AUTHOR

...view details